દરેકને પોતાનો એક અલગ શોખ હોય છે. કેટલાકને મોંઘા પગરખાં ગમે, કેટલાકને મોંઘા દાગીના ગમે છે અને કેટલાકને ઘડિયાળનો શોખ હોય છે. હવે આવામાં ઘણા લોકોને મોંઘી કોફી પીવાનો શોખ હોય છે. ટેસ્ટમાં બેસ્ટ, કેફીનથી ભરપૂર, રિફ્રેશિંગ કોફી.
જો તમે પણ કોફીના શોખીન છો અથવા ફક્ત જાણવા માંગો છો કે દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે અને તેની વિશેષતા શું છે, તો ચાલો આજે તેના વિશે વાત કરીએ. આ એવી કોફી છે જેનો સ્વાદ જો તમે ચાખવા માંગતા હોય તો તમારા મહિનાના બજેટને થોડું મુશ્કેલ બનાવી શકે છે.
1. બ્લેક આઇવરી (Black Ivory) : એક કપની કિંમત 4000 થી 8000 રૂપિયા વચ્ચે છે. તમને બ્લેક આઇવરીનું નામ સાંભળવું ગમ્યું હશે, તો તે સોનું અને ચાંદી નથી પણ તેના બદલે તે હાથીની મદદથી બનાવવામાં આવે છે. આ અનોખી વસ્તુ વાસ્તવમાં હાથી પોટીમાંથી બનાવવામાં આવે છે.
હવે તમને ઉલટી કરો તે પહેલાં હું તમને જણાવી દઉં કે વાસ્તવમાં હાથીઓ શાકાહારી છે, તેમને કોફી બીન્સ ખવડાવવામાં આવે છે. તે પછી તેમના પેટની અંદર આ કોફી ફોર્મેટ થાય છે. જ્યારે હાથી પોટી કરે છે, ત્યારે આખી કોફી બીન્સ બહાર આવે છે કારણ કે તે પચતું નથી.
હાથીઓ આ બીન્સને ચાવી પણ જાય છે પણ બીન્સ બચી જાય છે અને તેમાંથી આ કોફી બને છે. આ કોફી સંપૂર્ણપણે ફોર્મેટ કરવામાં આવે છે. આ પ્રોસેસ પણ થાય છે અને તેને સાફ પણ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા તેને વિશ્વની સૌથી મોંઘી કોફી બનાવે છે.
આ વિશ્વની સૌથી વધુ કેફીનવાળી કોફી છે. જો તમને કોફી ગમે છે તો આ કોફી સરળતાથી મળશે પણ નહિ. તે અમુક સ્થળોએ જ જોવા મળે છે અને ઘણી 5 સ્ટાર હોટલોમાં જોવા મળે છે.
2. Kopi Luwak : એક કપની કિંમત 2500-4500 રૂપિયા વચ્ચે છે. ઘણા વર્ષોથી આ એક વિશ્વની સૌથી મોંઘી કોફી હતી. તે એકદમ પ્રખ્યાત છે અને જો તમે હજી પણ ‘સૌથી મોંઘી કોફી’ ગૂગલ કરો છો તો આ કોફી સામે આવશે. આને લુવાક પ્રાણીની મદદથી બનાવવામાં આવે છે.
પ્રક્રિયા હાથી કોફી જેવી જ છે. પ્રાણીઓ માત્ર તાજી અને મીઠી કોફી બીન્સ ખાય છે, તેથી તે ખૂબ જ સરળ સ્વાદવાળી કોફી છે. તે ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે. આના સ્વાદ પ્લમ, ચા, ગુલાબ, રોસ્ટેડ વગેરે ઘણા સ્વાદોમાં તમને મળશે. કોપી લુવાક કોફી વિશ્વભરમાં સપ્લાઈ કરવામાં આવે છે.
3. Hacienda La Esmeralda : એક કપની કિંમત 1500 થી 2000 રૂપિયા વચ્ચે છે. તમે ક્યાંક પનામાનું નામ તો સાંભળ્યું જ હશે. પનામા પેપર્સની નહીં, અહીંયા પનામાના સ્થળની વાત કરી રહ્યો છું. આ તે જગ્યા છે જ્યાં દુનિયાની ત્રીજી સૌથી મોંઘી કોફી બનાવવામાં આવે છે. આ કોફી છે જેને સૌથી વધુ એવોર્ડ મળેલા છે.
આ કોફી એક ખાસ છોડમાંથી મળી આવે છે જે માત્ર દરિયાની સપાટીથી 1500 ફૂટની ઊંચાઈએ ઉગે છે. તેની સિઝન પણ ખૂબ જ ટૂંકી હોય છે અને તેને પીવાલાયક બનાવવા માટે ઘણો ખર્ચો થાય છે. એટલા માટે તે ખૂબ ખર્ચાળ છે અને તેનો સ્વાદ એકદમ સ્ટ્રોંગ છે. તેને પસંદ કરવાવાળા થોડા લોકો જ છે. તેથી જ્યારે તમે કોઈ સુંદર બીચ ડેસ્ટિનેશન વિશે વિચારશો તો તમને આ કોફી એકવાર ચોક્કસ યાદ આવશે.
4. Ospina Dynasty Gran Cafe Premier Grand Cru : એક કપની કિંમત 1000 થી 2000 રૂપિયા વચ્ચે છે. તે એક ખેતરમાં બનાવવામાં આવે છે જે 1835 માં જેલમાંથી ભાગી ગયેલા બે ભાઈઓએ બનાવી હતી. હવે તેમાં ઘણો વધારો થયો છે અને આ બ્રાન્ડની કોફી સૌથી પ્રખ્યાત બની ગઈ છે.
આ કોફી આ જ ફાર્મમાં જ બનાવવામાં આવે છે. તે ખાસ કરીને 7500 ફૂટની ઊંચાઈએ ઉગાડવામાં આવે છે, તે પણ સામાન્ય જમીન પર નહીં પણ જ્વાલામુખીના મુખ પર. તેથી જ તેનો ટેસ્ટ એટલો અલગ આવે છે. તેમાં નટ્સ જેવો ફ્લેવર આવે છે અને કોફીના શોખીનો કહે છે કે તે વેલ્વેટી સ્વાદવાળી કોફી હોય છે.
5. હેસિન્ડા અલ રોબલ (Hacienda El Roble) : એક કપની કિંમત 500- થી 1000 રૂપિયા વચ્ચે હોય છે. આ કોફી એક વર્ષમાં માત્ર 22 કિલો જ ઉગે છે અને તેથી તે એકદમ અલગ કોફી છે. આની પાછળની વાર્તા એ છે કે એક વ્યક્તિએ એવું વિચારીને કેટલાક વૃક્ષો ખરીદ્યા કે તે કંઈક બીજું વૃક્ષ છે અને બાદમાં તેને ખબર પડી કે તે સૌથી અલગ કોફી નું ઝાડમાંથી એક છે.
જ્યાં સુધી ઝાડની બેરીમાંથી કોફી બનાવવામાં ન આવી ત્યાં સુધી તેના વિશે જાણકારી નહોતી. કોફી બનાવવાની રીત પણ ખાસ છે અને તે સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે બનાવવામાં આવે છે અને તે જ વિસ્તારમાં ઉગે છે. તે સૂર્યમાં પણ સૂકવવામાં આવે છે અને ફોર્મેટ પ્રોસેસ પણ તદ્દન અલગ હોય છે. આને બનાવવાના અલગ રીતના કારણે તે ખૂબ પ્રખ્યાત છે. આને પણ લુવાક કોફી જેવા ઘણા સ્વાદોમાં બનાવવામાં આવે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.