આજકાલ વ્યસ્ત જીવનશૈલીમાં અને ભાગદોડ ભરેલી જિંદગીમાં વધારે કામ અને તણાવની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર પડે છે, જેના કારણે લોકો વારંવાર બીમાર થવા લાગ્યા છે. પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાધા પછી પણ શરીરને કોઈ ફાયદો થતો નથી અને તેની સ્વાસ્થ્ય પર ઊંધી અસર થાય છે.
બીજી તરફ સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘણી વખત આપણે ખાધા પછી કેટલીક એવી ખરાબ આદતો અપનાવીએ છીએ જે આપણી હેલ્દી આદતોની થતી સારી અસરને પણ ઘટાડે છે.
જમ્યા પછી તરત જ તમારે કઈ વસ્તુઓ ના કરવી જોઈએ, ચાલો જાણીએ.
1. જમ્યા પછી તરત જ સ્નાન કરવું
આયુર્વેદમાં સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે અને જમ્યા પછી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ. આ જ કારણ છે કે સ્નાન કર્યા પછી જમવાની પરંપરા છે. પરંતુ જો તમે જમ્યા પછી તરત જ સ્નાન કરો છો તો તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે જેના કારણે તમને પેટની તકલીફો થઇ શકે છે.
2. જમ્યા પછી તરત જ સુઈ જવું
ઘણા લોકોની એવી ખરાબ આદત હોય છે તેઓ રાત્રે જમ્યા પછી તરત જ પથારીમાં સૂઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.
ડોકટરોના મત મુજબ વ્યક્તિએ ખોરાક ખાધાના લગભગ 2 કલાક પેહલા ના સૂવું જોઈએ, પછી જ સૂવું જોઈએ. જો તમે આવું નથી કરતા અને જમ્યા પછી તરત જ સુઈ જાઓ છો તો તમને સ્થૂળતા, એસિડિટી અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
આ પણ વાંચો: જમ્યા પછી તરત જ સ્નાન ન કરો, જાણો શાસ્ત્રો અને વિજ્ઞાન શું કહે છે
3. ભોજન પછી નિકોટિનનું સેવન
ઘણા લોકો જમ્યા પછી ચા, કોફી કે સિગારેટ પીવા લાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારી આ આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જમ્યા પછી તેનું સેવન કરવાથી શરીરમાં નિકોટિનનું પ્રમાણ વધે છે જે સિઝલ લેવલને અસર કરે છે.
4. જમ્યા પછી તરત જ પાણી પીવું
જમ્યા પછી તરત જ ક્યારેય પાણી ના પીવું જોઈએ. જો તમે પાણી પીવો છો તો ખોરાક સારી રીતે પચતો નથી અને તેના પોષક તત્વો પણ શરીરને મળતા નથી તેથી જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ.
5. ખાધા પછી કસરત કરવી
જો તમે ભૂલથી પણ જમ્યા પછી કસરત કરો છો તો તે તેની ખોટી અસર તમારા પાચન તંત્ર પર પડી શકે છે, આ સાથે જ તમને ઉલ્ટી અને પેટમાં દુખાવો થવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
6. જમ્યા પછી તરત જ ચા પીવી
જો તમે જમ્યા પછી તરત જ ચા પીવો છો તો તેમાં રહેલું નિકોટિન તમારા શરીરના પ્રોટીનને શોષી લે છે અને જેના કારણે તમને RBC ની ઉણપ થવાની સંભાવના વધી જાય છે.
તો હવે તમારે પણ રાત્રે જમ્યા પછી આ 6 ભૂલો કરવાનું ટાળવું જોઈએ. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.