રસોડાનું કામ કહેવા માટે બહુ ઓછું છે, પણ જે લોકો કરે છે તે જ સમજે છે કે તેનું કામ કેટલું મહત્વનું છે. ઉનાળાની ઋતુમાં દૂધ, દહીં, છાશ, માખણ વગેરે બગડવાની શક્યતા વધારે હોય છે. આ સમય દરમિયાન તાપમાનમાં વધારો થાય છે તેને કારણે, ડેરી સંબંધિત બધી વસ્તુઓ સૌથી વધારે બગડે છે. આવી સ્થિતિમાં, શ્રેષ્ઠ ઉપાય એ છે કે દૂધને લગતી કેટલીક મૂળભૂત ટિપ્સ જાણવી.
આજે અમે તમને દૂધ સાથે જોડાયેલી એવી 3 ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. માત્ર 5 મિનિટનો સમય લઈને કરવામાં આવેલા આ હેક્સ તમને ચોક્કસપણે ગમશે.
1. જો વાસણમાં દૂધ જામી જાય છે તો આ કામ કરો
તમે વારંવાર જોયું હશે કે દૂધ ઉકળી ગયા પછી દૂધનું એક સ્તર તમારા વાસણના તળિયે જામી જાય છે. આ જામી ગયેલા સ્તરને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ છે અને જો તમે એ જ વાસણમાં ચા અથવા બીજું કંઈપણ બનાવ્યું, તો પછી ભૂલી જાઓ કે તમારું જામી ગયેલું સ્તર સરળતાથી વાસણમાંથી દૂર થાય.
આ જામી ગયેલું સ્તર તમારા દૂધના વાસણમાં ના થાય તે માટે, પહેલા તમે દૂધના વાસણમાં થોડું પાણી નાખો પછી તેમાં દૂધ ઉમેરો અને પછી તેને ઉકાળો. દૂધ તમારા વાસણના તળિયે ક્યારેય જામશે નહીં. આજે જ આ ટિપ્સ અજમાવો અને જુઓ કે દૂધના વાસણ ધોવાની મહેનત લાગશે નહિ.
2. દૂધમાંથી નીકળશે ખૂબ જાડી મલાઈ
દૂધ ઉકળ્યા પછી તમે ગેસ ધીમો કરો અને તે પછી તેને બે મિનિટ માટે ઉકળવા દો. હવે તેની ઉપર કણછી મૂકો અથવા જો તમે પ્લેટનો ઉપયોગ કરો છો, તો થોડી જગ્યા છોડો જેથી હવા જવા જાય.
તમે ઇચ્છો તે કોઈપણ દૂધ લઇ શકો છો પણ તમારે આ જ રીતે મલાઈ નીકાળવાની છે. જ્યારે દૂધ થોડું વધારે ઉકાળવામાં આવે છે ત્યારે તેમાં ઘણી બધી મલાઈ નીકળે છે. ઉકાળેલું દૂધ થોડું ઘટ્ટ બને છે અને તેથી આ રિયેક્શન વધારે થાય છે. જો તમે માત્ર દૂધ ઉકાળીને તેને રાખશો, તો તેમાં ઓછી મલાઈ નીકળશે.
તમારે તેને થોડા સમય માટે ઉકાળવા દેવું પડશે. આ સાથે જ જ્યારે દૂધ રૂમ ટેમ્પરેચર આવી જાય ત્યારે તેને ફ્રિજમાં મૂકી દો. એક રાત પછી જ્યારે તમે જોશો તેમાં એટલી દૂધની મલાઈ નીકળશે કે તમે જાતે વિચાર્યું પણ નહિ હોય.
3. દૂધ આ રીતે ફાટશે નહીં
જો તમે ગરમીના દિવસોમાં થોડા કલાકો માટે દૂધને એમ જ રીતે બહાર ભૂલી ગયા છો તો કદાચ તે ફાટી જશે. આ સ્થિતિમાં તમે તમારા દૂધને ફાટતા બચાવવા માંગતા હોય તો તમે આ કરી શકો છો.
તમારે આટલું કરવાનું છે, ફક્ત તમારા દૂધમાં ચપટી ખાવાનો સોડા ઉમેરવાનો છે પછી તમે દૂધને ઉકાળો. આવું કર્યા પછી તમારું દૂધ ફાટશે નહીં. પરંતુ એક દિવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો. જો તમે તેને ઉકાળીને ફ્રિજમાં બે દિવસ રાખો તો દૂધ બગડવાની શક્યતા વધી જાય છે.
આ ત્રણ ટિપ્સ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે અને સાથે તમારે ગરમીમાં આ ટિપ્સનો લાભ લેવો જ જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.