dishwasher tips for home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પહેલામાં સમયમાં હાથથી વાસણ ધોવામાં આવતા હતા, પરંતુ આજકાલ મહિલાઓ વાસણો ધોવા માટે ડીશવોશરનો ઉપયોગ કરવા લાગી છે. કારણ કે આ એક એવું ઉપકરણ છે જેની મદદથી મહિલાઓ બહુ ઓછા સમયમાં વાસણો ફટાફટ ધોઈ લે છે.

મોટો ફાયદો એ છે કે સ્ત્રીઓ થાકતી નથી, કારણ કે વાસણો હાથથી ધોવાને બદલે ડીશવોશરમાં ધોવામાં આવે છે. જો કે તેનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો તે ઝડપથી બગડી જાય છે અથવા તેમાં ઝડપથી કાટ લાગી જાય છે.

કેટલીવાર તો તેમાંથી અજીબ દુર્ગંધ પણ આવવા લાગે છે. તેથી જો તમે ઇચ્છો છો કે તમારું ડીશવોશર લાંબો સમય ચાલે અને વર્ષો સુધી નવા જેવું સારું દેખાય તો તમે આ લેખમાં જણાવેલી ટીપ્સ અપનાવો. આ ટિપ્સની મદદથી તમારું ડિશવોશર વર્ષો સુધી બગડશે નહીં અને લાંબા સમય સુધી નવા જેવું જ લાગશે, આવો જાણીએ કઈ છે આ ટિપ્સ.

1. ડીશવોશરના ફિલ્ટરને સારી રીતે સાફ કરો : જો તમે ઈચ્છો છો કે ડીશવોશર ખરાબ ન થાય અને વાસણ ધોવામાં કોઈ મુશ્કેલી ન થાય તો ડીશવોશરના ફિલ્ટરને સાફ કરો. તમે અઠવાડિયામાં એકવાર ફિલ્ટરને જરૂર સાફ કરો. આ માટે તમે રેકમાંથી ડીશવોશરનો નીચેનો ભાગ કાઢી નાખીને ફિલ્ટરને કાઢીને સાફ કરીને ફરીથી લગાવો.

2. ડીશવોશર બગાડે તેવી વસ્તુઓ ન નાખો : ઘણી સ્ત્રીઓ દરેક વાસણને ડીશવોશરમાં નાખે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે ડીશવોશરમાં ન રાખવી જોઈએ જેમ કે લાકડાના વાસણો, તાંબાના વાસણો, નોન સ્ટિક વાસણો, ધારદાર ચપ્પુ વગેરે. કારણ કે તે ડીશવોશરને ખરાબ કરી શકે છે.

3. ડીશવોશર મીઠુંનો ઉપયોગ કરો : જો તમે ડીશવોશરને લાંબા સમય સુધી ચલાવવા માંગતા હોય તો મીઠું વાપરી શકો છો. કારણ કે તે પાણીને નરમ કરે છે અને તેનાથી ડીશવોશર બંધ પણ થશે નહીં. તમને બજારમાંથી ડીશવોશર નમક મળી જશે.

4. ડીશવોશરને ક્યારેય ઓવરલોડ ન કરો : ડીશવોશરને ક્યારેય ઓવરલોડ ના કરો કારણ કે તેનાથી વોશરને નુકસાન થઇ શકે છે. ઘણી વખત મહિલાઓ ડીશવોશરમાં જરૂર કરતાં વધુ વાસણો ધોઈ નાખે છે, આવી ભૂલ ના કરો. ડીશવોશરમાં વાસણો ખૂબ જ કાળજીપૂર્વક મૂકો.

5. આ વાતોનું ધ્યાન રાખો : ડીશવોશરની સફાઈ કરતી વખતે ધ્યાન રાખો કે વીજળીના તાર પર પાણી ન પડે. ડીશવોશર મશીન સાફ કરતાં પહેલાં લાઇટ બંધ જરૂર કરો અને સાફ કરો તે પહેલાં પ્લગને બહાર કાઢી લો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા