ગુજરાતીઓ માટે કેહવાઈ છે કે ગુજરાતીઓ ખાવામાં ખુબ જ શોખીન હોઈ છે એટલાં માટે જ ગુજરાતના દરેક ખૂણે ખૂણે કોઈના કોઈ વસ્તુ તો પ્રખ્યાત હોય જ છે. જો કોઈ બહાર થી આવ્યું હોય અને ગુજરાતી પ્રખ્યાત વસ્તુ ખાવા મળે તો તે હંમેશા માટે યાદ રાખે છે. ગુજરાતી વસ્તુ એટલે કે જે દેશ છોડીને વિદેશોમાં ગયા છે તે લોકો પણ ત્યાં ગુજરાતી વસ્તુખાવા માટે શોધતા હોય છે.
ગુજરાત ના દરેક ખૂણામાં કોઈના કોઈ વાનગી પ્રખ્યાત છે. તેવામાં વાત કરીએ અમદાવાદ ની તો અમદાવાદ માં ઘણું બધું ખાવાનું પ્રખ્યાત છે અને જો તમે અમદાવાદી છો તો તમારા વિસ્તાર માં પણ કંઈક પ્રખ્યાત ખાવાની વસ્તુ મળતી જ હશે. તમારા વિસ્તાર માં શું ખાવાનું પ્રખ્યાત છે તે કોમેન્ટમા જરૂર જણાવજો
આજે અમે ઘણી એવી ખાસ જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યા ખાવા માટે લોકો પડાપડી કરે છે. તો ચાલો જાણીએ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું પ્રખ્યાત કે જેના માટે લોકો દૂર દૂર થી ખાવા માટે આવે છે અને ખુબજ લાંબી લાઈનો કરે છે. જો તમારા વિસ્તાર માં કોઈ પ્રખ્યાત વાનગી હોય અને અમારા ધ્યાન માં ન આવ્યું હોય તો અમને કોમેન્ટ માં જરૂર જણાવજો.
મણીનગરના માસીની પાણીપૂરી, ઋતુરાજના મસ્કાબન-ચા, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા, લસ્સી, જનતાનો કોકો, નેહરુનગર ના ગાંઠિયા વગેરે આવી અનેક અવનવી વાનગીઓ વિશે જાણીએ .
અમદાવાદ માં લગભગ ગલીએ ગલીએ ખાવાની વસ્તુ ખુબજ ફેમસ છે. ગુજરાતના દાળવડા, રાયપુરના ભજીયા, ફરકીના ફાલૂદા, એમબીએ ચાયવાલા, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ. રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, શશીનુ ચવાણું વગેરે. હજી ઘણું બાકી છે જરૂર જાણો.
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, સાબરમતી જેલના ભજીયા, કર્ણાવતીની દાબેલી, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ના ખરખરિયા, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, જુના શેર-બજારનું ચવાણું, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ.
સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, લક્ષ્મીના ગાંઠિયા, ગીતાની સમોસા-કચોરી, જવેરવાડની પાણીપૂરી, વિદ્યાપીઠ પાસેના થેપલા, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ, ગુજરાત યુનિવર્સિટીના ઢોંસા.
જશીબેનના પિઝા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, જયભવાનીના વડાપાંવ, સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ, શંકરનો આઇસ્ક્રીમ, ઝવેરીવાડની દાળિયાની ચટણી, મણિનગરના ટામેટાના ભજીયા , બાપુનગરના ગોંડલના ગાઠિયા, ખોખરાના ઇડલી, ચાર રસ્તાની ઇડલી.
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ ખુબજ પ્રખ્યાત છે.અમદાવાદ મા આટલું જ નથી, હજી ઘણું બાકી છે. સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી.
આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, અંકુરના આણંદ દાલવડા, નિકોલ માં દિનેશના ભજીયાઅને દાસ ના ખમણ .
શુકન ચોકડી ની ભાજી પાઉં, ક્રષ્ણનગરમાં માસીની 7 પાણીની પાણીપુરી, તો આ હતી અમદાવાદ ના ખૂણા ખાચરાની ખુબજ પ્રખ્યાત વાનગીઓ. જેને ખાવા માટે લોકોની લાઈન પડે છે. તો આ હતી અમદાવાદ ની ખુબજ પ્રખ્યાત વાનગીઓ. જો તમારા વિસ્તાર માં કોઈ પ્રખ્યાત વાનગી હોય અને અમારા ધ્યાન માં ન આવ્યું હોય તો અમને કોમેન્ટ માં જરૂર જણાવજો .
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.