eye care tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમારી આંખો જ તમારા સુંદરતામાં વધારો કરે છે અને આંખ એક સૌથી મહત્વના અંગોમાંનું એક છે. આ શરીરનું એવું એક અંગ છે જે તમને આખી દુનિયાથી પરિચિત કરાવે છે. તેથી આંખની યોગ્ય સંભાળ લેવી શરીરના બીજા અંગો જેટલી જ મહત્વપૂર્ણ છે.

પરંતુ ઘણીવાર વ્યસ્ત જિંદગીના કારણે ઘણા લોકો તેમની આંખો પર ધ્યાન નથી આપી શકતા અને પાછળથી તેમની આંખો થાકેલી અને નબળી દેખાવા લાગે છે, જેના કારણે આંખોની રોશની પણ નબળી પડી જાય છે અને નંબર આવે છે.

જો કે તમારી આંખોને બગાડવા પાછળ અને આંખોને અસ્વસ્થ બનાવવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઉંમર વધવી, પ્રદૂષણ, તણાવ, આહાર વગેરે. વાસ્તવમાં તમે તમારી આંખોને વૃદ્ધ થવાથી રોકી નથી શકતા પરંતુ તમે તેમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો.

તો આજે આ લેખમાં અમે તમને સ્વસ્થ આંખો રાખવા માટે તમે શું કરી શકો છો તે વિશે પુરી માહિતી જઈ રહયા છીએ, તો ચાલો જાણીયે કે આંખોને સ્વસ્થ રાખવા માટે કઈ ટીપ્સનો ઉપયોગ કરી શકાય છે.

સારો આહાર જરૂરી છે : આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર આહારની સેવન કરવું જોઈએ. જે ખોરાકમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે તે તમારી આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

જો તમે નોન-વેજ છો તો તમારા આહારમાં કેટલીક માછલીઓ જેમ કે સૅલ્મોન, ટ્રાઉટ, સાર્ડીન, મેકરેલ, એન્કોવી વગેરેનો તમારા આહારમાં સમાવેશ કરો. જો તમે શાકાહારી છો તો તમે તમામ પ્રકારના બીજ અને નટ્સ, બદામ – અખરોટ, મગફળી, કાજુ, ચિયા બીજ, અળસીનું સેવન કરી શકો છો.

આ સિવાય તાજા ફાળો, ગાજર, કોળું જેવા તાજા ફળો ખાઓ. તમે આહારમાં ઇંડા, સોયાબીન, ડેરી પ્રોડક્ટ અને આવા જ પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. પાલક જેવી તમામ લીલા પાંદડાવાળા શાકભાજીને પણ તમારા નિયમિત આહારનો એક ભાગ બનાવો. તંદુરસ્ત આહાર પણ ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવનાને ઘટાડે છે, જે આંખની સમસ્યાઓનું મુખ્ય કારણ હોઈ શકે છે.

આંખની નિયમિત તપાસ કરવો : વર્ષમાં ઓછામાં ઓછા એક વખત નેત્ર ચિકિત્સક/ઓપ્ટોમેટ્રિસ્ટની પાસે જઈને આંખની તપાસ કરાવો. તમારી દ્રષ્ટિ કેટલી મજબૂત છે અથવા તમારી આંખો કેટલી સ્વસ્થ છે તે નિર્ધારિત કરવા માટે તેઓ ઘણા પરીક્ષણો કરે છે અને તે તમને જરૂર મુજબ સલાહ આપે છે.

આંખના પરીક્ષણોના આધારે જ તમને જો જરૂરી હોય તો તમે તમારા ચશ્મા અથવા દવાઓ માટે સારી સલાહ મેળવી શકો છો, જેનાથી તમે તમારી આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો. આંખના રોગ માયોપિયા સામે સુરક્ષાની ખાતરી કરવા માટે તમારે નિયમિત આંખની તપાસ કરવાની પણ જરૂર છે. નિયમિત ચેક-અપથી મોતિયા, રેટિના ડિટેચમેન્ટ અને ગ્લુકોમા પણ દૂર કરી શકાય છે અને આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે.

તાજી હવા જરૂરી છે : તાજી હવા ફેફસાં અને હૃદય સુધી મર્યાદિત નથી. તાજી હવા સીધી તમારી આંખના કોર્નિયાને ઓક્સિજન સપ્લાય કરે છે કારણ કે તેમની પોતાની ઓક્સિજન સપ્લાય સિસ્ટમની ઉણપ હોય છે. તેથી ખાતરી કરો કે તમારી આંખો શક્ય તેટલી તાજી હવાના સંપર્કમાં આવે. પરંતુ જો તમારી સૂકી આંખો તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો શિયાળામાં ઘરની અંદર રહેવું વધુ સારું છે.

