ઢોસા એક સ્વસ્થ, સ્વાદિષ્ટ વાનગી છે. ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે, પરંતુ તમને તેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ ઢોસા ખાનારાઓની સંખ્યા ખુબ જ વધારે છે. ભારતના લગભગ દરેક ભાગમાં, નાના – મોટા રેસ્ટોરાંમાં ઘણા પ્રકારના ઢોસા જોવા મળે છે.
સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા, ડુંગળી ઢોસા, પનીર ઢોસા, રવા ઢોસા વગેરે. ઢોસા વિશેની ખાસ વાત એ છે કે તમે તેને કોઈપણ સમયે ખાઈ શકો છો, તેને નાસ્તામાં, બપોરના ભોજનમાં અથવા રાત્રે ખાઈ શકાય છે. ઢોસા સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્યપ્રદ પણ છે.
કારણ કે તે દાળ અને ચોખા ભેળવીને બનાવવામાં આવે છે. ઢોસા પેટ માટે સારું માનવામાં આવે છે અને તે સરળતાથી પચી પણ જાય છે. ઢોસા પ્રોટીનથી સમૃદ્ધ માનવામાં આવે છે. ઢોસાના સેવનથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. તો, આજે અમે તમને ઢોસા ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું.
1. પ્રોટીન:ઢોસા પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. સવારના નાસ્તામાં ઢોસા ખાવાથી શરીરમાં એનર્જી જાળવવામાં મદદ કરે છે. ઢોસાના ઉપયોગથી વાળ, હાડકાં અને સ્નાયુને મજબૂત બનાવી શકાય છે.
2. કાર્બોહાઇડ્રેટ: ઢોસા એક વાનગી છે જે, દાળ અને ચોખામાંથી બનાવવામાં આવે છે. તે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. ઢોસા શક્તિનો સારો સ્રોત માનવામાં આવે છે. તમે તેને શાકભાજી અથવા પનીરથી ભરીને વધુ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક બનાવી શકો છો.
3. ઓછી કેલરી: જો તમારે વજન ઓછું કરવું હોય તો ઢોસાનું સેવન કરો, ઢોસામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઓછું કરવા માટે, તમારે તેને શાકભાજી વાળા સંભાર સાથે ખાવું જોઈએ. તેનાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.