રસોડામાં કચરાપેટી હોવી સામાન્ય બાબત છે. મોટા ભાગના ઘરોમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ નાખવામાં આવે છે. આપણે ઘરે ઘણી વખત એવું બને છે કે કચરાપેટીમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે અને ઘણી વખત એવું બને છે કે કચરાપેટીમાં નાના જંતુઓ દેખાવા લાગે છે.
આ જીવજંતુઓ માત્ર રસોડામાં જ નહીં પરંતુ ઘરના બીજા ભાગોમાં પણ ફરે છે. ઘણી વખત તો કચરાપેટી પર રહેતા જંતુઓ ખોરાક પર આવીને બેસી જાય છે, તે ખોરાક ખાવાથી વ્યક્તિ બીમાર પણ થઈ જાય છે.
કેટલીકવાર કચરાપેટી પર માખીઓ ફરતી હોય છે અને તે ત્યાંથી આવીને ખાવાની વસ્તુઓ પર બેક્ટેરિયા અને કીટાણુ છોડી જાય છે. તો આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે રસોડાની કચરાપેટી અથવા ઘરમાં રહેલા બીજી કચરાપેટી જીવજંતુઓ ફ્રી કેવી રીતે રાખવું જેથી કોઈ રોગ ન ફેલાય.
જો તમે પણ રસોડામાં રહેલું કચરાપેટી પર રહેવાવાળા નાના જંતુઓ અને કીડાઓથી થોડા વધુ પરેશાન થઇ રહયા છો તો તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. કારણ કે આ લેખમાં અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું, જેને અનુસરીને તમે કચરાંપેટી પરથી બગ્સને દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ કઈ છે ટિપ્સ.
ફિનાઇલ : કિનાઇલથી તમે કચરાપેટીમાં રહેલા જંતુઓને સરળતાથી ભગાડી શકાય છે. ફિનાઈલનો ઉપયોગ કરવાથી જંતુઓ પણ ભાગી જશે અને કચરાપેટીમાંથી દુર્ગંધ પણ નહીં આવે. આ માટે સૌથી પહેલા એક કે બે વાર કચરાંપેટીને સારી રીતે સાફ કરી લો.
હવે ફિનાઇલ લિક્વિડમાં એકથી બે કપાસને પલાળી દો અને કચરાપેટીમાં મૂકો. હવે તમે તેમાં કચરો નાખી શકો છો. જ્યારે ડસ્ટબિન અડધું ભરાઈ જાય ત્યારે ફરીથી એક વાર કપાસને ફિનાઈલમાં પલાળીને ડસ્ટબિનમાં નાખો. આની તીવ્ર ગંધને લીધે ક્યારેય જંતુઓ નહિ પડે. જો તમે કપાસના બોલ સિવાય સમયાંતરે કચરાપેટી પર ફિનાઇલનો સ્પ્રે પણ છાંટી શકો છો.
સૂકો અને ભીનો કચરો અલગ રાખો : રસોડામાં રહેલી કચરાપેટીમાં જંતુઓ ના આવે તે માટે સૂકો કચરો અને ભીનો કચરો બંને અલગ-અલગ રાખવો જરૂરી છે. કદાચ તમે જાણતા હશો જ, અને નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ કે ભીનો કચરો ડસ્ટબિનમાં રાખવાથી જ મોટાભાગે જીવજંતુઓ જોવા મળે છે.
જો ભીનો કચરો હોય તો તેને રસોડામાં અલગથી બહાર રાખવામાં આવે તો જંતુ આવવાની સમસ્યાથી બચી શકાય છે. તમારે રસોડાના ડસ્ટબિનમાં સૂકો કચરો જ નાખવાનો પ્રયાસ કરવો જોઈએ, તેનાથી જંતુઓ ઓછા થશે. જો સૂકો કચરો નાખ્યા પછી પણ જો કીડા પડવાનું ચાલુ રહે છે તો તમે ફિનાઈલનો છંટકાવ કરી શકો છો.
વિનેગર : વિનેગર એક એવી વસ્તુ છે જેની મદદથી તમે તમે ઘરને સાફ કરવા માટે પણ કરી શકાય છે અને ઘરમાં રહેલા કીડાઓને પણ ભગાડી શકાય છે. જી હા, તમે વિનેગરનો ઉપયોગ કરીને થોડીવારમાં ડસ્ટબિનમાં રહેલા નાના જંતુઓને ભગાડી કરી શકો છો.
આ માટે જ્યારે પણ તમે ઘરને વિનેગરથી સાફ કરો છો ત્યારે તેની સાથે કચરાપેટી પર સ્પ્રે કરો. જો તમે ઇચ્છો તો 3-4 કોટન બોલને વિનેગરમાં સારી રીતે પલાળી શકો છો અને તેને કચરાપેટીમાં મૂકી શકો છો. આ સિવાય કચરો ફેંક્યા પછી જ્યાં કચરાપેટી હતી તે જગ્યા ને સારી રીતે સાફ કરો. ફરીવાર માખીઓ ક્યારેય આવશે નહીં.
ખાવાનો સોડા : બેકિંગ સોડા પણ વિનેગર જેવો એક પદાર્થ છે, કે જેના ઉપયોગથી કપડા પરના ડાઘ, રસોડાની ટાઇલ્સ પરના ડાઘ કે રસોડામાં રહેલી કચરાપેટીના જંતુઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. ખાવાના સોડાની તીવ્ર ગંધને કારણે કચરાપેટીમાં રહેલા બગ્સ અને બીજા જીવજંતુઓ પણ ભાગી જાય છે.
આ માટે ખાવાના સોડાનો સ્પ્રે બનાવો અને તેને દિવસમાં એક કે બે વાર કચરાપેટી પર સ્પ્રે કરો. આમ કરવાથી ક્યારેય જંતુઓ પડશે નહીં. આ સિવાય બ્લીચનો સ્પ્રે બનાવીને પણ તમે તેને ડસ્ટબીન પર સ્પ્રે કરી શકો છો. આ સિવાય તમે ડિટર્જન્ટનો સ્પ્રે બનાવીને અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ લિક્વિડનો સ્પ્રે પણ બનાવી શકો છો.
આ બાબતો ધ્યાનમાં રાખો : માત્ર ઘરની અંદર જ નહીં પરંતુ ઘરની બહાર પણ તમે ડસ્ટબિનને રાખી શકો છો. આમ કરવાથી રસોડામાં અથવા ઘરના બીજા ભાગમાં, કોઈપણ રૂમમાં જંતુઓને પ્રવેશતા અટકાવશે. કચરાપેટીમાં કચરો નાખ્યા પછી ડસ્ટબીનનું ઢાંકણું બરાબર બંધ કરો.
ડસ્ટબિનમાં પ્લાસ્ટિકની થેલી મુકવાની ભૂકેલાશો નહિ, તેની ખાતરી કરો, કારણ કે કચરો બહાર કાઢવાનું સરળ બની જાય છે. કચરાંપેટીને જંતુઓથી દૂર રાખવા માટે તમે લીમડાનું તેલ, પેપરમિન્ટ તેલ અને ટી ટ્રી ઓઈલ વગેરે જેવા તેલનો છંટકાવ કરી શકો છો. કચરાપેટી ભરાઈ જાય તેની રાહ ના જુઓ. જો જંતુઓ વધારે આવી ગયા છે તો તેને તરત જ ફેંકી દો.
જો તમને પણ આ જાણકારી પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, ઘર માટેની ટિપ્સ ફ્રીમાં મળતી રહેશે.