Dalvada banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ આપણે બધાને ગરમાગરમ ભજીયા, ગોટા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો હવે વરસતા વરસાદમાં દાળ વડા લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. તો આજે આપણે બનાવીશું અમદાવાદના પ્રખ્યાત દાલવડા બનાવવાની પરફેક્ટ રીત.

સામગ્રી:

  • એક ચમચી જીરૂ,
  • ૧૦થી ૧૨ નંગ કાળા મરી
  • એક ચમચી સૂકા ધાણા,
  • 1 કપ ચણાની દાળ,
  • ૨ ટેબલ સ્પૂન ચોખાનો લોટ

ગરમા-ગરમ મસાલેદાર દાળવડા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે સૂકો મસાલો તૈયાર કરીશું. જેમાં અહીંયા એક ચમચી જીરૂ, ૧૦થી ૧૨ નંગ કાળા મરી અને ત્રણ નાના ટુકડા તજ લીધા છે જો તમને સૂકા ધાણા પસંદ હોય તો તે પણ એક ચમચી જેટલા લઈ શકો છો.

હવે આ બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ તેને ગ્રાઈન્ડ કરી લઈશું. મિક્સરની જગ્યાએ ખલ માં પણ વાટી શકો છો. તો મસાલો તૈયાર થાય એટલે તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરીશું. 1 કપ ચણાની દાળને પાંચ કલાક પહેલાં પાણીમાં પલાળી રાખી હતી. દાળ સરસ પલડીને ફૂલીને ડબલ થાય એટલે તેને બે વખત પાણીથી ધોઈ તેમાંથી બધું જ પાણી નિતારી દીધું છે.

દાળવડા મગની દાળ અને અડદની દાળમાંથી પણ બનાવી શકાય છે પણ આ રીતે ચણાની દાળનો ઉપયોગ કરીને બનાવશો તો તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જો તમારે સવારે બ્રેકફાસ્ટમાં દાળ વડા બનાવવા હોય તો દાળ ને તમે આખી રાત પણ પલાળી શકો છો.

હવે બિલકુલ પાણી ઉમેર્યા વિના પલાળેલી ચણાની દાળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. ચણાની દાળને ગ્રાઈન્ડ કર્યા બાદ ડ્રાય લાગે છે એટલે તેમાં બે ચમચી પાણી ઉમેરી તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લો. ગ્રાન્ડ કરતી વખતે વધુ પાણીનો ઉપયોગ ન કરવો જેથી ખીરુ નરમ ન પડે.

જો તમે વાટતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરશો, તો દાળવડા બહારથી ક્રિસ્પી નહીં બને. જે મિશ્રણ તૈયાર થાય એટલે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લો. તૈયાર કરેલા મિશ્રણમાં બાકીની સામગ્રી ઉમેરીશું. તેમાં ૨ ટેબલ સ્પૂન ચોખાનો ઝીણો લોટ લીધો છે. ચોખાનો લોટ ઉમેરવાથી દાળવડા એકદમ ક્રિસ્પી બને છે.

તીખાશ માટે ૨ ટેબલ સ્પૂન આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમે લસણ ખાતા હો તો અડધી ચમચી લસણ પણ ઉમેરી શકાય છે. હવે તેમાં આપણે એક સિક્રેટ ઉમેરીશું જેમાં મેં અડધો કપ સાફ કરેલી લુણી ની ભાજી લીધી છે. જેને હિન્દીમાં kulfa ni bhaji પણ કહે છે.

આ ભાજીમાં વિટામીન, મિનરલ્સ અને ઓમેગા થ્રી ફેટી એસિડ રહેલા છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી પાસે આ લુણી ની ભાજી ન હોય તો તેની જગ્યાએ તમે કોથમીર ઉમેરીને પણ આ દાળ વડા બનાવી શકો છો.

હવે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો અને દાળ વડા બનાવવા માટેનું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. દાળ વડા તળવા માટે ગેસ પર એક કડાઈમાં મીડીયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મુકો. લૂણીની ભાજીનો ઉપયોગ તમે કોઈ રેસિપીમાં કરો ત્યારે મીઠું નાખતા હોય તેના કરતાં થોડું ઓછું મીઠું ઉમેરવું કારણકે આ ભાજી સ્વાદમાં થોડી ખારી અને ખાટી હોય છે.

દાળવડા તળતી વખતે તેલ ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડીયમ રાખવી. જો તમે ફૂલ ફ્લેમ પર તળશો તો તે બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને જો slow flame રાખશો તો વડામાં તેલ બેસી જશે. એટલે ફ્લેમ હંમેશા મીડીયમ રાખવી.

આ દાળવડા માં આપણે લૂણીની ભાજીનો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી સાથે-સાથે હેલ્ધી પણ બનશે. હવે કડાઈમાં સમાઈ શકે તેટલા દાળવડા તળી લો અને ગરમાગરમ સર્વ કરો ચટણી સાથે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જાણવા અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા