ચાલો તો આજે તમને તમને પૂછવામાં આવે કે તમે ડીટરજન્ટ પાવડરનો વધુ ઉપયોગ કયા હેતુ માટે કરો છો તો તમારો જવાબ અથવા દરેક વ્યક્તિનો પહેલો જવાબ કે હું કપડાંની સફાઈ કરવા માટે ઉપયોગ કરું છું. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે કપડાં સાફ કરવા સિવાય પણ તમે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરીને ઘરના ઘણા કામોને સરળ બનાવી શકો છો.
ડિટર્જન્ટ પાવડરની મદદથી તમે સરળતાથી એક નહીં પરંતુ ઘણી વસ્તુઓનો ઉપયોગ સાફ કરવા અને જંતુઓને દૂર કરવા માટે કરી શકાય છે, તો ચાલો જાણીએ કેવી રીતે કરી શકાય?
જીવજંતુઓને બગીચાથી દૂર રાખે : તમે એકથી બે ચમચી ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરીને છોડમાંથી કોઈપણ જંતુઓને સરળતાથી ભગાડી શકો છો. તેની તીવ્ર ગંધ અને ખાટા હોવાથી જંતુઓ થોડીવારમાં છોડમાંથી દૂર થઇ જાય છે. આ સિવાય તમે તેનો ઉપયોગ દરેક ઋતુમાં પડતા જીવજંતુઓને દૂર કરવા માટે પણ કરી શકો છો.
આ સ્પ્રે બનાવવા માટે તમારે પહેલા ડિટર્જન્ટ પાવડર અને કેટલીક બીજી વસ્તુઓની જરૂર છે. સ્પ્રે માટે સામગ્રી : ડીટરજન્ટ પાવડર 2 ચમચી, ખાવાનો સોડા 1 ચમચી, પાણી 2 લિટર અને એક
સ્પ્રે બોટલ
સ્પ્રે બનાવવાની રીતમાં, સૌથી પહેલા ડીટરજન્ટ પાઉડરને પાણીમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. ડિટર્જન્ટ પાવડર મિક્સ થઇ ગયા પછી તેમાં ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને થોડી વાર રહેવા દો.
આ તૈયાર કરેલ સ્પ્રે છોડ પર સારી રીતે છાંટો. છંટકાવ કર્યા પછી તમે જોઈ શકશો કે જંતુઓ દૂર ભાગી જશે. આ સિવાય આ સ્પ્રેનો ઉપયોગ બાથરૂમમાં, સ્ટોર કે રસોડામાં જંતુઓને દૂર ભગાડવા માટે કરી શકાય છે.
ફ્લોર સાફ કરો : તમે ડિટર્જન્ટ પાઉડરથી માત્ર કપડાં સાફ અથવા જંતુઓ દૂર ભગાડી કરી શકો છો પણ તેની સાથે તમે ફ્લોરને પણ સારી રીતે સાફ કરી શકો છો. આ માટે ચારથી પાંચ લિટર પાણીમાં બેથી ત્રણ ચમચી ડિટર્જન્ટ પાવડર ઉમેરીને એક સોલ્યુશન તૈયાર કરો અને તેને ફ્લોર પર સારી રીતે રેડીને થોડીવાર માટે છોડી દો. થોડી વાર પછી સફાઈ બ્રશથી ફ્લોર સાફ કરી લો.
આનો ઉપયોગ ટોયલેટ પણ સાફ કરી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે જાણકારી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.