મોટાભાગની મહિલાઓ વિચારતી હોય છે કે બજારમાં મળતી સ્વાદિષ્ટ વાનગીઓ ઘરે જ તૈયાર કરવી. આ માટે મહિલાઓ તેમના તરફથી ઘણી તૈયારીઓ પણ કરે છે કારણ કે ઘરમાં બનેલી કોઈપણ ખાવાની વાનગી સ્વાદમાં પણ સારી હોય છે અને શરીર માટે પણ હેલ્ધી હોય છે.
ઘરમાં સ્વચ્છ રીતે બનાવેલી વાનગી ખાવાથી ઈન્ફેક્શનની કોઈપણ પ્રકારની ચિંતા રહેતી નથી. પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થાય છે કે જ્યારે ઘરમાં કોઈપણ વાનગી બનાવતી વખતે ગડબડ થાય છે. માનો કે તમે ઘરે ઢોસા બનાવવાની તૈયારી કરી લીધી છે, પણ જો ઢોસાનું ખીરું તવા પર ચોંટી જવા લાગે તો બધી જ મજા ખરાબ થઈ જાય છે.
જો તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઢોસા બનાવતી વખતે તેને તવા પર ચોંટતા કેવી રીતે બચાવી શકાય.
ઢોસા તવા પર ચોંટવાથી આ સમસ્યા થઈ શકે છે : જો ઢોસા તવા પર ચોંટી જવા લાગે તો સંભવ છે કે તે બરાબર શકશે નહીં અને પાતળા જાડા થવાને કારણે તેનો આકાર પણ બગડી શકે છે. આ સિવાય તેમાં વધારે તેલ લગાવવાથી પણ સમસ્યા હલ થતો નથી. પરંતુ તમે કેટલીક ટિપ્સની મદદથી આ સમસ્યાને હલ કરી શકો છો.
લોટ થી સમસ્યા હલ થઇ જશે : ઢોસાને તવા પર ચોંટી ના જાય તે માટે તમે સૂકા લોટનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા સૂકા લોટને તવા પર છાંટવો. આ પછી તેને તવા પર દરેક ખૂણા સુધી ફેલાવો. જ્યારે આ કામ પૂરું થઇ જાય પછી પેનને સ્વચ્છ કપડાથી લૂછી લો.
આ પછી જ્યારે તમારે ઢોસા બનાવવા હોય ત્યારે તવાની આંચ મધ્યમ રાખો અને પછી ધીમે-ધીમેથી ગેસ વધારતા જાઓ. આમ કરવાથી ઢોસા તવા પર ચોંટશે નહીં અને તમે સરળતાથી ક્રન્ચી ડોસા બનાવી શકશો, અને પછી તે સરળતાથી તવામાંથી નીકળી પણ જશે.
પેનને ભીનું ના થવા દો : જ્યારે તમે તવા પર લોટ નાખો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે લોટ ક્યાંયથી ભીનો ના થવો જોઈએ, કારણ કે જો તાવો ભીનો થશે તો આ ટ્રિક કામ કરશે નહીં. તો તમે આ સરળ ટિપ્સની મદદથી ઘરે રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી ઢોસા બનાવી શકો છો.
તવાના તાપમાન પર ધ્યાન રાખો : ઢોસાના બેટરને તવા પર નાખતા પહેલા તેનું તાપમાન જરૂર તપાસો. ક્રિસ્પી ડોસા બનાવવા માટે તવો ના તો બહુ ગરમ હોવો જોઈએ અને ના તો ખૂબ ઠંડો હોવો જોઈએ. આ માટે તમે તવા પર પાણી છાંટો. જો પાણીના છાંટા અવાજના સાથે સુકાઈ જાય તો સમજવું કે તવાનું તાપમાન ઢોસા માટે બરાબર છે.
ભીના કપડાથી તવો લૂછી લો : જ્યારે પણ તમે ડોસાના બેટરને ફેલાવો ત્યારે ભીના કપડાથી તવાને સાફ કરો. આમ કરવાથી તવો સાફ પણ થઇ જશે અને તવાનું તાપમાન પણ નિયંત્રણમાં રહેશે. ઢોસા બનાવતી વખતે પહેલા તવાની આંચ હંમેશા ધીમી રાખો. જ્યારે બેટર તવા પર ફેલાઈ જાય પછી તેનો ગેસ વધારી દો. આ ડોસાને યોગ્ય રીતે શેકવામાં મદદ કરશે.
જો તમે ડોસા અને સરળતાથી બનાવી શકાય એવો નાસ્તો અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જાણવામાં રસ ધરાવતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીં તમે તમારા મનપસંદ વાનગીઓની રેસિપી વિશે સારી માહિતી મેળવી શકો છો.