કમ્પ્યુટર સ્ક્રીનના વધુ પડતા સંપર્કમાં આવવાથી બચો : ગરદન, પીઠ અને ખભાના દુખાવા સિવાય કોમ્પ્યુટર અને ફોનની સ્ક્રીન પર લાંબા સમય સુધી જોવાથી તમારી આંખ પર ગંભીર અસરો થઈ શકે છે. આંખોની મોટાભાગની બીમારીઓ કોમ્પ્યુટર અથવા ફોન સ્ક્રીનના વધુ પડતા સંપર્કમાં આવવાથી આવી શકે છે.

તેમાં આંખો પર વધારે દબાણ પડવું, સૂકી આંખો, જાંખુ દેખાવું, લાંબા અંતર સુધી ના દેખાવું વગેરે સમસ્યાઓ સમાવેશ થાય છે. આ સમસ્યાઓથી આંખોને બચાવવા માટે કમ્પ્યુટરના ઉપયોગ માટે કમ્પ્યુટર ચશ્માનો ઉપયોગ કરો.

જો તમારી આંખો સૂકી લાગે છે તો તેને વચ્ચેથી ઝબકાવો. 20-20-20 નિયમનું પાલન કરીને જ્યાં તમે દર 20 મિનિટે તમારી આંખોને 20 સેકન્ડ સુધી સતત 20 ફૂટ દૂર જોઈને આરામ આપો. દર 2 કલાકે 15 મિનિટનો વિરામ લો અને તમારી ખુરશી પરથી ઉભા થઈને વિરામ લો.

શરીરને હાઇડ્રેટેડ રાખો : શુષ્ક આંખોની વાત કરીએ તો ડીહાઈડ્રેશન પણ આનું કારણ હોઈ શકે છે કારણ કે માનવ શરીર યોગ્ય રીતે કાર્ય કરવા માટે પાણી જરૂરી છે. જો તમે પાણી ઓછું પીવો છો તો સૂકી આંખની સમસ્યાઓ થાય છે. તમારી આંખોમાં બળતરા ટાળવા માટે અને હાઇડ્રેટેડ રહેવા માટે નિયમિતપણે યોગ્ય માત્રામાં પાણી પીવો. આ શરીરની સાથે આંખોને પણ સ્વસ્થ રાખે છે.

તમારી આંખો મસરવાનું ટાળો : મોટાભાગના લોકોને દર બીજી મિનિટે આંખો મસળવાની ટેવ હોય છે. તમારે સમજવાની જરૂર છે કે મોટાભાગે તમારા હાથ વિવિધ પ્રકારના રોગો અને ચેપ માટે જવાબદાર જંતુઓથી ઘેરાયેલા હોય છે. તેથી જો તમારી પણ આદત છે તો આ આદતથી છૂટકારો મેળવો તો તે વધુ સારું રહેશે.

જો તમારી આ આદત છૂટતી નથી તો તમે તમારા હાથને શક્ય તેટલું સ્વચ્છ રાખો. હાથ સાફ રાખવા માટે તમે સાબુથી લઈને સેનિટાઈઝર સુધી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ બધું કરવા છતાં આંખના સ્વાસ્થ્ય માટે તમારી આંખોને મસળવાનું બંધ કરવું એ વધુ સારો વિકલ્પ છે.

સારી ઊંઘ લો : જો તમને સારી ઊંઘ લેવાની આદત નથી તો તમારી આંખોમાં પીડા થઇ શકે છે. પૂરતી ઊંઘ એ સુનિશ્ચિત કરે છે કે તમારી આંખો સારી રીતે આરામ મળે છે અને તણાવ મુક્ત રહે છે. સારી ઊંઘ તમારી આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે તેથી દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લો.

કોફીનું વધુ પડતું સેવન ટાળો : જો તમે આંખને હેલ્દી રાખવા માંગો છો તો તમે ઓછામાં ઓછી માત્રામાં કોફીનું સેવન કરો. તમે નિયમિત કોફીને બદલે ગ્રીન ટી પીવાનો પ્રયાસ કરો. તમારા શરીરની પ્રવાહી જરૂરિયાતો પૂરી કરવા સિવાય ગ્રીન ટી કેટેચીનનો એક મહાન સ્ત્રોત છે જે અન્ય એન્ટીઑકિસડન્ટો જેમ કે વિટામિન સી, વિટામિન ઇ અને લ્યુટીન સાથે આંખોને મોતિયા અને AMD સહિતની આંખની વિવિધ સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે.

તમે પણ આંખોને સ્વસ્થ રાખવા માટે અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સ અજમાવી શકો છો અને આંખોની સુંદરતાને લાંબા સમય સુધી જાળવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા