શું તમે પણ પીળા ને સફેદ બનાવવા માટે ઘણા બધા ઘરેલુ ઉપાય કરીને થાકી ગયા છો અને હજુ સુધી કઈ ફાયદો થયો નથી. પરંતુ હજુ પણ દાંત સાફ કરવા અને પીળા દાંતને સફેદ કરવા માટે ઘરેલું ઉપાયો શોધી રહ્યા છો? ડોક્ટર એવું કહે છે કે દિવસમાં ઓછામાં ઓછા બે વાર બ્રશ કરવું જોઈએ.
તેમ છતાં તમને લાગે છે કે તમારા જેટલા સફેદ દેખાવા જોઈએ તેટલા સ્વચ્છ લાગતા નથી તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આજે અમે આ લેખમાં તમારી સાથે એક નાનો દેશી નુસખો જણાવવા જઈ રહયા છીએ, જેને અપનાવીને તમે પણ પીળા દાંતને સફેદ કરી શકો છો.
તમારા દાંતને નિયમિતપણે સાફ કરવું જોઈએ. જ્યારે પણ તમે કંઈક ખાઓ કે પીઓ છો ત્યારે મોમાં પ્લાક બનવાનું શરૂ થઇ જાય છે અને જો આ પ્લાકને શક્ય હોય તેટલી વહેલા દૂર કરવામાં ના આવે તો તે હાનિકારક બેક્ટેરિયાના પેદા કરી શકે છે જે દાંતમાં સડો જેવી સમસ્યા પેદા કરી શકે છે.
જો તમે પણ મૈંને પ્યાર કિયા ફિલ્મ જોઈ હોય તો કદાચ તમે ભાગ્યશ્રી ને જાણતા જ હશો, તે અત્યારે પણ બધાના દિલો પર રાજ કરનાર ભાગ્યશ્રી ફિલ્મોથી દૂર રહે છે પરંતુ ઈન્સ્ટાગ્રામથી તેના ફેન્સ સાથે હંમેશા જોડાયેલ હોય છે. દર મંગળવારે તે તેના ફેન્સ માટે બ્યુટી, ફિટનેસ અથવા સ્વાસ્થ્ય સંબંધિત ટીપ્સ શેર કરતી રહે છે.
તમે પણ તમારા દાંતને સ્વચ્છ અને ચમકદાર બનાવવા માંગતા હોય તો આ દેશી નુસખો અવશ્ય ટ્રાય કરો. તમારા ચહેરાને સુંદર બનાવે છે તે હાસ્ય છે. જો સ્મિત કરતી વખતે દાંત પીળા દેખાવાથી શરમિંદગી અનુભવવું પડે છે તો તમારે તમારા દાંતની કાળજી લેવી પડશે. સરસવના તેલ સાથે સેંધા નમક (મીઠું) નું સરળ મિશ્રણ તમારા દાંતને સ્વચ્છ કરવામાં તમારી મદદ કરી શકે છે.
ઉપયોગ કેવી રીતે કરવો : સૌથી પહેલા એક નાની વાટકીમાં થોડા સરસોના તેલમાં સેંધા મીઠુંને મિક્સ કરો અને જ્યારે તે સારી રીતે મિક્સ થઈ જાય પછી આ પેસ્ટને બ્રશની ઉપર લઈને બ્રશ કરો. થોડી વાર બ્રશ કર્યા પછી સારી રીતે મોંને ધોઈ લો.
અહીંયા સરસોનું તેલ અને સેંધા મીઠું જ કેમ લીધું છે તો, સરસોનું તેલ અને મીઠું એ પ્રાચીન સમયથી કરવામાં આવતો ઘરગથ્થુ ઉપચાર છે જેનો ઉપયોગ તમારા પેઢાંને સાજા કરવા અને તમારા દાંતમાં જમા થયેલો પ્લાકને દૂર કરવા માટે કરવામાં આવે છે.
સરસોનું તેલ તમારા પેઢાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પ્લાક સામાન્ય રીતે જે બેક્ટેરિયાને કારણે બને છે જે ફેટી મેમ્બ્રેનની આસપાસ હોય છે. સરસોનું તેલ પેઢામાંથી નીકળતું લોહીને અટકાવવામાં મદદ મળે છે. બીજી તરફ જોઈએ તો સેંધા મીઠુંમાં ફ્લોરાઈડનો કુદરતી સ્ત્રોત છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.
મીઠું હળવા ઘર્ષક તરીકે કામ કરે છે જે તણાવને દૂર કરવામાં અને દાંતને ચમકદાર બનાવે છે. આ બંને સામગ્રીના ઉપયોગથી પેઢાના સોજાને ઓછો કરી શકાય છે. દાંતની સમસ્યાઓના કેટલાક સામાન્ય કારણો પણ હોય છે, જેમ કે ખાંડયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાકનો વધારે ખાવાથી,
તમારી નબળી મૌખિક સ્વચ્છતા અને દાંતની સફાઈ બરાબર ના કરવી. અનિયમિત દાંતની સફાઈ કરાવી અને ડેન્ટલ ચેક-અપ ના કરાવવું, કોઈપણ સ્વરૂપમાં તમાકુનો વધારે પડતું સેવન કરવું.
જો તમારે પણ પીળા દાંત હોય કે દાંતમાં ચમક ના હોય તો અહીંયા જણાવવામાં આવેલા દેશી નુસ્ખાને અપનાવીને તમારા દાંતને સ્વસ્થ અને સફેદ બનાવી શકો છો. આવી જ સ્વાથ્ય સબંધિત જાણકરી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.