Farali Bhajiya: અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે અને વરસાદ આવતાની સાથે જ બધા ને ભજીયા ખાવાનું મન થઇ જાય છે. આમ તો ભજીયા બધા લોકો ને પ્રિય હોય છે. આજે અમે ફરાળી ભજીયા કેવી રીતે બનાવી શકાય કે જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તો ચાલો શીખીયે રાજગરાના ફરાળી ભજિયા બનાવાની રીત
સામગ્રી
- ૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ લેવો
- ૩ બટેટા લેવા
- ૧ ટામેટું લેવુ
- ૫ લીલા મરચાં લેવા
- થોડી કોથમરી
- મીઠું લેવુ
- લાલ મરચું લેવુ
- મરી લેવા
- તળવા માટે તેલ.
બનાવવાની રીત
સૌથી પહેલા બટેટા ખમણી ને ધોઈ એક પ્લેટમાં લઈ લો. હવે તેમાં ટામેટાના ખુબ જ ઝીણા કાપેલા ટૂકડા, લીલા મરચાં તથા કોથમરી સુધારી ને નાંખો હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરોદો .હવે પ્રમાણસર મીઠું, લાલ મરચું,અને મરી નાંખી આ મિશ્રણને તૈયાર કરો. (ધ્યાન રાખો કે આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. એમ કરવાથી તૈયાર કરેલું ખીરું ઢીલું પડી જાશે અને ભજિયા કરકરા નહિ બને..) હવે એ તૈયાર કરેલા ખીરામાંથી નાની નાની ભજી ઉકળતા તેલમાં તળી લો અને દહીં તથા લીલા મરચા સાથે ગરમ ગરમ પીરસો અને મજા માણો .