હેલ્લો ફ્રેડ, આજે આપણે બનાવિશુ ગુજરાતીઓનું મનપસંદ એટલે ફાફડા. મોટા ભાગે આપણે બધા ફાફડા બજાર માંથી જ લાવીએ છીએ, પરંતું આ ફાફડા ઘરે બનાવવા એકદમ સરળ છે. તો ચાલો જોઇલો ફાફડા બનાવાની રીત.
સામગ્રી:-
- બેસન
- સ્વાદ પ્રમાણે મીઠું
- હીંગ
- હળદળ
- બેકિંગ સોડા
- અજમો
- તેલ
- પાણી
ફાફડા બનાવાની રીત:
ફાફડા બનાવા માટે બેસન તૈયારી જ મલે છે જે ફાફડા બનાવવા વધું સારું અનુકૂળ આવે છે. આં બેસન ને એકવાર ચારણી વડે ચાળી લેવું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હીંગ, હળદળ અને બેકીગસોડા એડ કરો. હવે હાથમા અજમાને મસળી તેમા એડ કરો. હવે તેલ નું મોણ એડ કરો. બધું હાથ વડે બરાબર મિક્ષ કરી લો.
હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈ ૫-૮ મીનીટ સુધી લોટ ને મસળતા જાઓ. લોટ તૈયાર થઇ ગયા પછી તેને ૩૦ મીનીટ માટે બાજુ માં મૂકી દો. ૩૦ મીનીટ થઈ ગયાં પછી તમારે ફાફડા બનાવાની તૈયારી કરવાની છે.
હવે લોટ માંથી થોડો લૂણો લઈ તેના પર થોડું તેલ લગાવી તેને એક ઓરસિયા કે પાટલા પર મૂકી તેને હાથના પાછળ નાં ભાગ વડે દબાવિ આગળ ની બાજુ સ્મુથલી પ્રેશ કરતા જાઓ.
ફાફડા બનાવાની આ રીત બહુજ સરળ છે. એકવાર તમારો હાથ બેસી જાય પછી તમે ખુબજ ઝડપી બીજાં ફાફડા વણી શકો છો.ચપ્પાની મદદ થી તમે પાટલા પર રહેલા ફાફડા ને ઉખારી લેશો. અહિયાં તમારો ફાફડો એકદમ સરળ રીત તૈયાર થઈ ગયો હસે. આમ તમે બધા ફાફડા તૈયાર કરી લો.
હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ધીમા ગેસ પર ફાફડા ને તળવા માટે મુકો. ફાફડા હલકા ગુલાબી રંગનાં થાય એટલે ફાફડા ને બીજી બાજુ ફેરવી દો. આમ અહિયાં તમારે બધા ફાફડા ને તલી લો. તો અહિયા તમારા ફાફડા બનિને તૈયાર થઇ ગયા છે.
ફાફડા ગરમ હોય એટલે ફાફડા પર મીઠુ, હીંગ અને કાળા મરીનો પાઉડર સ્પ્રેડ કરી દો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Images Credit: Busy Brains