ખાવામાં સોડાનો ઉપયોગ કરવો એ સામાન્ય છે. તેનો ખાસ ઉપયોગ કેક બનાવવા માટે થાય છે. તમે પણ આ જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે કેક બનાવવા માટે માત્ર બેકિંગ પાવડરનો ઉપયોગ ક્યારેય થતો નથી.
હવે તમે વિચારતા હશો કે આ બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું ફરક છે? ઘણી મહિલાઓ એમ જ સમજે છે કે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એક જ વસ્તુ છે. જ્યારે આ બંને વચ્ચે ઘણો તફાવત છે અને શું તફાવત છે તે જાણવા માટે તમારે આખો લેખ વાંચવો પડશે.
બેકિંગ સોડા અને બેકિંગ પાવડર
આ બંને વસ્તુઓનો ઉપયોગ કોઈપણ ખોરાકને ફુલાવવા માટે થાય છે. જ્યારે તેમને લોટ અથવા મૈંદા સાથે ભેળવવામાં આવે છે ત્યારે તેઓ વસ્તુઓ સાથે રિએક્ટ કરીને તેમને ફુલાવે છે, પરંતુ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.
ખાવાનો સોડા
ખાવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટમાંથી બને છે જે ભેજ અને ખાટા પદાર્થો સાથે પ્રતિક્રિયા આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળે છે. જેના કારણે ખોરાકમાં પરપોટા થાય છે અને ખોરાક સ્પંજી બને છે.
બેકિંગ સોડાને સક્રિય કરવા માટે દહીં, છાશ વગેરે જેવી ખાટી વસ્તુઓની જરૂર હોય છે. તેથી જે રેસિપીમાં ખાટા ઘટકો ના હોય તેવી વાનગીઓમાં એકલા ખાવાનો સોડા ઉમેરવાથી કામ થતું નથી.
બેકિંગ પાવડર
બેકિંગ પાવડર ખાવાના સોડામાંથી બને છે અને તેનો આધાર બેકિંગ સોડા કરતાં વધારે એસિડિક હોય છે. તે વધુ એસિડિક હોવાને કારણે તેને ખોરાકમાં ઉમેરવાથી આપોઆપ કામ કરવાનું શરૂ કરે છે.
તે ભેજના સંપર્કમાં આવતાની સાથે જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. પછી જ્યારે તેને પકાવવામાં આવે છે અને પછી ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે પહેલા બનેલા પરપોટા મોટા થાય છે અને વાનગી વધુ સ્પંજી બને છે.
બંનેનો એકસાથે ઉપયોગ નથી કરી શકાતો
બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંનેની રચના બિલકુલ અલગ છે અને તેનો એકસાથે ઉપયોગ કરવાથી ક્યારેક ખાવાનો સ્વાદ પણ બગડી શકે છે. બેકિંગ પાવડર બેકિંગ સોડામાંથી બનાવવામાં આવે છે જેનો આધાર બેકિંગ સોડા કરતાં વધુ એસિડિક હોય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો, જો કે ઢોકળા બનાવવા માટે માત્ર બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તમે તેને બનાવવા માટે બેકિંગ પાવડરનો ઉપયોગ કરશો તો તેનો ટેસ્ટ સારો નહીં આવે. કારણ કે પાવડરનો સ્વાદ થોડો ખારો હોય છે.
ઇંડા વગરની કેકમાં બંનેને નાખવામાં આવે છે
આ બે વસ્તુઓનો એકસાથે ઉપયોગ ઇંડા વગરની કેક બનાવવા માટે થાય છે. જો કેકમાં ઈંડું નાખવામાં આવે તો તેમાં ખાવાનો સોડા નાખવાથી જ કામ ચાલી જાય છે. પરંતુ જ્યારે કેકમાં ઈંડું ઉમેરવામાં નથી આવતું ત્યારે તેને ફુલાવા માટે બંને વસ્તુઓ નાખવી જરૂરી છે.
કેટલાક લોકો ચણા અને રાજમા જેવી વસ્તુઓમાં એક ચપટી બેકિંગ પાવડર ઉમેરીને બાફવાનું પસંદ કરે છે. પરંતુ બેકિંગ પાવડરનો તેનો પોતાનો ખારો સ્વાદ હોય છે જે આ વસ્તુઓનો સ્વાદ બગાડે છે. તેથી આ વસ્તુઓને ઉકાળવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરો.
જો તમને પણ આ કિચન ટિપ્સ ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, તમને અહીંયા બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.
Comments are closed.