અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન મોટા ભાગના લોકોમાં હોય છે. નાના મોટાં બધાને બટાકા તો ભાવતાજ હોય છે. મોટા ભાગની ફરાલી વસ્તુમાં બટાકાનો ઉપયોગ થતો જ હોય છે. તો આજે આપણે વ્રત, ઉપવાસ માં ખાઈ શકાય એવા ચટણી સાથે ના ફરાળી બટાકા વડા ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઇશું.
સામગ્રી
મસાલા માટે
- ૪ મધ્યમ કદના બાફેલા બટાકા
- ૨ ચમચી તેલ
- ૧ ચમચી જીરું
- ૪ સમારેલા લીલા મરચા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ tsp કાળા મરી પાવડર
- ૧ tsp ખાંડ
- ૨ ચમચી લીંબુનો રસ
- ૩/૪ કપ શિંગોડાનો લોટ
બહાર ના સ્તર માટે
- ૩/૪ કપ શિંગોડાનો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- સ્વાદ માટે કાળા મરી
- જરૂરી પાણી
ફરાળી ચટણી માટે
- કોથમીર
- ૨ લીલા મરચા
- ૨ ચમચી છીણેલું નારિયેળ નું છીણ
- ૧ ચમચી લીંબુ નો રસ
- ચમચી ખાંડ
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરૂર મુજબ પાણી
બટાકા વડા માટે
- મિક્સિંગ બાઉલમાં બટાકા ને બાફી અને મેશ કરી લો..
- એક કડાઈમાં તેલ ગરમ કરો; જીરું અને લીલા મરચા નાખો. એક મિનિટ માટે સાંતળો.
- છૂંદેલા બટાકા, મીઠું, મરી અને ખાંડ ઉમેરો. સારી રીતે ભેળવી દો.
- ગેસ બંધ કરો અને તેમાં લીંબુનો રસ નાખી અને સારી રીતે ભેળવી દો
- તૈયાર થયેલા મસાલાને થોડી વાર ઠંડો થવા દો.
- બટાટાના મિશ્રણને હાથમા લઈને સમાન ગોળાકાર આકારના બોલ બનાવો.
- મિક્સિંગ બાઉલમાં શિંગોડા નો લોટ, મીઠું, મરી, અને જરૂરી પાણી ઉમેરી અને સારુ બટર બનાવી લો.
- મસાલાવારા વડાને બટર માં સરખી રીતે કોટ (બટર માં ડુબાડી)કરી ને તળવા માટે તૈયાર કરો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલમાં બટર-કોટેડ વડા ઉમેરો.
- એકવાર બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને કડાઈ માંથી ઉતારી લો.
- ચટણી સાથે ફરાળી બટાકા વડા પીરસો.
ફરાળી ચટણી માટે
- મિક્સરમાં કોથમીર, લીલા મરચા, નાળિયેર નું છીણ, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખો. થોડુ પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લો.
- તો તૈયાર થઈ ગઈ છે ફરાળી ચટણી, જેને તમે બટાકા વડા સાથે સર્વ કરો શકો છો.