આપણામાંથી ઘણા લોકો ઊંઘતા પહેલા થોડો સમય આડા પડીને મોબાઈલ વાપરતા હોય છે. આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી, આ તે સમય હોય છે જ્યારે વ્યક્તિ મનોરંજન માટે ફોન પર થોડો સમય પસાર કરે છે. ઘણી વખત આ મોબાઈલ ફોન જોવાનો શોખ આદતમાં ફેરવાઈ જાય છે, જેના કારણે પાછળથી આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઘણી વખત રાત્રે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી તમને ઘણી બીમારીઓ થવાનો ખતરો રહે છે. આજે અમે તમને જણાવીશું કે રાત્રે ફોન ઓપરેટ કરવાથી થતી સમસ્યાઓ વિશે, જેના વિશે તમારે જાણવું જ જોઈએ. તો ચાલો જાણીએ સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે.
આંખો ખૂબ જ નબળી પડી જવી : મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર વધારે સમય જોવું એનો અર્થ છે કે તમારા શરીરમાં આંખની સમસ્યાઓ વધવી. તેથી રાત્રે ફોનનો ઉપયોગ કરવો તમારી આંખો માટે નુકસાનકારક હોઈ શકે છે. ફોનમાંથી નીકળતા ખતરનાક કિરણો ધીમે-ધીમે તમારી આંખોને નુકસાન કરે છે, જેના કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો એટલે અનેક રોગોને આમંત્રણ આપવું : આ રીતે સૂતા પહેલા સ્ક્રીન પર જોતા રહેવાથી આપણે ઘણી બીમારીઓ આમંત્રણ આપીએ છીએ. લાંબા સમય સુધી ફોન ચલાવવાની અસર તમારી ઊંઘ પર પણ અસર કરે છે, આવી સ્થિતિમાં તમે મોડી રાત્રે સૂતા પહેલા ફોનને લાંબા સમય સુધી ઉપયોગ ના કરવો એ સારું છે.
માનસિક સમસ્યાઓમાં વધારો : રાત્રે ફોનનો વધારે ઉપયોગ કરવાથી તમને ઘણી માનસિક સમસ્યાઓનો ખતરો રહે છે. આ જ કારણ છે કે ફોનનું વ્યસન ધરાવતા લોકો ખૂબ જ ચિડાઈ જાય છે અને જો કોઈ અચાનક ફોન છીનવી લેતો, તેના પર ઘણી વખત હિંસક બની જાય છે.
બીજી ઘણી સમસ્યાઓ સામે આવે છે : ફોનના ઉપયોગના વ્યસનથી થતા રોગોના લક્ષણો શરૂઆતથી જતમને જોવા મળે છે, જેમ કે ઊંઘ ના આવવી, આંખમાં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ કોઈપણ વ્યક્તિમાં થઈ શકે છે. જેના કારણે દર્દીને બીજી પણ સમસ્યાઓ થઇ શકે છે.
સૌથી વધારે આ ઉંમરના લોકો ભોગ બને છે : ફોન એડિક્શન આજે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. પરંતુ તેની સૌથી વધારે અસર 10 થી 25 વર્ષના લોકોમાં જોવા મળે છે. તમને આ લોકોમાં ફોનની લત પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. કોરોના વાયરસ પહેલા નાના બાળકોમાં આ આદત ઓછી હતી પરંતુ ઑન્લીને ભણવાનું શરુ થતા જ મોબાઈલ દરેક નાના બાળકનો મિત્ર બની ગયો છે, તેથી આ ઉંમરના લોકોને સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ.
રાત્રે ફોનના ઉપયોગની લતમાંથી છુટકારો મેળવવા માટે : જો તમે રાત્રે ફોનનો ઉપયોગ કરવાનું બંદ કરવા માંગતા હોય તો તમારે એક ચોક્કસ સમય માટે ફોન ચાલુ રાખવો જોઈએ, અને સૂતાના એક કલાક પહેલા ફોન છોડી દો. ફોન સાથે સંબંધિત જે પણ વ્યવહાર કરવો હોય તેને રાત પહેલા કરી લો, જેથી રાત્રે ફોન વાપરવાની જરૂર ના પડે.
તો આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો હતી જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જ જોઈએ, જેથી પછીથી તમને ફોનના ઉપયોગને કારણે કોઈ ગંભીર સમસ્યાથી બચી શકો. જો તમને અમારી આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.