dum aloo recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ દમ આલૂ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને દમ આલૂ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • 500 ગ્રામ બાફેલા બેબી બટાકા
  • 5 ચમચી દહીં
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી ધાણા પાવડર
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 નંગ સમારેલા કેપ્સીકમ
  • 3 નંગ લીલા મરચાના ટુકડા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી સમારેલી કોથમીર

દમ આલૂ બનાવવાની પરફેક્ટ રીત

દમ આલૂ બનાવવા માટે સૌથી પહેલા 500 ગ્રામ બાફેલા અને છાલવાળા નાના બટાકા લો.
હવે એક બાઉલ લો અને તેમાં 5 ચમચી દહીં ઉમેરો. હવે તેમાં 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી કસૂરી મેથી, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા પાવડર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. હવે બાઉલમાં બધા નાના બટેટા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે બાજુ પર રાખો અને મેરીનેટ થવા દો.

હવે એક પેનને ગેસ પર રાખો અને તેમાં 2 ચમચી તેલ નાખીને સારી રીતે ગરમ કરો. હવે તેમાં 1 ચમચી જીરું, 1 સમારેલ કેપ્સિકમ, 3 સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુ લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સારી રીતે શેકી લો.

1 મિનિટ પછી પેનમાં મેરીનેટ કરેલા બટાકા નાખીને ધીમી આંચ પર બરાબર મિક્ષ કરી લો. હવે પેન પર ઢાંકણ મૂકો અને તેલ છૂટે ત્યાં સુધી તેને પકાવો. તેલ છૂટે પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર, 1/2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. તમારું દમ આલૂ તૈયાર છે અને તમે સર્વ કરી શકો છો.

જો તમને અમારી દમ આલૂ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા