આજે આપણે જોઈશું ડ્રાય કચોરી બનાવવાની રીત: આજે તમને ગુજરાતની સૌથી પ્રખ્યાત અને નાના મોટા બધાની પ્રિય વાનગી ડ્રાય કચોરી ઘરે કેવી રીતે સરળ, એકદમ બજાર જેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું તો ચાલો રેસિપી જોઈ લઇએ. જો રેસિપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહી.
ડ્રાય કચોરી બનાવાની સામગ્રી: કણક માટે: 2 વાટકી મેંદો, 1/2 વાટકી રવો, 3-4 ટે સ્પૂન તેલ, 4. મીઠુ
સ્ટફીંગ માટે: 2 વાટકી મગદાળ નમકિન, 2 ટી સ્પૂન લાલ મરચું, 2 ટી સ્પૂન ધાણાજીરુ, 1-1/2 ટી સ્પૂન આમચૂર, 1 ટી સ્પૂન ગરમ મસાલો, 1-2 ટી સ્પૂન વરીયાળી, 1-2 ટી સ્પૂન બૂરૂ ખાંડ, મીઠુ, તેલ
ડ્રાય કચોરી બનાવાની રીત: મેંદો અને રવો મિક્ષ કરો,તેમાં મીઠુ અને તેલનુ મોયણ નાખીને ઠંડા પાણીથી પૂરી જેવો લોટ બાંધો.તેને ઢાંકીને 10 મિનીટ રાખો. એક મિક્ષચર જારમાં મગદાળ નમકિનને પીસી પાવડર કરો .તેમાં મરચું, ધાણાજીરૂ,ગરમ મસાલો,આમચૂર,બૂરૂ ખાંડ, વરીયાળી અને જરૂર પ્રમાણે મીઠુ નાખો (મગદાળ નમકિન માં મીઠુ હશેજ માટે થોડું જ મીઠુ ઉમેરવું) થોડું તેલ રેડી ડ્રાય સ્ટફીંગ રેડી કરવુ.
હવે લોટ માંથી લુવા પાડીદો. તેની મિડીયમ પૂરી વણી ,વચ્ચે ડ્રાય મગની દાળનુ સ્ટફીંગ ભરી, કચોરી વાળીલો અને ધીરેથી વેલણથી વણીલો (સ્ટફીંગ બહાર ના આવે તે રીતે). ગરમ તેલમાં આ કચોરીને ફાસ્ટ ગેસ પર સાચવીને નાખો અને તે ગોળ ફૂલી જશે.
પછી મિડીયમ તાપે તેને બંને બાજુ ગોલ્ડન તળીલો અને પેપર ટોવેલ પર કાઢીલો. આ ડ્રાય કચોરી ઠંડી થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરીલો જે લાંબા સમય સુધી સારી રહે છે. આ કચોરીમાં ખાડો પાડી,તીખી -મીઠી ચટણી તથા સેવ છાંટી ચાટની રીતે પણ સર્વ કરાય.
આ પણ વાંચો:
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.