ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ સિઝનમાં વ્યક્તિ હંમેશા અડધી બોય અથવા ડીપ નેક ડ્રેસ પહેરીને પોતાની સ્ટાઈલને ચમકાવવા માંગે છે. પરંતુ ગરદનની કાળાશને કારણે ઘણા લોકો આવા કપડાં પહેરી શકતા નથી. ગરદન શરીરનો એ ભાગ છે જેની સૌથી ઓછી કાળજી લેવામાં આવે છે. આપણે ચહેરા માટે ઘણું બધું કરીએ છીએ, પરંતુ બિચારી ગરદન તો આમ જ રહી જાય છે.
તમે કદાચ જોયું હશે કે ઉંમર વધવાના ચિન્હો હંમેશા ગરદન પર પહેલા દેખાય છે. આપણે આપણા ચહેરા પર અલગ-અલગ વસ્તુઓ અને ક્રીમ લગાવીએ છીએ, પરંતુ ગરદન પર કોઈ ધ્યાન આપતા નથી. ગરદનની ત્વચા શરીરના બીજા ભાગો કરતાં પાતળી હોય છે અને આ જ કારણ છે કે તેમાં ઉંમરના સંકેતો વહેલા દેખાવા લાગે છે.
આજે અમે તમને ગરદન વધારે કાળી દેખાય છે તો તે કાળાશ ને દૂર કરવા માટે શું કરવું અને તેના પર દેખાતા વદહતિ ઉંમરના ચિન્હોને કેવી રીતે ઘટાડવા તે વિશે જણાવીશું. તો ચાલો ગરદન પર પણ થોડું ધ્યાન આપીએ.
ગરદનની સફાઈ ખૂબ જરૂરી છે : મોટાભાગના લોકો પોતાના ચહેરાને દિવસમાં બે વાર ધોઈ નાખે છે, પરંતુ ગરદનને તો ભૂલી જાય છે. ગરદનને દરરોજ ક્લીન્ઝિંગ જેલથી સાફ કરવી જોઈએ. આમ તેમ જોવાથી ગળાની આજુબાજુની ત્વચા વળી જાય છે અને તર્યા વધુ પરસેવો થાય છે અને તે ભાગ કાળો પડી જાય છે.
આ માટે, ગળાને સાફ કરવા માટે જેલને કોટનમાં લો અને ગળાના ભાગને સારી રીતે લૂછી લો અને પછી પૌષ્ટિક ક્રીમ લગાવીને થોડી મસાજ કરો. જો તમારી ગરદન ખુબ જ કાળી પડી ગઈ છે તો તમારે 5 મિનિટ કાઢીને આ કામ દરરોજ કરવું પડશે.
આ રીતે કરો ગરદનની માલિશ કરો : ગરદનને માલિશ કરતી વખતે હંમેશા ડાઉનવર્ડ સ્ટ્રોક પસંદ કરો. જો કે ગરદનથી લઈને છાતી સુધી માલિશ કરવું સારું માનવામાં આવે છે. માલિશ કરતી વખતે તમારા હાથ હંમેશા ભેજવાળા હોવા જોઈએ, શુષ્ક ત્વચા પર માલિશ કરવાથી ત્વચામાં ઝડપથી કરચલીઓ પડી જાય છે.
જો તમારી પાસે દિવસ દરમિયાન સમય નથી હોતો, તો આ કામને રાત્રે પણ કરી શકાય છે જેથી તમારી ગરદનને યોગ્ય રીતે મસાજ કરી શકાય અને આ મસાજ આખી રાત સુધી અસર કરી શકે છે.
ગરદન પર સનસ્ક્રીન લગાવવાનું બિલકુલ ના ભૂલશો : મોટાભાગના લોકો આ ભૂલ કરે છે કે ચહેરા પર સનસ્ક્રીન લગાવે છે, પરંતુ ગરદન પર નથી લગાવતા. તેના કારણે ગરદનમાં ટેનિંગ વધી જાય છે. ઘરની બહાર તડકામાં જવાના 20 મિનિટ પહેલાં તમારે તમારી ગરદન પર સનસ્ક્રીન લગાવવું જોઈએ. તેને આગળની બાજુ જ નહીં પણ પાછળની બાજુએ પણ લગાવવાનું હોય છે.
ગરદન માટે બ્યુટી સ્ક્રબ : ગરદનને પણ શરીરના બાકીના ભાગની જેમ એક્સફોલિયેશનની જરૂર હોય છે. તમે ચણાના લોટમાં દહીં મિક્સ કરો અને પછી એક ચપટી હળદર ઉમેરીને તમારી ગરદન પર આગળ અને પાછળ બંને બાજુ લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી આંગળીઓને ભીની કરીને કાઢી લો. પછી પાણીથી ધોઈ લો.
ગરદનની કાળાશ દૂર કરવા કરો આ કામો : જો તમારી ગરદન ખૂબ જ કાળી દેખાય છે તો તેની કાળાશ દૂર કરવા માટે ઠંડુ કાચું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી ગરદન પર સનબર્ન છે તો આ તેને પણ ઠીક કરે છે. કાચું દૂધ અને તેની સાથે તમે દહીં અને એક ચપટી હળદર પણ લગાવી શકો છો અને તેને તમારી ગરદન પર પેક તરીકે લગાવી શકો છો. અડધા કલાક પછી તેને ધોઈ લો. આ પેક લગાવાથી ગળામાં જમા થયેલી ગંદકી અને મેલ દૂર થઇ જશે.
ગરદન માટે વૃદ્ધત્વ વિરોધી સારવાર : જો તમે ગરદન માટે વધતી ઉંમરના ચિન્હોને રોકવા માંગતા હોય તો તલનું તેલ લગાવો અને સારી રીતે માલિશ કરો અને થોડીવાર પછી સ્નાન કરો. સ્નાન કરતી વખતે ખરબચડા કપડાથી ગરદનને સ્ક્રબ કરો. આ માટે લૂફાનો ઉપયોગ કરી શકાય છે. આ કામ તમે ગરદન માટે જ નહીં પરંતુ હાથ, પગ અને શરીરના બીજા ભાગો માટે પણ કરી શકાય છે.
ગરદન પર પણ મેક-અપ : જો તમે મેકઅપ કરવાનું વિચારી રહ્યા છો તો ગરદન પર પણ ફાઉન્ડેશનનું એક લેયર ચોક્કસથી લગાવો. તેનાથી તમારી નેકલાઇન સ્પષ્ટ દેખાશે. આ સિવાય, તમારી ગરદન પર લૂઝ પાવડર લગાવો જેથી ફાઉન્ડેશન સેટ થઈ જાય.
આ બધી ટિપ્સ તમારી ગરદનની કાળાશને ઘટાડવા અને છુપાવવા માટે કામ કરશે. આ ટિપ્સ તમને ચોક્કસ સારી લાગી હશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.