ડ્રાય ફ્રુટ્સ લાડુ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ઘણી એનર્જી આપે છે. શિયાળાની ઋતુમાં જો આપણે રોજ એક લાડુ ખાઈએ તો તે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં વિટામિન, આયર્ન વગેરે તમામ પોષક તત્વો મળી આવે છે.
તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ લાડુમાં ગળપણ ઉમેરવા માટે ગોળ કે ખાંડ ઉમેરવાની કોઈ જરૂર નથી, અહીંયા તમે ગળપણ માટે ખજૂરનો ઉપયોગ થાય છે. જો કે, શિયાળામાં બજારમાં ખજૂર પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેથી તમે દાણા (બીજ) કાઢી લીધા પછી તેનો ઉપયોગ કરી શકો છો.
આ સિવાય, તમે બીજ વગરની ખજૂર પણ બજારમાંથી ખરીદી શકો છો, જેથી તમે ખૂબ જ ઝડપથી લાડુ બનાવી શકો. આમાં શેક્યા પછી ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ લાડુ ખાવામાં ખૂબ જ સારા લાગે છે.
આ લાડુ બનાવવા માટે તમે તમારા સ્વાદ અનુસાર ડ્રાય ફ્રૂટ્સની માત્રા વધારી કે ઘટાડી શકો છો અને આ ઉપરાંત તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો.પરંતુ થોડા ઘીમાં શેક્યા પછી ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાથી આ લાડુનો ટેસ્ટ અદભુત આવે છે.
ડ્રાય ફ્રુટ્સ લાડુની સામગ્રી : ખસખસ 4 ચમચી, ઘી 1.5 ચમચી, સમારેલી બદામ ¼ વાટકી અથવા 30 ગ્રામ, સમારેલા કાજુ – ¼ વાટકી અથવા 30 ગ્રામ, સમારેલા પિસ્તા – ¼ વાટકી અથવા 15 ગ્રામ, ખજૂર 2 બાઉલ અથવા 350 ગ્રામ, કિસમિસ 2 ચમચી, લીલી ઈલાયચી પાવડર – ½ ચમચી.
ડ્રાય ફ્રુટ્સના લાડુ બનાવવાની રીત : સૌથી પહેલા ગેસ પર પેન મૂકો અને જ્યારે પેન ગરમ થઈ જાય, ત્યારે ગેસની આંચ ઓછી કરો. તેમાં ખસખસ ઉમેરો અને તેને શેકી લો. તેને શેકવામાં ભાગ્યે જ 1 મિનિટ લાગશે. જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેને પેનમાંથી બહાર કાઢી લો.
પેનમાં ઘી (1/2 ટીસ્પૂન) નાખો. જ્યારે તે પીગળી જાય ત્યારે તેમાં સમારેલી બદામ, ઝીણા સમારેલા કાજુ અને ઝીણા સમારેલા પિસ્તા ઉમેરો. તમે તમારા મનપસંદ બીજા કોઈપણ ડ્રાયફ્રુટ ઉમેરી શકો છો. આ ડ્રાયફ્રૂટને હળવા શેકી લો જેથી કરીને તે બધા ક્રન્ચી થઈ જાય.
2 મિનિટ શેક્યા બાદ તેને પેનમાંથી બહાર કાઢી લો. હવે ખજૂર લો અને તેને મિક્સરમાં નાખીને થોડું ક્રશ કરો. હવે ફરીથી પેનમાં ઘી (1 ચમચી) નાખો. હવે આ પીસેલી ખજૂરને કડાઈમાં નાંખો અને સોફ્ટ થાય જાય ત્યાં સુધી થોડીવાર શેકો.
પછી તેમાં કિસમિસ અને ખસખસ જેવા ડ્રાયફ્રુટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને 1 મિનિટ પકાવો. આ પછી તેમાં લીલી ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને તેને થોડો સમય ઠંડુ થવા માટે રાખો.
જ્યારે મિશ્રણ થોડું હૂંફાળું થઇ જાય, ત્યારે તમારા હાથને ઘીથી ગ્રીસ કરો અને મિશ્રણના લાડુ બનાવો. લાડુ બનાવીને તેને શેકેલા ખસખસમાં લપેટી લો. તમારા ટેસ્ટી ડ્રાય ફ્રુટ લાડુ તૈયાર છે.
સૂચના : તમે તમારા સ્વાદ અનુસાર ડ્રાયફ્રૂટ્સ લાડુમાં ખજૂરની માત્રા વધારી ઘટાડી શકો છો. જ્યારે આપણે બજારમાંથી ડ્રાયફ્રૂટ્સ ખરીદીને લાવીએ છીએ, ત્યારે તે થોડા સમય પછી બગડવા લાગે છે અને ખાવામાં પણ તેનો સ્વાદ સારો નથી હોતો.
તો આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે બજારમાંથી ડ્રાય ફ્રૂટ્સ ખરીદીને લાવશો તો તેને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો તો તે લાંબા સમય સુધી બગડશે નહીં. તમે બજારમાં મળતા ઠળિયા વગરના ખજૂરનો પણ ઉપયોગ લાડુ બનાવવા માટે કરી શકો છો.
હું આશા રાખું છું કે એનર્જીથી ભરપૂર, ડ્રાય ફ્રુટ્સ લાડુ બનાવવાની રીત પસંદ આવી હશે. જો તમે આવી અવનવી રરેસિપી જાણવા મંગત હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.