પરંતુ અમે તમને ચોખાના લોટના ચહેરા પર થતા ફાયદા વિશે નથી જણાવવા જઈ રહ્યા પરંતુ ચોખાના વધેલા પાણીથી ફેશિયલ કેવી રીતે કરવું તે વિશે જણાવી રહ્યા છીએ. આ ફેશિયલ તમે ઘરે સરળતાથી કરી શકો છો અને તમે તમારી ત્વચાને ચમકદાર બનાવવાની સાથે થોડી ચુસ્તતા લાવવામાં પણ મદદ કરે છે.
તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે 3 સ્ટેપમાં ચોખાના પાણીથી ફેશિયલ કરી શકો છો. એક સામાન્ય સામગ્રી છે જેનો આપણે દરેક સ્ટેપમાં ઉપયોગ કરવાના છીએ અને તે છે ચોખાનું પાણી.
ચોખાના પાણીથી ત્વચાને થતો ફાયદો : ચોખાના પાણીમાં એમિનો એસિડ, એન્ટીઑકિસડન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાની વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. તે ત્વચાના વૃદ્ધત્વ માટે જવાબદાર એન્ઝાઇમ, ઇલાસ્ટેઝની પ્રવૃત્તિને પણ અટકાવી શકે છે. આમ ચોખાનું પાણી ત્વચા પર વૃદ્ધત્વના ચિન્હોને ઘટાડે છે.
ચોખાના પાણીના મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય ત્વચાને ચમકદાર બનાવવાનું છે, તે તમારી ત્વચાને સ્વસ્થ, ચમકદાર અને સ્વચ્છ રાખે છે. સ્ટાર્ચયુક્ત ચોખાનું પાણી લગાવવાથી સૂર્યના નુકસાનના લક્ષણો જેમ કે સનબર્ન, સોજો, લાલાશ અને ખંજવાળમાં તમને રાહત મળે છે. તેના ઠંડકના ગુણધર્મો સનબર્ન ત્વચાને શાંત કરી શકે છે.
તેના એસ્ટ્રિન્જન્ટ ગુણધર્મોને લીધે, ચોખાનું પાણી ત્વચાના ઓઈલને ઓછું કરવામાં અને ખીલ અને ફોલ્લીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. જો તમારે ચોખાના તાજા પાણીનો ઉપયોગ કરવો હોય તો 3 ચમચી ચોખાને 1/4 કપ પાણીમાં 2 કલાક માટે પલાળી રાખો. પછી તેને ગાળી લો, તો તૈયાર છે તમારું ચોખાનું પાણી.
સ્ટેપ 1 ક્લીન્ઝિંગ : ચોખાના પાણીના ફેશિયલનું પહેલું સ્ટેપ ક્લીન્ઝિંગ આવે છે. તો તેના માટે સામગ્રી : ચોખાનું પાણી 1 મોટી ચમચી, મધ 1 મોટી ચમચી
વિધિ : એક સ્વચ્છ બાઉલમાં ચોખાનું પાણી અને મધ મિક્સ કરો. મિક્સ કરો એટલે તમારું ક્લીંઝર તૈયાર છે. હવે સ્વચ્છ કોટન બોલની મદદથી તેને તમારા આખા ચહેરા પર લગાવો. લગાવ્યા પછી 5 મિનિટ રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો.
સ્ટેપ 2 એક્સ્ફોલિયેશન : ફેસિયલના બીજા પગલામાં એક્સ્ફોલિયેશનનો સમાવેશ થાય છે. આ કરવા માટે તમારે સ્ક્રબ બનાવવું પડશે અને તે બનાવવા માટે તમારે જરૂર પડશે સામગ્રી : ઓર્ગેનિક ગોળ પાવડર 2 ચમચી અને ચોખાનું પાણી 1 ચમચી
વિધિ : એક સ્વચ્છ બાઉલમાં 2 ચમચી ગોળ પાવડર લો અને તેમાં ચોખાનું પાણી ત્યાં સુધી ઉમેરો જ્યાં સુધી તમને સ્મૂધ પેસ્ટ ન મળે. આ પેસ્ટને તમારા આખા ચહેરા પર લગાવો અને 2 મિનિટ માટે હળવા હાથે ઘસવું. તેને 5 મિનિટ માટે રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. ગોળ પાવડરમાં ગ્લાયકોલ એસિડ ભરપૂર માત્રામાં હોવાથી તમારા ચહેરા પરથી ત્વચાના તમામ મૃત કોષોને દૂર કરે છે.
સ્ટેપ 3 ફેસ માસ્ક : હવે આપણે આ ફેશિયલના છેલ્લા સ્ટેપ પર આવી છીએ અને તે છે ફેસ પેક. આ ફેસ પેક તૈયાર કરવા માટે તમારે આ સામગ્રીની જરૂર પડશે સામગ્રી : ચોખાનું પાણી જરૂર મુજબ, બેસન 2 ચમચી, હળદર 1/2 નાની ચમચી અને મધ 1 ચમચી
વિધિ : એક સ્વચ્છ બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લો અને તેમાં મધ અને હળદર ઉમેરો. હવે તેમાં ચોખાનું જરૂર મુજબ પાણી ઉમેરો જ્યાં સુધી તમને પેસ્ટ જેવી ઘટ્ટ ના બને અને તમારું પેક તૈયાર થઈ જાય. આ પેકનું લેયર આખા ચહેરા પર સરખી રીતે લગાવીને 15 મિનિટ સુકાવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો.
તમારું ફેશિયલ થઈ ગયું છે અને હવે તમારી ત્વચાના નવા કોષોને સુરક્ષિત રાખવા માટે તમારા ચહેરા પર મોઈશ્ચરાઈઝરનું લેયર લગાવો. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે રાત્રે આ ફેશિયલ કરો કારણ કે રાત્રે કરવાથી તમારી ત્વચા થોડા કલાકો સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે નહીં.
તમે પણ બ્યુટી પાર્લર જેવા ઘરે જ આ ફેશિયલ કરીને તમારી ત્વચાને સરળતાથી ગ્લોઈંગ બનાવી શકો છો . જો કે તે સંપૂર્ણપણે કુદરતી સામગ્રીનો કરવામાં આવે છે અને તેની કોઈ આડઅસર નથી. પરંતુ તેમ છતાં એકવાર નાનો ટેસ્ટ જરૂર કરો. આવી જ વધારે બ્યુટી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.