આંખોની આસપાસ ડાર્ક સર્કલ થવા સામાન્ય છે. ખાસ કરીને ઉંમર વધવાની સાથે આંખોની આસપાસની ચામડી ઢીલી પડી જાય છે અને ડાર્ક સર્કલ થવા લાગે છે. જો કે આ સમસ્યા લાંબા સમય સુધી લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરવું, સ્ટ્રેસ લેવાથી પણ ડાર્ક સર્કલ પડી જાય છે.
આ માટે તમને બજારમાં ઘણી આઈ ક્રીમ મળી જશે જે સ્પેશિયલ આંખોના ડાર્ક સર્કલને ઓછા કરવા માટે બનાવવામાં આવેલી છે. પરંતુ જો તમે મોંઘી ક્રીમ ખરીદીને પૈસા બગાડવા નથી માંગતા આજે આ લેખમાં જણાવેલી કેટલીક ખૂબ જ સરળ ટિપ્સ અજમાવી શકો છો.
(1) સામગ્રી : 1 ચમચી દૂધ, 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ. વિધિ – દૂધ અને કેપ્સ્યુલ્સ મિક્સ કરીને, આ મિશ્રણને ધીમે-ધીમે તમારી આંખોની આસપાસ લગાવો. આ મિશ્રણને 10 થી 20 મિનિટ સુધી લગાવેલું રાખો અને થોડીવાર પછી આંખોને પાણીથી ધોઈ લો.
(2) સામગ્રી : 1 ચમચી દૂધ, 1 ચપટી હળદર અને 1/2 ચમચી ચણાનો લોટ. વિધિ – એક વાટકીમાં દૂધ, હળદર અને ચણાનો લોટ મિક્સ કરો. હવે આ મિશ્રણને આંખોની આસપાસ લગાવીને 10 મિનિટ રાખો. પછી પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે આ આઈ પેકને સુકાય તે પહેલા સાફ કરવું પડશે.
(3) સામગ્રી : 1 ચમચી દૂધ અને 1/2 ચમચી એલોવેરા જેલ. વિધિ – દૂધ અને એલોવેરા જેલ મિક્સ કરીને આંખોની આસપાસ લગાવો. આ મિશ્રણને લગાવતી વખતે હળવા હાથે મસાજ કરો. 10 થી 20 મિનિટ પછી રાખીને પછી પાણીથી આંખો ધોઈ લો.
દૂધના ફાયદા : દૂધ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ સારું છે. તે માત્ર નેચરલ મોઇશ્ચરાઇઝર જ નથી પરંતુ તે ખૂબ જ સારું નેચરલ ક્સફોલિએટર પણ છે. દૂધમાં બ્લીચિંગ ઇફેક્ટ હોય છે તેથી તેને ત્વચા પર લગાવવાથી રંગમાં નિખાર આવે છે.
દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને ટાઈટ કરવાનું કામ કરે છે અને ઢીલી પડેલી ચામડીને ટાઈટ કરવાનું કામ કરે છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારે કાચું દૂધ લગાવવું જોઈએ અને જો ત્વચા ઓઈલી હોય તો ઉકાળેલા દૂધનો ઉપયોગ કરવો જોઈએ.
સાવધાની : ઉપર જણાવેલ કોઈપણ આઈ પેકને આંખોની અંદર ન જાય તેનું ખાસ ધ્યાન રાખો, તેનાથી તમને જલન થઇ શકે છે. આ સાથે જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારે 24 કલાક પહેલા સ્કિન પેચ ટેસ્ટ કરવો જોઈએ. પછી આ ઉપાય અપનાવવો જોઈએ.
જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા છે તો તમે પણ આ ઉપાય કરીને તેને દૂર કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાવવાનું ભૂલશો નહીં, અહીંયા તમને આવી જ ઉપયોગી બ્યુટી ટિપ્સ મળતી રહેશે.