ઘણી વાર ઘરમાં રાખેલી વસ્તુઓ એક્સપાયર થઈ જાય છે. એવામાં લોકો સામાન્ય રીતે બધા તેને ફેંકી દે છે. ખાસ કરીને જો કોસ્મેટિક આઈટમ એક્સપાયર થઈ ગઈ હોય તો તેનો સ્કીન પર ઉપયોગ કરવો જોખમથી ભરેલું હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે કોસ્મેટિક વસ્તુઓમાં ઘણી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે તેમની એક્સપાયરી પછી પણ કરી શકો છો. આમાંથી એક વસ્તુ છે ફેસ વોશ. સ્વાભાવિક છે ફેસવોશ એક્સપાયર થઈ ગયા પછી તેનાથી ચહેરાને સાફ કરી શકાતો નથી.
આમ કરવાથી તમને ત્વચાની એલર્જી થઈ શકે છે. પણ જો તમારી પાસે ફેસવોશ વધેલું છે તો તેને ફેંકી દો નહીં, પણ તમે તેનો ઉપયોગ ઘરના બીજા કામમાં કરી શકો છો. આજે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જે તમે એક્સપાયર થઈ ગયેલા ફેસ વોશની મદદથી કરી શકાય છે.
પગ સ્ક્રબ કરવા માટે : જો ફેસવોશ એક્સપાયર થયા માત્ર એક અઠવાડિયું જ થયું છે છે તો તમે તેમાંથી ફૂટ સ્ક્રબ બનાવી શકો છો. તો ચાલો તમને સમજાવીએ કે કેવી રીતે કરી શકાય.
જરૂરી સામગ્રી : 1/2 નાની ટીસ્પૂન ફેસ વોશ, 1 નાની ચમચી ખાંડ, 1/2 નાની ચમચી મધ
ઉપયોગ કરવાની રીત : એક બાઉલ લો અને તેમાં ફેસવોશ, ખાંડ અને મધ ત્રણેયને મિક્સ કરો. હવે આ મિશ્રણથી 4-5 મિનિટ સુધી પગને સ્ક્રબ કરો. આ પછી પગને સ્ક્રબ કર્યા બાદ સામાન્ય પાણીથી ધોઈ લો. આ રીતે પગ પર જમા થઇ ગયેલી મૃત ત્વચા દૂર થઇ જશે અને એક્સપાયર થઈ ગયેલા ફેસ વોશનો પણ ઉપયોગ થઇ જશે.
કાર્પેટને સાફ કરવા માટે : તમે ઘરે ગંદી થઇ ગયેલી પગની મેટ અને કાર્પેટને સાફ કરવા માટે એસ્પાયર ફેસ વૉશનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે જણાવેલ સ્ટેપને ફોલો કરો.
સૌથી પહેલા પગની મેટ અથવા કાર્પેટને આખું પાણીથી પલાળી દો. હવે તેના પર અમુક અમુક જગ્યાએ ફેસવોશના નાના નાના ટીપાં નાખો. અહીંયા તમારે ચોક્કસપણે બ્રશની જરૂર પડશે, જેથી તમે પગની મેટ અથવા કાર્પેટને ઘસી શકો. ઘસ્યા પછી તમે પગની મેટને પાણીથી સાફ કરો.
ટાઇલ્સ ક્લીનર માટે : તમે રસોડું અથવા બાથરૂમની ટાઇલ્સને સાફ કરવા માટે એક્સપાયર થયેલા ફેસ વૉશનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે 1 મોટી ચમચી ફેસવોશ, 1 મોટી ચમચી મીઠું અને 1 મોટી ચમચી ખાવાનો સોડાની જરૂર પડશે. આ ત્રણ સામગ્રીને મિક્સ કર્યા પછી તમે તેનો ઉપયોગ ટાઇલ્સ ક્લીનર તરીકે કરી શકાય છે.
કાર ધોવા માટે ક્લીનર તરીકે : તમે શેમ્પૂથી ગાડી, સ્કૂટર અને સાઈકલને સાફ કરી શકાય છે તે વિશે ઘણી વાર સાંભળ્યું હશે. એ જ રીતે તમે એક્સપાયર થયેલા ફેસ વોશનો પણ ઉપયોગ સફાઈ માટે કરી શકો છો. એ વાત અલગ છે કે માત્ર ફેસ વોશનો ઉપયોગ કરવાથી ગાડી પર તે ચમક આવે છે જે શેમ્પૂથી સાફ કર્યા પછી આવે છે. તેથી તમે ફેસવોશમાં થોડો શેમ્પૂ જરૂર મિક્સ કરવું જ જોઇએ.
ડાઘ કાઢવા માટે : તમે કપડાંમાં પડેલા હળવા ડાઘ જેમ કે લીલી ચટણીના ડાઘ, ચાના ડાઘ, માટીના ડાઘ વગેરે દૂર કરવા માટે તમે ડાઘ રીમુવર તરીકે એક્સપાયર ફેસવોશનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે નીચે જણાવેલી પદ્ધતિ અપનાવવી જોઈએ.
જરૂરી સામગ્રી : 1 નાની ચમચી ફેસ વોશ, 1 નાની ચમચી લીંબુનો રસ, 1 નાની ચમચી ખાવાનો સોડા
ડાઘ કાઢવા માટે રીત : એક બાઉલ લો અને તેમાં આ ત્રણેય સામગ્રીને મિક્સ કરો. હવે આ મિશ્રણને જ્યાં કપડા પર ડાઘ પડ્યા હોય તે જગ્યાએ લગાવો. આ મિશ્રણને 15 મિનિટ માટે ડાઘ પર લગાવેલું રહેવા દો. આ પછી તમે બ્રશથી ડાઘને હળવા હાથે સ્ક્રબ કરો અને પછી તેને પાણીથી ધોઈ લો. આમ કરવાથી ડાઘ ઘણા હદ સુધી હળવા થઈ જશે.
જો તમને આ ટિપ્સ ગમી હોય તો આ લેખને જરૂરથી આગળ મોકલો અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.