Don't keep these 5 things in the bathroom
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર લોકો બાથરૂમમાં ઘણા પ્રકારની અલગ અલગ વસ્તુઓ રાખવાની ટેવ હોય છે, જેમાં તેવો મેકઅપનો સામાન, બ્રશ વગેરે જેવી વસ્તુઓ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુઓને બાથરૂમમાં કેમ ના રાખવી જોઈએ. બાથરૂમ ઘણા લોકો માટે રિલેક્સનું સ્થળ છે, જ્યાં તેઓ ફ્રેશ થાય છે.

એટલા માટે અહીં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં સૌથી ઝડપથી બેક્ટેરિયા વધવાનો ડર રહે છે. તેથી બાથરૂમમાં મેકઅપ કે બ્રશ જેવી વસ્તુઓને ક્યારેય ના રાખવી જોઈએ.

બાથરૂમમાં બની શકે તેટલું ખાલી જ રાખવું જોઈએ. આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું જે બાથરૂમમાં બિલકુલ ના રાખવી જોઈએ. જો તમે બાથરૂમમાં આ વસ્તુઓ રાખો છો તો આજે જ આ આદતને બદલો. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે બાથરૂમમાં ના રાખવી જોઈએ.

દવાઓ : કેટલીક મહિલાઓ તેમની દવાઓ બાથરૂમમાં સ્ટોર કરે છે. આ ભૂલ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈપણ પ્રકારની દવાનો સ્ટોર કરવા માટે તમારી પાસે એક એડ બોક્સ હોવું જોઈએ, જે તમે તમારા રૂમ અથવા કોઈપણ કેબિનેટમાં રાખી શકો છો.

જો તમે ઇચ્છો, તો તમે આ માટે તમારા ઘરમાં કેબિનેટ બનાવી શકો છો અને ત્યાં દવાઓને સ્ટોર કરી શકો છો. વાસ્તવમાં, બાથરૂમમાં ખૂબ જ ભેજ હોય ​​છે, કારણ કે તે વારંવાર ભીનું થતું હોય છે, જેની અસર તમારી દવાઓ પર પણ પડી શકે છે. દવાઓને ઠંડી જગ્યાએ અથવા રૂમ ટેમ્પરેચર પર રાખવાનો પ્રયાસ કરો.

ટૂથબ્રશ : બાથરૂમની સ્વચ્છતા રાખવા છતાં બેક્ટેરિયાના વિકાસનું જોખમ રહેલું હોય છે, કારણ કે ભેજ ખૂબ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયાનું ખાસ કરીને લૂફ અને ટૂથબ્રશ જેવી વસ્તુઓમાં પ્રજનન કરવું સરળ છે.

બેક્ટેરિયા છિદ્રો, ભેજવાળી અને અંધારી જગ્યાએ સરળતાથી વધે છે, તેથી ટૂથબ્રશ જેવી વસ્તુઓ તેના સંપર્કમાં આવી શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જો તમે ટૂથબ્રશને બાથરૂમમાં રાખવાનું પસંદ કરતા હોય તો તેને 3 થી 4 મહિનામાં બદલી નાખો.

મેકઅપ પ્રોડક્ટ : મેકઅપ પ્રોડક્ટને ભેજવાળી જગ્યાએ રાખવાને બદલે તેને રૂમ ટેમ્પરેચર પર રાખવી જોઈએ. ઘણી વખત મહિલાઓ ઉતાવળમાં બાથરૂમમાં મેકઅપ રાખે છે, જેથી કરીને તેઓ સરળતાથી તૈયાર થઈ શકે. પરંતુ આ તમારા મેકઅપને બગાડી શકે છે, તેને લાંબા સમય સુધી સારો રાખવા માટે યોગ્ય તાપમાનમાં સ્ટોર કરવું જોઈએ.

ઇલેક્ટ્રોનિક વસ્તુઓ : ઘણા લોકો એવા હોય છે જેમને બાથરૂમનો ઉપયોગ કરતી વખતે ગીતો સાંભળવાનું પસંદ કરે છે, જેના કારણે તેઓ iPod અથવા રેડિયો જેવી વસ્તુઓ બાથરૂમમાં રાખે છે. પરંતુ તમારી આ ટેવ ખોટી છે. ખરેખર બાથરૂમમાં વધુ પડતા ભેજને કારણે ipad , મોબાઈલ અને રેડીઓ ઝડપથી બગડી શકે છે. જો તમે બાથરૂમમાં ઈયરફોન કે બીજી કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખો છો તો તમારે તમારી આદત બદલવાની જરૂર છે.

ટુવાલ : બાથરૂમમાં તમને ટુવાલ લટકતા જોવા મળશે. આ રીતે ટુવાલને સૂકવવાને કારણે તે બેક્ટેરિયા સંપર્કમાં આવે છે. ભેજને કારણે, ટુવાલ હંમેશા ભીનો રહેશે અને જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે તમને ત્વચા સબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી ધોયા પછી તેને થોડીવાર તડકામાં સૂકવી દો. ક્યારેય બાથરૂમમાં ન રાખો.

જો તમે પણ આ ભૂલો કરતા હોય તો બદલી શકો છો. આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. જો તમને આ લેખ સરસ લાગ્યો હોય તો આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા