ઘણી વખત આપણે ચહેરાને ગોરો કરવા પાછળ વધારે ધ્યાન આપીએ છીએ અને શરીરના બાકીના ભાગની ત્વચા પર ધ્યાન આપી શકતા નથી અને તેના કારણે ત્યાંની ત્વચા કાળી થવા લાગે છે. હકીકત એ છે કે જ્યારે ત્વચાને નિયમિતપણે સાફ ના કરવામાં આવે તો તે જગ્યાએ ડેડ સ્કિન જમા થાય છે અને ત્વચા કાળી દેખાય છે.
કેટલીકવાર ડિહાઇડ્રેશનને કારણે ચામડી કાળી પડવા લાગે છે. જયારે આવું થાય ત્યારે તમારે ત્વચાને વધારે સંભાળ રાખવાની જરૂર છે. ખાસ કરીને ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘૂંટણ કાળા દેખાય છે, પરંતુ તે કાળા થવાનું કારણ આ જ છે.
તેથી આજે અમે તમને આ લેખમાં 10 ખૂબ જ સરળ ઘરેલું ઉપચાર વિશે જણાવીશું, જેને અજમાવીને તમે તમારા ઘૂંટણની કાળી પડેલી ચામડીને ઘણી હદ સુધી સુધી સુધારી શકો છો. તો આવો જાણીયે ઉપાયો વિશે.
1. કાકડીનો રસ અને ઓટ્સ : 1 મોટી ચમચી કાકડીનો રસ અને 1 નાની ચમચી ઓટ્સ પાવડરને મિક્સ કરો અને તેનાથી ઘૂંટણને સ્ક્રબ કરો. આમ કરવાથી ઘૂંટણમાં જમા થયેલી ડેડ સ્કિન દૂર થઈ જશે અને ત્વચા પર ઘણી હદ સુધી નિખાર આવશે.
2. દહીં અને બેસન : 1 નાની ચમચી દહીં અને 1 નાની ચમચી ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ઘૂંટણ પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને રગડીને (ઘસીને) ઘૂંટણથી દૂર કરો. અઠવાડીયામાં 3 વાર કરવાથી સારું પરિણામ મળશે.
3. એલોવેરા જેલ અને ખાંડ : 1 નાની ચમચી એલોવેરા જેલ અને 1 નાની ચમચી ખાંડ મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. હવે તેનાથી ઘૂંટણને સ્ક્રબ કરો. આવું નિયમિત કરવાથી ઘૂંટણની કાળાશ ઘણી હદ સુધી ઓછી થઇ જશે.
4. કોફી અને લીંબુ : 1 નાની ચમચી કોફી અને 1 નાની ચમચી લીંબુનો રસ મિક્સ કરો. પછી તેને ઘૂંટણ પર લગાવીને 2 મિનિટ સુધી સ્ક્રબ કરો. જો તમે આ અઠવાડિયામાં 3 વાર આ ઉપાય કરશો તો તમને સારું પરિણામ મળશે.
5. નાળિયેર પાણી : હવે તમે ઘૂંટણની કાળાશ ઓછી કરવા માટે નારિયેળના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. નારિયેળ પાણીમાં વિટામીન સી હોય છે જે ત્વચાના રંગને સાફ કરે છે. એટલે તે કાળી ચામડીને દૂર માટે ખુબ મદદરૂપ થઇ શકે છે.
6. મધ અને લીંબુનો રસ : એક બાઉલમાં સૌ પ્રથમ 1 નાની ચમચી મધ અને 1 નાની ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ઘૂંટણ પર લગાવો. 10 મિનિટ સુધી રહેવા દો અને પછી ઘૂંટણને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 3 વાર પ્રયોગ કરો.
7. પપૈયાનો પલ્પ :બજારમાંથી એક પાકેલું પપૈયું ખરીદીને ઘરે લાવો. હવે તેને મેશ કરીને તેનો પલ્પ ઘૂંટણ પર લગાવો. હળવા હાથ વડે ઘૂંટણ પર મસાજ કરો અને પછી ઘૂંટણને પાણીથી સાફ કરી લો.
8. ટામેટાંનો રસ : 1 નાની ચમચી ટામેટાંનો રસ અને 1 નાની ચમચી ખાવાનો સોડા મિક્સ કરો. હવે આ મિશ્રણને ઘૂંટણ પર લગાવો અને 2 મિનિટ સુધી સ્ક્રબ કરો. આ પછી 10 મિનિટ માટે લગાવેલું રહેવા દો. પછી પાણીથી ઘૂંટણને સાફ કરી લો.
9. ચંદન અને મુલતાની માટી : એક બાઉલમાં 1 નાની ચમચી ચંદન, 1 નાની ચમચી મુલતાની માટી અને 1 મોટી ચમચી ગુલાબ જલ મિક્સ કરો. હવે આ પેસ્ટને ઘૂંટણ પર લગાવો. જો તમે નિયમિત આ પેસ્ટને ઘૂંટણ પર 15 મિનિટ સુધી લગાવશો તો ઘૂંટણની કાળાશ દૂર થઇ જશે.
10. દૂધ અને હળદર : દૂધમાં હળદર મિક્સ કરો. આ પછી કોટન બોલ લો અને કોટન બોલને પેસ્ટમાં ડુબોળીને ઘૂંટણ સાફ કરો. અઠવાડીયામાં જ ઘણો ફર્ક જોવા મળશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.