આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. યોગ કરવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. યોગ કર્યા પછી શરીરને એનર્જી ની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરી શકો છો જે શરીર માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવાનો હોય છે. ભારતમાં યોગાસન કરવાની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. પૌરાણિક ગ્રંથો અનુસાર યોગ વિશેનું જ્ઞાન સૌપ્રથમ બ્રહ્માજીએ સૂર્યને આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે યોગ કરવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. એટલે યોગ કરો અને સ્વસ્થ રહો કહેવામાં આવે છે .યોગ કર્યા પછી આપણે કેવો આહાર લેવો જોઈએ અને કેવું ડ્રિન્ક પીવું જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો ચાલો આજે અમે તમને આવા જ કેટલાક પીણાં વિશે જણાવીએ.
યોગ પછી આટલા પાણીનું સેવંન કરવાથી તમારા શરીરને ખુબજ ફાયદો થશે.
નાળિયેર પાણી
યોગ કર્યા પછી, શરીરને એનર્જી ની ખુબજ જરૂર હોય છે. આ સ્થિતિમાં, તમે નાળિયેર પાણીનો ઉપયોગ કરી શકો છો. નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે શરીરને ઉર્જા આપવામાં મદદ કરી શકે છે.
આમ પન્ના
કેરીમાં વિટામિન એ, સી અને ઇ ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફાઈબર જેવા પોષક તત્વો મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં અને પાણીની અછતને પહોંચી વળવા મદદ કરી શકે છે.
લીંબુ શરબત
લીંબુ શરબત આરોગ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. લીંબુ વિટામિન સીનો સારો સ્રોત છે, યોગ કર્યા પછી, તમે શરીરને સક્રિય રાખવા માટે લીંબુ શરબતનું સેવન કરી શકો છો.
લસ્સી
ઉનાળાની સીઝનમાં લસ્સીને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીર અને પેટને ઠંડુ કરવામાં મદદ કરે છે. યોગ કર્યા પછી લસ્સીનું સેવન કરવાથી શરીરમાં નબળાઇ અને શક્તિનો અભાવ દૂર થઈ શકે છે.
તરબૂચનો રસ
તડબૂચને પાણીનો સારો સ્રોત માનવામાં આવે છે. તેમાં લગભગ 90 ટકા પાણી જોવા મળે છે. યોગ કરતી વખતે, શરીરમાંથી ઘણો પરસેવો નીકળે છે, જેના કારણે શરીરમાં પાણીનો અભાવ થઈ શકે છે. પરંતુ યોગ પછી તડબૂચનો રસ પીવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.
નારંગીનો રસ
નારંગી વિટામિન સી અને પોષક તત્વોથી સમૃદ્ધ છે. યોગ કર્યા પછી નારંગીનો રસ પીવો ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.