ગુટખા, પાન, તમાકુ, દરરોજ સિગારેટ પીવાથી દાંતનુ તેજ સંપૂર્ણપણે દૂર થાય છે, જેના કારણે આપણા દાંત મા બેક્ટેરિયા જમા થઈ જાય છે અને દાંત ઘણીવાર પીવા થવા લાગે છે. પણ આજે તમણે બતાવીશુ ઘરેલુ ઉપાય જેથી તમારા દાંત પહેલાની જેમ ચમકદાર બની જશે. દાંત પર જમા થયેલા બધાજ બેક્ટેરિયા અને કાળાશ દૂર થઇ જશે અને દાંત સફેદ અને મોતીની જેમ ચળકતા થઈ જશે.
આ ઉપાય કરવા માટે લસણની ત્રણ કળીઓ લેવાની. લસણની કળીને ફોલી લેવી. લસણમાં મળતો થાયો સલ્ફેટ તમારા દાંત માટે ચમત્કારીક કામ કરશે, કારણ કે તે તમારા દાંતની પીળીને દૂર કરશે. લસણની કળીઓને એક ખાડણી મા લઇ પીસી લો.
એક બાઉલ મા તેને લઇ તેમા એક ચમચી મીઠું એડ કરો. મીઠું દાત માં રહેલા બેક્ટેરિયા ને મારવાનુ કામ કરે છે એટલા માટે ઘણા લોકો મીઠાના પાણીના કોગળા પણ કરે છે. મીઠું એડ કર્યાં પછી તમારે એક લીંબુ ને કાપી એક ચમચી જેટલો રસ કાઢી લસણ નાં છીણ અને મીઠું નાં મિશ્રણ માં એટલે કે બાઉલ મા એડ કરો. લીંબુ નાં રસ માં લીંબુ નાં બીજ ન આવે તેનું ધ્યાન રાખવું.
એક કોલગેટ લઈ તેની પેસ્ટ ને બાઉલ માં એડ કરો. કોલગેટ લેવાથી તમારે પાછળ થી બ્રશ કરવાની જરૂર નહિ પડે. કોલગેટ સફેદ લેવાની છે. કોલગેટ એડ કર્યા પછી બધું સારી રીતે ૩-૪ મીનીટ માટે હલાવી દો. તો અહિયાં તમારી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. જે દાત પર લગાવવાથી તમારા દાત માં રહેલા બેક્ટેરિયા નો નાશ કરશે અને દાત ને સફેદ ચમકદાર બનાવશે.
આ પેસ્ટ નો ઉપયોગ કઇ રીતે કરવો:- આપડે સામાન્ય જે રીતે બ્રશ કરીએ છીએ એમ એક બ્રશ લઈ તેના પર આ પેસ્ટ કોલગેટ ની પેસ્ટ લઈએ છીએ તેટલી પેસ્ટ લઈ ૪-૫ મીનીટ માટે દાંત પર ઘસો એટલે લે પેસ્ટ લઇ બ્રશ કરો. જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે મસાલા કે તમાકુ ખાવાનુ બંધ કરી દેવું જેથી તેનુ રિઝલ્ટ મળી શકે.
તમારે આ પેસ્ટ લઈને દિવસ માં ૪-૫ વખત ૪-૫ મીનીટ માટે બ્રશ કરવાનુ છે. એક અઠવાડિયામાં ૩ દિવસ આ રીતે બ્રશ કરવું અને બાકીના દિવસમાં માં તમે કોલગેટ લગાવીને કરો છો તેમ બ્રશ કરવું.
આ પેસ્ટ થી બ્રશ કરવાથી ગમે તેવા પીળા પડી ગયેલા દાત સફેદ થઈ જસે, બેક્ટેરિયા દૂર થઈ જસે, દાત નો સડો પણ દૂર થઈ જસે અને દાંત પહેલાં જેવા મોતી જેવા દેખાશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.