dengue thi bachvani tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ડેન્ગ્યુની બીમારી આજકાલ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ રોગ એડીજ મચ્છરના કરડવાથી થાય છે અને ડેન્ગ્યુની સૌથી ખાસ વાત એ છે કે તે મચ્છર દિવસમાં જ કરડે છે અને આ મચ્છરો ચોખ્ખા પાણીમાં જ પેદા થાય છે. ડેન્ગ્યુની બીમારીમાં સાંધા અને માથામાં તીવ્ર દુખાવો થાય છે અને તે પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં વધારે ઝડપથી ફેલાય છે.

ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ્સનું લેવલ ખૂબ ઝડપથી ઘટવા લાગે છે તેથી જો તેની તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ડેન્ગ્યુ તાવથી બચવા માટે કોઈ ચોક્કસ દવા નથી પણ આ સમયમાં તમને વધારે આરામ કરવાની અને વધુને વધુ પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવે છે.

તો ચાલો આવી જ કેટલીક આયુર્વેદિક ટિપ્સ વિશે તમને જણાવી રહ્યાં છીએ જેથી કરીને તમે તમારી જાતને અને આજુબાજુમાં રહેલા માણસને ડેન્ગ્યુના પ્રકોપથી બચાવી શકો.

1. પપૈયાના પાન : આના પાન પ્લેટલેટ્સ કાઉન્ટ ની સંખ્યા વધારવામાં મદદ કરે છે. સાથે તે ડેન્ગ્યુ તાવના લક્ષણો જેવા કે શરીરમાં દુખાવો, નબળાઇ, થાક અને શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે. પપૈયાનું ઝાડ સરળતાથી આપણી આજુબાજુ મળી રહે છે. ડેન્ગ્યુની સારવાર માટે પપૈયાના પાનનો તાજો રસ કાઢીને એક-એક ચમચી પી જાઓ.

2. ગિલોય : આયુર્વેદમાં ગિલોય એક ઉત્તમ જડીબુટ્ટી કેહવામાં આવ્યું અને તેનું ખૂબ મહત્વ છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને શરીરને કોઈપણ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. અને જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તમે સરળતાથી કોઈપણ રોગનો સામનો સરળતાથી કરી શકો છો.

આ પણ વાંચો: જાણો ચિકનગુનિયાના લક્ષણો અને તેના ઘરેલુ ઉપાય

ગિલોયના 7 થી 8 પાન લઈને ક્રશ કરી લો અને તેમાં 4 થી 5 તુલસીના પાનને એક ગ્લાસ પાણીમાં ભેળવીને ઉકાળીને તેનો ઉકાળો બનાવો, આ ઉકાળો ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા અને સામાન્ય તાવ વગેરે તમામ પ્રકારના તાવ માટે રામબાણ ગણાય ઉપાય છે. .

3. તુલસી : તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે એન્ટી-બેક્ટેરિયલનું કામ પણ કરે છે. તુલસીના 10 થી 12 પાન અને 4-5 કાળા મરીને ગરમ પાણીમાં ઉકાળીને ગાળીને તેને પીવાથી ડેન્ગ્યુમાં સ્વાસ્થ્ય માટે સારું રહે છે. તુલસીની આ ચા ડેન્ગ્યુમાં ઘણી રાહત પહોંચાડે છે. આ ચા દિવસમાં ત્રણ થી ચાર વખત પી શકાય છે.

4. ઈલાયચી અને કપૂર : હવન સામગ્રી સળગાવવાથી ડેન્ગ્યુના મચ્છર ઘરમાં પ્રવેશતા નથી. તેમાં રહેલ કપૂર અને ઈલાયચીની સુગંધ ડેન્ગ્યુના મચ્છર ભાગી જાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય તાવને કપૂરથી નિયંત્રિત કરી શકાય છે.

5 લીંબડો : ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વાયરલથી બચવા માટે લીમડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. સ્કિન પર લીમડાનું તેલ લગાવવાથી ડેન્ગ્યુનો મચ્છર આપણને કરડશે નહીં. પપૈયાના પાનના રસમાં લીમડાનો રસ મિક્સ કરીને પીવાથી શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટની સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ સિવાય તમે મચ્છરોને ઘરથી દૂર રાખવા માટે રોજ લીમડાના પાનનું ધુમાડો કરી શકો છો, આમ કરવાથી ઘરમાં છુપાયેલા મચ્છરો મરી જાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ડેન્ગ્યુ જેવા ખતરનાક તાવથી બચવા માટે અપનાવો 5 આયુર્વેદિક ટિપ્સ”