do not do after wake up
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સૌથી પહેલા સવારે ઉઠીને અરીસાની સામે સ્મિત કરો. દરરોજ સવારે આમ કરવાથી તમે તમારા જીવનમાં મોટો તફાવત જોશો. પણ શું તમે આવું કરો છો? સવારે ઉઠતાની સાથે જ આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ઘણી વાર એવું બને છે કે, આપણે આપણી સવારને હલકામાં લઈએ લઈએ છીએ અને આપણા સ્વાસ્થ્યને ભૂલીને આપણા કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. પછી ભલે સવારે 6 વાગે ઉઠ્યાં હોય પરંતુ કામ તમે 10 વાગ્યાના કરવા લાગી જાઓ છો.

પરંતુ, ચાલો જોઈએ કે તમે જાગ્યા પછી પ્રથમ 60 મિનિટ માટે વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો શું ભલામણ કરે છે. આજે અમે તમને 3 ચોંકાવનારી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમારે સવારે જાગ્યા પછી ક્યારેય ન કરવી જોઈએ.

ફિટનેસ ટ્રેનર જૂહી કપૂરે આ ખોટી આદતોની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેઓ જણાવે છે કે આ વર્ષે આપણે આપણી સવારની આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે, કેટલીક ખરાબ આદતોને છોડી દેવી જોઈએ. આવો જાણીએ કઈ છે આ 3 ખરાબ આદતો.

 

View this post on Instagram

 

A post shared by Juhi Kapoor (@theyoginiworld)

1) એલાર્મ થી જાગવું : એલાર્મનો મોટો અવાજ સેટ કરવાથી અચાનક વાગતું એલાર્મ તમારી સહાનુભૂતિશીલ નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે જેના પરિણામે સ્ટ્રેસ હોર્મોન્સમાં વધારો થાય છે. દરરોજ રાત્રે એક નિશ્ચિત સમયે સૂવાનો પ્રયાસ કરો અને આ તમને સમયસર જાગવામાં મદદ કરશે.

એલાર્મ ઘડિયાળ કરતાં જાગવા માટે કુદરતી પ્રકાશ વધુ સારો છે. એલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરવાની લોકપ્રિયતા હોવા છતાં, જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ હેલ્થના સંશોધન મુજબ, ઓચિંતા જાગવું તમારા હૃદય માટે ખરાબ હોઈ શકે છે.

અચાનક ઉઠવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ વધી શકે છે. તમારું બ્લડ પ્રેશર વધારવા ઉપરાંત, એલાર્મ તમારા તણાવના સ્તરને વધારી શકે છે. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ સમસ્યાનો ઉકેલ એ છે કે ધીમે ધીમે કુદરતી પ્રકાશમાં જાગવાનો પ્રયાસ કરવો. આ પદ્ધતિ તમારી એલાર્મ ઘડિયાળના અવાજ કરતાં વધુ સારી છે.

2) સવારે સૌથી પહેલા ફોન ચેક કરવો : સવારે પથારીમાંથી ઉઠ્યાં પછી તરત જ ફોન ચેક કરવાથી આખો દિવસ ધ્યાન ભંગ થાય છે. સવારે બ્લ્યુ લાઈટ અને ડિજિટલ વસ્તુનો ઉપયોગ કરવાની સાથે તે તમારી આંખો માટે પણ સારું નથી.

સામાન્ય રીતે તમારે આંખની તંદુરસ્તી સુધારવા માટે પહેલા પથારીમાંથી જાગવું જોઈએ અને સંભવ હોય ત્યાં સુધી આકાશ તરફ જોવું જોઈએ. આંખના સ્નાયુઓની કસરત માટે પક્ષીઓ, ઇમારતો જેવી દૂરની વસ્તુઓ જુઓ, ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી દ્રષ્ટિને ડિફોકસ કરો .

3) સીધા ઊભા થઇ જવું : મોટાભાગના લોકો, પથારીમાંથી આંખ ખુલે એટલે તરત જ સીધા જ ઉભા થઈને ચાલવા લાગે છે. આ કરોડરજ્જુના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે કારણ કે કરોડરજ્જુ ગુરુત્વાકર્ષણ સામે આવવા માટે લડે છે. હંમેશા એક તરફ કરવટ લીધા પછી ઉઠવું જોઈએ.

જો તમારામાં પણ આમાંથી કોઈ ખરાબ આદત છે તો તેને આજથી જ છોડી દો. જો તમને પણ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા