સવારે વહેલા ઉઠવું એ સારા સ્વાસ્થ્યની દષ્ટિએ સારું માનવામાં આવે છે. પરંતુ મોડી રાત સુધી જાગવું અને પછી સવારે મોડે ઉઠવું એ આજના બાળકોની આદત બની ગઈ છે. બાળકો, ખાસ ને અઠવાડીયાના અંતે કોઈપણ કામ વગર જ મોડે સુધી જાગે છે અને બીજા દિવસે સવારે સમયસર ઉઠી શકતા નથી.
જેના કારણે તેમની બીજા દિવસનું કોઇપ્ણ કામ સમયસર થતું નથી. ક્યાંક ને ક્યાંક તેમના શરીરમાં આળસ હોય છે અને તે એક્ટિવ નથી રહેતા. તેથી બાળકોને સ્વસ્થ અને એક્ટિવ રાખવા માટે બાળકોને સમયસર સૂઈ જવું જરૂરી છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું બાળક સમયસર જાગે તો અમારી આ ટિપ્સ કામ આવી શકે છે.
1. એક કલાક પહેલા ટીવી બંધ કરો : બાળકોને વહેલા સુવડાવવા માટે ટીવી સૂવાના સમયના 1 કલાક પહેલા બંધ કરો. કારણ કે ટીવી કે આવી કોઈ પણ સ્ક્રીનની લાઈટ આપણી અંદરના મેલાટોનિન હોર્મોનને ઘટાડે છે. જ્યારે ઊંઘ માટે આ હોર્મોનનું હાઈ લેવલ જરૂરી છે.
તેથી, તેને જાળવી રાખવા માટે બાળકોને સૂવાના 1 કલાક પહેલા ટીવી અને મોબાઈલથી હંમેશા દૂર રાખવા જરૂરી છે. જેથી આ હોર્મોન વધવાની સાથે તેમને ઊંઘ આવવા લાગે છે. જો ત એનું લેવલ નીચું થઇ જશે તો બાળક ને રાત્રે સારી ઊંઘ નહીં આવે.
2. ઊંઘ આવે એવું વાતાવરણ બનાવો : બાળકોની આ આદત માટે અમુક અંશે આપણે પણ જવાબદાર છીએ. કારણ કે આજના માતા-પિતા કોઈને કોઈ કારણસર મોડી રાત સુધી જાગતા હોય છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી બાળકોને ઘરમાં સૂવાનું યોગ્ય વાતાવરણ નહીં મળે ત્યાં સુધી તેઓ પણ સુઈ શકતા નથી.
તેથી તમારું કામ પણ દિવસે પૂરું કરો અને તેમના માટે સૂવાનું સારું વાતાવરણ બનાવો. ટીવી બંધ કરો અને વાર્તાનું પુસ્તક વાંચવાનું કહો. તમે તેમને વાર્તા કહો. આ રીતે બાળકોને પોતાની જાતે વહેલા સૂવાની આદત પડી જશે.
3. સૂવાનો સમય સેટ કરો : તમારા બાળકો માટે એક નિશ્ચિત દિનચર્યા સેટ કરો. કારણ કે એક ચોક્કસ સમય સાથે બાળકોના સૂવા-જાગવાના નિત્યક્રમ પણ બની જશે. તમારે પ્રયત્ન કરવો જોઈએ કે બાળકો તેમના દરેક કામ સમયસર પુરા કરે.
તમે એ પણ તપાસો કે બાળકો તેમનું હોમવર્ક સમયસર પૂર્ણ કરે છે કે નહીં. જેથી તેઓને મોડે સુધી જાગવાનું કોઈ બહાનું ના બનાવી શકે. જો તમે ઇચ્છો તો તમે અઠવાડિયાંના છેલ્લા દિવસે એટલે કે રવિવારે તેમના સૂવાના સમયમાં મોડે સુવાની છૂટ આપી શકો છો.
4. મનપસંદ નાસ્તો બનાવીને આપો : જો બાળક સવારે વહેલા ઉઠાતું નથી તો બાળકોને સુવાડતી વખતે તેમને સવારે તેમનો મનપસંદ નાસ્તો ખવડાવવાની લાલચ આપો. જો બાળકો કોઈ બિનઆરોગ્યપ્રદ ખોરાકની માંગ કરે છે તો તમે તેને ના પાડો. તમને કેટલીક સારી વસ્તુઓ ખાવા માટે વિકલ્પો આપો.
બાળકો એક વાર તો સમયસર નહીં સૂઈ શકે, પરંતુ બીજા દિવસે સવારે સારા નાસ્તાની સુગંધ અને તેનો લોભ તેમને વહેલા ઉઠવા માટે મજબૂર કરી શકે છે. જો તમે ઈચ્છો તો ક્યારેક અઠવાડિયામાં એક વખત તમે તેમના મનપસંદ જંક ફૂડને નાસ્તા તરીકે આપી શકો છો.
તો તમે પણ આ રીતે બાળકોની દિનચર્યામાં થોડો ફેરફાર કરીને વહેલા ઉઠવાની અને ઊંઘવાની આદત પાડી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.