દાતણ
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દાતણ: આજે આપણે જોઇશું ચાર અલગ-અલગ વૃક્ષ ના દાતણ વિશે. અત્યારે બધા લોકો આયુર્વેદ તરફ વળ્યા છે એનું કારણ કે હાલમાં મહામારી બીમારી ફેલાઈ રહી છે. જેને કારણે તમામ લોકો આયુર્વેદમાં માનતા થયા છે. આપણે સવારે ઊઠીને દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે કરતાં દેશી દાતણ વાપરીએ તો તે શરીર માટે અનેક ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

દાંત સાફ કરવા માટેની કોઇ શ્રેષ્ઠ ઔષધી હોય તો તે દાતણ છે. તમારી પાસે જો દેશી દાતણ પણ ઉપલબ્ધ ન હોય તો મીઠું અને હળદર થી તમારા દાંત સાફ કરો પણ ટૂથપેસ્ટ બને ત્યાં સુધી વાપરશો નહિ. તમે આ ચાર દાતણ નો ઉપયોગ કરશો તો તમારા પેઢા અને મોઢાની અંદરના જે અવયવો છે તેમાં ફાયદો થશે અને સમગ્ર શરીરમાં તો ફાયદો થવાનો જ છે.

1) ખેર:– ખેરનું દાતણ કરવાથી પણ શરીરમાં ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં ખેર નાં વૃક્ષનું દાતણ કરવાથી ખાસ કરીને મોઢામાં ચાંદા પડ્યા હોય તો દૂર થઈ જાય છે. પેઢામાં ચાંદા પડ્યા હોય તો એ પણ દૂર થઈ જશે અને દાંત અને પેઢાની સમસ્યા દૂર થાય છે.

2) દેશી બાવળ: દેશી બાવળ ખાસ કરીને ગામડામાં ખુબ જ આસાનીથી મળી જાય છે. દેશી બાવળનું દાતણ.પણ સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે.જે લોકોને લીમડાનું દાતણ કડવું લાગતું હોય અને લીમડાનું દાતણ કરવું ન થતું હોય તો એ લોકોએ દેશી બાવળ નું દાતણ નિયમિત કરવું જોઈએ. આ દાતણ તમે ગમે ત્યારે કરી શકો છો એટલે કે ગમેતે ઋતુ માં કરી શકો છો.

આ દાતણ વ્યસનમુક્તિ માટે એકદમ ઉત્તમ માનવામાં આવે છે. જે લોકો વ્યસન છોડવા માગતા હોય તે લોકો નિયમિત દેશી બાવળ નું દાતણ કરવાનુ શરૂ કરી દેવું જોઈએ.

3) આમળા અને હરડે વૃક્ષ નુ દાતણ: જે લોકોને શ્વાસ ચડી જતો હોય, હાફ ચડતો હોય, તો આ લોકોએ આમળા અને હરડેનું દાતણ કરવું જોઈએ જેથી તમને શ્વાસ અને હાફ ચડવાની સમસ્યા હોય તો એ દૂર થઈ જાય છે.

4) કરંજનું દાતણ: આ કરંજનું દાતણ પણ શરીર માટે ગુણકારી અને અતિઉત્તમ માનવામાં આવ્યું છે. આ નો ઉલ્લેખ ચરકસંહિતા માં કરવામાં આવ્યો છે.  આ કરંજનું દાતણ તમે દરરોજ કરો તો તમને ક્યારેય દાંતની સમસ્યા, પેઢાની સમસ્યા નથી થતી. જો તમે સતત આઠ દિવસ સુધી કરંજ નું દાતણ કરો તો દાંત અને પેટને લગતી બધી જ સમસ્યા દૂર થઈ જશે. આ દાતણ દાંત અને પેઢા માટે ખુબજ ઉપોયોગી છે. આ દાતણ નો ઉપયોગ ખાસ કરીને ચોમાસામાં કરવો કારણકે ચોમાસામાં તે એકદમ લીલું હોય છે.

આમ સિઝન પ્રમાણે અલગ અલગ દાતણ કરવા જોઈએ. કોઈ પણ દાતણ ત્રણ મહિનાથી વધારે ન કરવું. ત્રણ મહિના થાય અને તે સમય ની સિઝન પ્રમાણે અલગ અલગ દાતણ કરવાથી શરીરમાં ખૂબ જ અઢળક ફાયદો થાય છે. ખાસ કરીને તમે જે દાતણ કાપો છો તે ૫-૭ ઇંચ સુધી લાંબુ હોવું જોઈએ અને બને ત્યાં સુધી તાજું જ દાતણ લેવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે, શરીર માટે ખૂબ જ ફાયદો કરે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા