Detergent solution uses in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરરોજ કપડા ગંદા થવા અને પછી તેને દરરોજ ધોવા એ આપણા દિવસનો એક ભાગ છે. દરરોજ તમે અને હું કપડાં બદલીએ છીએ અને પછી તેને ધોવા માટે નાખીએ છીએ. કપડાં ધોતી વખતે પાણીનો ભરપૂર ઉપયોગ થાય છે અને તેની સાથે ડિટર્જન્ટ પાવડરનો પણ ઉપયોગ થાય છે.

જો કે કપડાં ધોયા પછી બચેલું ડિટર્જન્ટવાળું પાણીને ફેંકી દેવામાં આવે છે અને તમે પણ કપડાં ધોયા પછી બાકી રહેલું પાણીને ફેંકી દીધું હશે. પરંતુ જો તે પાણીને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બાકીના ડીટરજન્ટવાળા પાણીનો ઉપયોગ માત્ર એક જ નહીં પરંતુ ઘણા કામો માટે કરી શકાય છે.

તો આજે આ લેખમાં અમે તમને કપડા ધોયા પછી બચેલા ડિટર્જન્ટવાળા અથવા સાબુના પાણીના કેટલાક શ્રેષ્ઠ ઉપયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સને અપનાવીને તમે પાણીની સાથે પૈસા પણ વેડફવાથી બચાવી શકો છો.

બાથરૂમ ધોવા માટે : કપડાં ધોયા પછી તે ડિટર્જન્ટવાળા પાણીને ગટરમાં ફેંકવાને બદલે તમે બાથરૂમના ફ્લોરને સાફ કરી શકો છો. આ માટે ડિટર્જન્ટવાળા પાણીમાં એકથી બે ચમચી ખાવાનો સોડા નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને થોડું-થોડું કરીને ફ્લોર પર નાખો અને ક્લિનિંગ બ્રશથી સાફ કરો. તમે જોશો કે ફ્લોર પહેલા કરતા સ્વચ્છ ગયો હશે. આનાથી પાણીની પણ બચત થાય છે અને ડિટર્જન્ટવાળા પાણીનો બગાડ થતો નથી.

જંતુઓને મારવાનો સ્પ્રે બનાવો : તમે પણ બાકીના સાબુ અથવા ડીટરજન્ટના પાણીની મદદથી જંતુનાશક સ્પ્રે બનાવી શકો છો. જો તમે બગીચાના શોખીન છો અને જીવજંતુઓ ફળ અને ફૂલને વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે તો તમે ઘરે જ જંતુનાશક સ્પ્રે બનાવીને છોડ પર સ્પ્રે કરી શકો છો. આ માટે આ શું કરવું તે નીચે પ્રમાણે છે.

પહેલા બાકીના ડીટરજન્ટના પાણીમાં એકથી બે ચમચી વિનેગર અથવા ખાવાનો સોડા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં એકથી બે કપ પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરો અને અઠવાડિયામાં એક કે બે વાર છોડ પર સ્પ્રે કરો. તેનો છંટકાવ કરવાથી છોડ પર ક્યારેય કોઈ જીવ જંતુઓ રહેશે નહીં.

ટોઇલેટ સીટ સાફ કરો : કપડાં ધોયા પછી ડિટર્જન્ટવાળા પાણીને ફેંકી દેવાને બદલે ટોયલેટ સીટ સાફ કરી શકો છો. જોકે ડીટરજન્ટવાળું પાણી ટોઇલેટ ક્લીનર્સ કરતાં ઓછું અસરકારક રહેશે, પણ અમુક અંશે સાફ કરી શકે છે. બાકી રહેલા ડિટર્જન્ટવાળા પાણીમાં બેકિંગ સોડા અથવા રબિંગ આલ્કોહોલને મિક્સ કરીને ટોઇલેટ સીટ સાફ થઈ શકે છે. તમે આ મિશ્રણનો ઉપયોગ વૉશ બેસિનને સાફ કરવા માટે પણ કરી શકો છો.

ડ્રેઇન માં માંખીઓને દૂર કરવા માટે : જો તમે ડ્રેઇન ફ્લાય જંતુઓ થી પરેશાન થઇ ગયા છો તો પછી ડીટરજન્ટ અથવા સાબુના પાણીથી આ સમસ્યાને દૂર કરી શકો છો. આનો ઉપયોગ કરવાથી બાથરૂમથી રસોડામાં ડ્રેન ફ્લાયના જંતુઓ ભાગી જશે. તો આ માટે નીચે પ્રમાણે કરો.

સૌથી પહેલા વધેલા ડીટરજન્ટવાળા પાણીમાં ત્રણથી ચાર ચમચી વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરો. તમે ઈચ્છો તો આ મિશ્રણમાં લીમડાનું તેલ અથવા ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણથી માખીઓ આવે છે ત્યાં સ્પ્રે કરીને લગભગ 20 મિનિટ માટે છોડી દો. 20 મિનિટ પછી તેને ક્લિનિંગ બ્રશથી સાફ કરીને પાણીથી ધોઈ લો. તમે જોશો કે માખીઓ ત્યાં નહિ આવે.

ચપ્પલ અને બુટ ધોવા માટે : જો કાપડ ધોયા પછી ડિટર્જન્ટવાળું પાણી કે સાબુવાળું પાણી વધારે બચી ગયું હોય તો બુટ કે ચપ્પલ સાફ કરવા માટે પણ કરી શકાય છે. જો જૂતા ખૂબ જ ગંદા થઇ ગયા હોય તો આ મિશ્રણમાં એકથી બે ચમચી વધારાનું ડિટર્જન્ટ અને પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો અને જૂતાને લગભગ 30 મિનિટ માટે આ મિશ્રણમાં રહેવા દો. 30 મિનિટ પછી જૂતાને બ્રશથી ઘસીને સાફ કરો.

બીજી વસ્તુઓ પણ સાફ કરો : કપડાં ધોયા પછી ડિટર્જન્ટવાળું પાણીનો ઉપયોગ કરીને બીજી ઘણી વસ્તુઓને સાફ કરવા માટે કરી શકાય છે. જો ઘરમાં બાઇક કે સાઇકલ હોય તો તેને પણ સાફ કરી શકો છો. આ સિવાય તમે ડોર મેટ એટલે કે પગ લુસણીયું પણ સાફ કરી શકો છો. તમે પાણીની ટાંકીની આસપાસ રહેલા મચ્છરને દૂર કરવા માટે ડિટર્જન્ટવાળા પાણીનો છંટકાવ કરી શકો છો.

જો તમને આ માહિતી ગમી હોય તો બીજા સુધી પહોંચાડો, જેથી કરીને એ પણ આ માહિતીની જાણકરી મેળવી શકે. આવી જ બીજી જાણકારી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા