eating vastu tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર આપણે આપણી આસપાસ થતી એવી કેટલીક એવી વસ્તુઓ જોતા હોઈએ છીએ જે હોય છે નાની પણ આપણા જીવનમાં ચોક્કસ અસર થાય છે. ક્યારેક કોઈ વસ્તુનો સંકેત આવનારા સમયમાં કોઈ ખરાબ ઘટના બતાવે છે તો ક્યારેક કોઈ ઘટનાને શુભ સંકેત માનવામાં આવે છે.

આવી અનેક ઘટનાઓ છે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ રવામાં આવ્યો છે. ઘણી ઘટનાઓ માટે આપણા શાસ્ત્રોમાં અલગ-અલગ બાબતો કહેવામાં આવી છે જેમ કે જમતા પહેલા હાથ-પગ ધોવા જોઈએ, જમતા પહેલા અન્ન મંત્રનો જાપ કરવો વગેરે. પરંતુ શું તમે જાણો છો કે ભોજનમાં વારંવાર વાળ નીકળે તો શું કરવું?

આપણું મન પણ આવા અનેક પ્રશ્નોના જવાબ માટે ફરતું રહે છે અને આપણે પણ આપણા ઘરના વડીલોને વારંવાર સાંભળીને આ વાતોનું પાલન કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે શાસ્ત્રોમાં આવી ઘણી બાબતો માટે શું ઉલ્લેખ થયેલો છે?

આવા જ એક પ્રશ્નનો જવાબ મેળવવા માટે વિચાર આવશે કે, જો જમતી વખતે વાળ નીકળે તો તે ખોરાક ખાવો જોઈએ કે નહીં? તો આવો જાણીએ શું છે આ વિશે નિષ્ણાતનો અભિપ્રાય અને શાસ્ત્રો શું કહે છે આ વિશે?

ખાવામાં વાળ નીકળે તે માટે શાસ્ત્ર શું કહે છે? જો કે કોઈકવાર તો તમારા ખોરાકમાંથી વાળ નીક્ળ્યો જ હશે. આ એક સામાન્ય વસ્તુ છે દરેક ઘરમાં કારણ કે કેટલીકવાર ઘરે વાળ ધોતી વખતે અથવા કાંસકો કરતી વખતે તે ઉડીને તમારા ખોરાકમાં જઈ શકે છે.

જો કે ખોરાકમાં એક કે બે વાર ખાતી વખતે વાળ નીકળે એ સામાન્ય વસ્તુ હોઈ શકે છે પરંતુ જો તમારા ખોરાકમાં વારંવાર વાળ આવતા હોય તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત પણ હોઈ શકે છે. જો કે જેમાં વાળ નીકળી આવે એવો ખોરાક ખાવાનું મન થતું નથી અને શાસ્ત્રો અનુસાર, જો ખોરાકમાંથી વાળ નીકળે છે તો એવો ખોરાક ના ખાવો જોઈએ.

સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક : જો તમે કોઈ એવો ખોરાક ખાઈ રહયા છો જેમાંથી વાળ નીકળી આવે છે તો તેને ખાવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવા ખોરાક તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. વાળ ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.

જો કે સામાન્ય રીતે વાળ તમારા મોંમાં રહે છે, પરંતુ જો તે શરીરની અંદર જાય છે તો તે ગળામાં ઇન્ફેક્સન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. વાસ્તવમાં વાળમાં એક પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે અને જો આ બેક્ટેરિયા ખોરાક સુધી પહોંચી જાય છે તો તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ભોજનમાં વાળ નીકળવો એ પિતૃ દોષનો સંકેત છે : ભોજનમાં અવારનવાર વાળ નીકળે છે તો તે પિતૃ દોષનો સંકેત પણ હોઈ શકે છે. ખાસ કરીને જો પિતૃ પક્ષ દરમિયાન આવું થાય છે તો તેનો અર્થ છે કે તમારા મૃત પૂર્વજો તમારાથી નારાજ છે. એવામાં તમારે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનું કામ કરવું જોઈએ અને પિતૃઓની શાંતિ માટે પૂજા કરવી જોઈએ.

નિષ્ણાતનું શું કહેવું છે ? આ બાબતમાં એક્સપર્ટ કહે છે કે આપણા બધાને ખાવામાં કોઈને કોઈ સમયે વાળ તો આવે છે. વાસ્તવમાં આ ખોરાક ખાવું આપણા માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો આપણે આપણા વાળમાં તેલ, શેમ્પૂ, કન્ડિશનર, ડાય, જેલ વગેરે જેવી ઘણી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ.

આ સિવાય પણ આપણા વાળ હવામાં રહેલા રજકણો, ધૂળ અને બીજા હાનિકારક કણોના સંપર્કમાં પણ આવે છે. આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હોવાથી તે આપણા ખોરાકને દૂષિત કરી શકે છે. જો કે તે તમારા માટે વધુ હાનિકારક ત્યારે બની શકે છે ક્યારે તમે આકસ્મિક રીતે તમારા ખોરાક સાથે આમાંથી એક વાળ ગળી જાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે સ્પષ્ટપણે હાનિકારક હોઈ શકે છે.

જો આપણે તેને વાસ્તુ અને જ્યોતિષના દૃષ્ટિકોણથી જોઈએ તો એવું માનવામાં આવે છે કે ખોરાકમાં વાળ દુર્ભાગ્યની નિશાની છે અને કેટલાક લોકો માને છે કે તે નકારાત્મક ઉર્જા દર્શાવે છે. કેટલાક ભારતીયો ખોરાકમાં વાળમાં આવતી ખરાબ ઊર્જાથી છુટકારો મેળવવા માટે ઉપવાસ પણ કરે છે.

હકીકત એ છે કે શાસ્ત્રો અનુસાર ખોરાકમાં વારંવાર વાળ આવવો એ તમારા માટે અશુભ સંકેત હોઈ શકે છે તેથી આ ખોરાકને ખાવાથી બચવું જોઈએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા