મગની દાળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ અંકુરિત મગ ને તેનાથી પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. મગ ની દાળનો શીરો અને હલવો બનાવીને ખાવામાં આવે છે. મગ ની દાળનો ઉપયોગ અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં થાય છે.
ફણગાવેલા અનાજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફણગાવેલા મગને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. રોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત અનાજ ખાવાથી શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકાય છે.
ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મિનરલ, એન્ટી-ઓક્સીડેન્ટ, કોપર, વિટામીન એ, બી, વિટામીન સી, વિટામીન ઈ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ફણગાવેલા મગમાં બહુ ઓછી માત્રામાં ચરબી જોવા મળે છે. તમે તેને તમારા આહારમાં સલાડ, ચાટના રૂપમાં પણ સામેલ કરી શકો છો.
ફણગાવેલા મગ ખાવાના ફાયદા
હૃદય: હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે અંકુરિત મગનું સેવન કરી શકો છો. ફણગાવેલા મગમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને ઘણી સમસ્યાઓથી બચાવવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ નું સેવન કરવાથી હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
વજન ઘટાડવું: રોજ સવારે ખાલી પેટ અંકુરિત મગનું સેવન કરવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. ફણગાવેલા મગમાં ફેટીનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમારું વજન વધુ હોય તમારે અંકુરિત મગનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ.
રોગપ્રતિકારક શક્તિ: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમે અંકુરિત મગનું સેવન કરી શકો છો. ફણગાવેલા મગમાં મળતા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
પેટ માટે: પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ફણગાવેલા મગનું સેવન કરી શકો છો. ફણગાવેલા મગમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચન અને પેટને સારું રાખવામાં મદદ કરે છે. બીજી બધી દાળ ની સરખામણીમાં મગ ની દાળ પચવામાં હલકી હોય છે. જે ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.
કોલેસ્ટ્રોલ: અંકુરિત મગનું સેવન કરી કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખી શકાય છે. મગ ની દાળમાં કોલેસ્ટ્રોલ ને ઓછું કરનાર તત્વ મળી રહે છે. તેના પ્રભાવ ને કારણે જ મગ લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢવામાં મદદ કરે છે.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.