દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ, દિલ્હી છોલે ચાટ બનાવવાની રીત | Delhi chaat recipe in gujarati language

Delhi chaat recipe in gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું દિલ્હી છોલે ચાટ. દિલ્હી છોલે ચાટ બધા ને પસંદ હોય છે. દિલ્હી નું આ સ્ટ્રીટ ફૂડ જે દિલ્હી છોલે ચાટ તરીકે ઓળખાય છે. બજારમાં ઘણા બધા ચાટ જોવા મળતા હોય છે તો ચાલો આપણે દિલ્હી ચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.

  • છોલે ચાટ બનાવવા માટે સામગ્રી:
  • ૨૦૦ ગ્રામ છોલે (ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી રાખવા )
  • 1 ઝીણા સમારેલા ટામેટા ના ટુકડા,
  • 1 ઝીણી સમારેલી ડુંગળી,
  • 1 બટાકા (છોલેલું),
  • ૨ થી ૩ ઝીણા સમારેલા લીલા મરચાં,
  • આદું (લાંબા કાપેલા ટુકડા ગાર્નિશ માટે),
  • ઝીણા સમારેલા લીલા ધાણા,
  • ૨ થી ૩ ટે.સ્પૂન આમલીનું પાણી,
  • ૧ ટી.સ્પૂન ચાટ મસાલો,
  • અડધી ટીસ્પૂન હળદર,
  • 1 ટીસ્પૂન લાલ મરચું,
  • 1.5 ટીસ્પૂન ધાણાજીરુ અને
  • સ્વાદ પ્રમાણે મીઠું.

બનાવવાની રીત :

સૌપ્રથમ 200ગ્રામ છોલે ને આપણે કુકરમાં બાફવા માટે મુકો. 1 છોલેલું બટાકુ પણ આપણે એમાં બાફવા માટે નાખીશું. હવે અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લો.

કુકર ને ઢાંકીને ચાર કે પાંચ સીટી વગાડી લો. છોલે ને એક બાઉલ માં કાઢી લો. હવે બાફેલા બટાકાને સારી રીતે મેસ કરી લો. આ બટાકા ને બાફેલા ચણા માં નાખીને મિક્સ કરી લો. બટાકાને છોલેમાં સારી રીતે મિક્સ કરી લો.

કઢાઈમાં થોડું તેલ લઈને બે થી ૩ ઝીણા સમારેલા લીલા મરચા નાખો. 1 ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા ના ટુકડા અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીને મિક્સ કરી લો. ટામેટા અને ડુંગળીને વધારે સાંતળવાની જરૂર નથી.

થોડા સંતળાઈ ગયા પછી ગેસ બંધ કરી દો. આ ટામેટા અને ડુંગળીને છોલે માં નાખીને મિક્સ કરી લો. હવે ડોડ ટીસ્પૂન ધાણાજીરું, ૧ ટી.સ્પૂન લાલ મરચું, ૧ ટી.સ્પૂન ચાટ મસાલો અને બેથી ત્રણ
ટીસ્પૂન આમલીનું પાણી નાખીને સારી રીતે આ બધી સામગ્રીને મિક્સ કરી લો.

મિત્રો આ છોલે ચાટ ખાવામાં ઘણી સરળતા અને યમ્મી લાગે છે. આ રેસિપી જોઈને તમે જરૂરથી ટ્રાય કરજો. આ ચાટને તમે આમ પણ ખાઇ શકો છો અને કુલચા જોડે પણ આનંદ લઇ શકો છો.

ઉપરથી લાંબા કાપેલા આદુના ટુકડા, ઝીણા સમારેલા લીલા ધાણા સાથે ગાર્નિશ કરી લો. યમ્મી અને ટેસ્ટી છોલે ચાટ મિત્રો તમારા માટે તૈયાર છે આ રેસિપી વાંચવા બદલ તમારો ઘણો ઘણો આભાર.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.