ઢોસા બધા લોકોના પ્રિય હોય છે અને ઢોસા ભારતમાં ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, ઢોસા દરેક શહેરમાં ખૂબ જ લોકપ્રિય છે. નાસ્તો હોય કે બપોરનું લંચ, ઢોસા સરળતાથી બનાવી અને પીરસી શકાય છે. મોટાભાગના લોકો આ વાનગી લોખંડની જાળી પર ચોખા અને દાળને મિક્સ કરીને બનાવે છે.
આ ઢોસા ઝડપથી અને સરળતાથી તૈયાર કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઢોસાને ક્રિસ્પી બનાવવા ખૂબ મુશ્કેલ છે. ખરેખર, ઢોસા ખાવાની મજા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તે કાગળની જેમ ક્રિસ્પી ન થાય.
જો તમે પણ ક્રિસ્પી ઢોસા બનાવવા માંગો છો તો તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. જો ઢોસાના બેટરને સારી રીતે તૈયાર કરવામાં આવે છે, તો તે માત્ર ક્રિસ્પી જ નહીં પણ ક્રન્ચી બની શકે છે. આજે અમે એવી કેટલીક સામગ્રી વિષે જણાવીશું જે ઢોસાના બેટરમાં મિક્સ કરવાથી ઢોસા ક્રિસ્પી અને કડક બનશે.
ઢોસાના ખીરામાં પૌઆ મિક્સ કરવા
જ્યારે તમે ઢોસા માટે દાળ અને ચોખા પીસતા હોવ, ત્યારે તેમાં એક મુઠ્ઠીભર પૌઆ મિક્સ કરો. ઢોસાની સામગ્રી સાથે જ પોહા મિક્સ કરો. આ સિવાય જો તમે ઈચ્છો તો, તમે પૌઆનો પાઉડર બનાવી ઢોસાનાખીરામાં ઉમેરી શકો છો.
જ્યારે તમે તેમાંથી ઢોસા બનાવશો તો તે ક્રિસ્પી તૈયાર થશે. આ સિવાય, જો તમે ઢોસાનો રંગ સોનેરી કરવા માંગતા હોવ તો, બેટર તૈયાર કરતી વખતે મેથીની પેસ્ટ ઉમેરો. ધ્યાનમાં રાખો કે એક કપ ચોખા સાથે તમારે એક ચમચી મેથીની પેસ્ટ મિક્સ કરવી.
ઢોસાના બેટરમાં સોજી મિક્સ કરો
જો તમે ઈચ્છો તો ઢોસાના ખીરામાં પણ સોજી મિક્સ કરી શકો છો. જ્યારે બેટરમાં સારી રીતે આથો આવે છે, ત્યારે ઢોસાબનાવતા પહેલા, એક કપમાં સોજી, મેંદો અને થોડો ચણાનો લોટ તૈયાર કરો અને તેને બેટરમાં મિક્સ કરો. હવે બેટરમાંથી ઢોસા બનાવશો, ત્યારે તે એકદમ ક્રિસ્પી અને કડક ડોસા તૈયાર થઈ જશે.
આ પણ વાંચો: ઢોસા ખાવાના ત્રણ આશ્ચર્યજનક ફાયદા
ઢોસાનું બેટર પાતળું હોવું જોઈએ
ઢોસા બનાવવા માટેની સામગ્રી બધાને ખબર જ હોય છે. અડદની દાળ, ચોખા, ચણાની દાળ અને મેથીના દાણા ભેળવવામાં આવે છે. આ બધી વસ્તુઓ લેવાથી બેટર બનીને તૈયાર થઇ જતું નથી. બેટર ને સારી રીતે તૈયાર કરવું હોય તો કેટલાક સ્ટેપ ફોલો કરવા પડે છે.
સૌ પ્રથમ, જ્યારે પણ તમે ઢોસા માટે બેટર તૈયાર કરી રહ્યા હોવ, ત્યારે ધીમે ધીમે પાણી મિક્સ કરો. સારા બેટર માટે લગભગ 8 થી 9 કલાક સુધી બેટરને ઢાંકીને રાખવું પડે છે. તેને ગરમ જગ્યાએ ઢાંકીને રાખવાનો પ્રયત્ન કરો.
તે પછી બેટર ને તપાસો. ધ્યાનમાં રાખો કે બેટર ખૂબ પાતળું કે ખુબ જાડુ ન હોવુ જોઈએ. જો તમે ઇચ્છો તો બેટર બનાવતી વખતે અડદની દાળનો ઉપયોગ થોડો વધુ ઉપયોગ કરી શકો. જ્યારે આ સાથે ઢોસાને બનાવવામાં આવે છે, ત્યારે તે ક્રિસ્પી બનવા માટે તૈયાર થઈ જશે.
ઢોસાનો સ્વાદ આ રીતે વધારવો
મોટાભાગની મહિલાઓ ડોસા બનાવતા પહેલા પેનને સાફ કરવા માટે કાપડનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે કાપેલી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીને બે ભાગમાં કાપો અને પાછળના ભાગ પર ફોગવાળી ચમચીની લગાવીને પેન પાન સાફ કરો.
જો તમે ઢોસાનો સ્વાદ વધારવા માંગતા હોય તો, ખાંડ અને પાણી મિક્ષ કરી લો. એક બાઉલમાં 1 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ખાંડ સોલ્યુશન તૈયાર કરો અને તેને બેટરમાં માં મિક્સ કરો. તમે તેને માત્રા અનુસાર વધારી કે ઘટાડી શકો છો.
તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.