difference between black sesame seeds and kalonji
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારત તેના સુગંધિત અને સમૃદ્ધ મસાલાઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. મસાલાની તેની અનેક વેરાઈટી સાથે, ભારત હવે મસાલાના આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત તેના વારસા અને પરંપરા ઉપરાંત, ભારત તેના વિવિધ વ્યંજનો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખોરાકની સુગંધ અને સ્વાદ આ સુગંધિત મસાલાઓનું પરિણામ છે.

આ મસાલાઓમાં માત્ર એક જ નહીં પરંતુ ઘણી વેરાઈટી છે, જેમાંથી ઘણા મસાલાઓ ઘણા લોકોને એકસરખા લાગે છે. અમે કોઈ અલગ મસાલા વિશે નથી વાત કરી રહ્યા છીએ પરંતુ આ તે મસાલા છે જે આપણા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે, આ મસાલા દેખાય છે એકસરખા પરંતુ, વાસ્તવમાં તેનો સ્વાદ અને ગુણધર્મોમાં એકબીજાથી તદ્દન અલગ છે. આજે આ લેખમાં અમે તમને રસોડામાં ઉપયોગમાં લેવાતા કલૌંજી બીજ અને કાળા તલ વચ્ચેના તફાવત વિશે જણાવીશું.

કલૌંજી અને કાળા તલ વચ્ચે શું તફાવત છે?

મોટાભાગના લોકો કલૌંજી બીજ અને કાળા તલના બીજને સમાન માને છે, જેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે, કારણ કે તે બંને સમાન દેખાય છે. પરંતુ તેમના ગુણો એકબીજાથી અલગ છે. ચાલો જાણીએ કે આ બંનેને કેવી રીતે ઓળખી શકાય અને શા માટે તેઓ એકબીજાથી અલગ છે.

કલોંજી

કલૌંજી બીજ ભારતીય ઘરોમાં વપરાતો એક મસાલો છે. અંગ્રેજીમાં તેને બ્લેક સીડ્સ કહે છે. તેનું બોટૈનિકલ નામ ‘નિજેલા સેટાઈવા’ છે, જે લેટિન શબ્દ નિજર પરથી ઉતરી આવ્યું છે. આ નાનું બીજ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

તે તમામ પોષકતત્વો જેવા કે એમિનો એસિડ, પ્રોટીન, આયર્ન, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર છે. કલૌંજીનો આકાર કાળા તલ જેવો હોય છે. પરંતુ તેનો સ્વાદ તીખો હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે અથાણાં બનાવવામાં થાય છે.

કાળા તલના બીજ

બજારમાં બે પ્રકારના તલ ઉપલબ્ધ છે, જેમાંથી એક સફેદ અને બીજો કાળો છે. આ તલનો ઉપયોગ લાડુ બનાવવા માટે થાય છે. કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ દેખાવમાં નાના, ચળકતા કાળા રંગના બીજ છે. તે સામાન્ય રીતે મીઠાઈઓ, વાનગીઓ અને ગાર્નિશ માટે વપરાય છે.

આ પણ વાંચો- પનીર બટર મસાલા

તમે પણ અમને આ લેખ વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ઉપરાંત, જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો અને આવા વધુ લેખો વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા