આજે આપણે ફક્ત 10 થી 15 મિનિટમાં બનાવી શકાય તેવી ગરમા ગરમ ફરાળી મોરૈયાના બટાકા ની ખીચડી બનાવીશું. મિત્રો કોઈપણ વ્યક્તિએ ઉપવાસના દિવસે આપણા દરેકના ઘરમાં બપોરે ફરાર માં બટાકા ની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, ફરાળી કઢી અને રાજગરાનો શીરો તો બનતો જ હોય છ. તો આજે આપણે એકદમ ગરમાગરમ અને ટેસ્ટી ફરાળી ખીચડી બનાવીશું.
- સામગ્રી :
- 1 Cup મોરૈયો / સામો
- 2 tbsp સીંગતેલ અથવા દેશી ઘી
- 1/2 tsp જીરું
- 5-7 મીઠો લીમડો
- 2 tbsp અધકચરા વાટેલા શીંગદાણા
- 1 tbsp આદુ મરચાંની પેસ્ટ
- 1 ઝીણા સમારેલા બટાકા
- 1 tsp બાફેલા સીંગદાણા
- 1/2 tsp મરી પાવડર
- જરૂર મુજબ પાણી
- સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું
- 2 tbsp વલોવેલું મધ્યમ ખાટું દહીં
- 1 tbsp ઘી
- 2 tbsp સમારેલી ફ્રેશ કોથમીર
બનાવવાની રીત :
અહીંયા આપણે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકાય એટલી કોન્ટીટીમાં માપ સાથે ખીચડી બનાવીશું. તેના માટે એક કપ મોરૈયાને બે વખત પાણીથી ધોઈ તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે પાણી માં પલાળી રાખવાનો છે. જેથી મોરલીયો સરસ ફૂલી જાય અને ખીચડી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે.
સૌપ્રથમ ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવી. તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જીરૂ ઉમેરીશું. કોઈપણ ફરાળી વાનગી આપણે બનાવતા હોઈએ ત્યારે તેમાં સિંગ તેલ, સનફ્લાવર તેલ કે દેશી ઘી નો ઉપયોગ કરી શકાય છે.
જીરું થોડું તેલ માં ફૂટે એટલે પાંચથી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું. મીઠો લીમડો તેલમાં થોડો ક્રિસ્પી થાય એટલે બે ટેબલસ્પૂન અધકચરા વાટેલા સીંગદાણા ઉમેરીશું. આ રીતે વાટીને ઉમેરવાથી ખીચડીમાં તેની ફ્લેવર ખુબ જ સરસ આવે છે.
તીખાશ માટે એક ટેબલ સ્પૂન આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું. તમે ઝીણા સમારેલા લીલા મરચાં અને છીણેલું આદુ પણ ઉમેરી શકો છો. તેને એક મિનિટ માટે તેલમાં સાંતળી લઈશું, ત્યારબાદ તેમાં ૧ નંગ મિડીયમ સાઈઝ નું સમારેલું બટાકું ઉમેરીશું.
બટાકા ની જગ્યાએ તમે છોલીને સમારેલી દુધી પણ ઉમેરી શકો છો. એક ટેબલ સ્પૂન બાફેલા સિંગદાણા ઉમેરીશું. તમારા ઘરમાં જો કોઈ વડીલો અગિયારસ કરતા હોય તો આ રીતે સિંગદાણા ને બાફીને ઉમેરવા, જેથી તેઓ સરળતાથી ચાવીને ખાઈ શકે.
અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું જો તમે લાલ મરચું ફરાળમાં લેતા હોવ તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. બટાકા ચડે તેટલું પા કપ જેટલું પાણી ઉમેરી, તેમાં બટાટાના ભાગનું સિંધવ મીઠું ઉમેરીશું અને ચમચા વડે સરખી રીતે મિક્સ કરી, ઢાંકીને તેને પાંચથી છ મિનિટ માટે ધીમા ગેસ પર કુક કરીશું.
પાંચ મિનિટ બાદ બટાકા 80% જેટલા કુક થઈ ગયા હશે. આ સ્ટેજ પર આપણે જે મોરૈયો પાણીમાં પલાળીને રાખ્યો હતો તે ઉમેરીછું. જ્યારે પણ તમે માર્કેટમાંથી મોરલીયો લાવો ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલાં તેને એક વખત વીણી લેવો, કારણ કે તેમાં ઘણીવાર ઝીણી કાંકરી પણ નીકળતી હોય છે.
તેમાં અડધો કપ પાણી ઉમેરીશું, આટલી ખીચડી બનાવવામાં અહીંયા તમે ટોટલ પોણા ત્રણ પાણીનો ઉપયોગ કરી શકો છો. જો તમને વધુ ઢીલી ખીચડી પસંદ હોય તો તમે 4 કપ પાણી નો પણ ઉપયોગ કરી શકો છો.
હવે મોરૈયાના ભાગનું સિંધવ મીઠું ઉમેરી તેને મિક્સ કરીશું, પાણી થોડીવાર માટે ઉકળવા દઈશું. હવે ગેસની ફ્લેમ ધીમી કરી તેમાં ૨ ટેબ.સ્પૂન વલોવેલું મીડીયમ ખાટું દહીં ઉમેરીશું (દહીં ઓપ્શનલ છે). પરંતુ તેના કારણે ખીચડી એકદમ ટેસ્ટી બને છે.
હવે પાણી ઉકળવા લાગે એટલે ગેસ ની ફ્રેમ ધીમી કરી તેને ઢાંકીને ફરીથી પાંચથી સાત મિનિટ માટે કુક કરીશું. મોરૈયા ની ખીચડી બનાવતી વખતે જાડા તળિયાવાળી અથવા તો નોનસ્ટિક કડાઈ નો જ ઉપયોગ કરવો, જેથી તે નીચેથી બિલકુલ ન ચોંટે, કડાઈ ની જગ્યાએ તમે પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો.
મોરૈયો ચડી જાય એટલે, તેમાં ૧ ટેબલસ્પૂન દેશી ઘી અને ૨ ટેબલસ્પૂન ફ્રેશ સમારેલી કોથમીર ઉમેરી અને મિક્સ કરીશું (મીડીયમ થીક થાય ત્યાં સુધી જ આપણે તેને કુક કરવાની છે). બધું જ સરસ મિક્સ થાય એટલે ગેસ ની ફ્રેમ બંધ કરી, તેને પાંચ મિનિટ માટે ઢાંકીને સીજવા દઈશું.
ગરમાગરમ બટાકા ની ખીચડી ને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તેને તમે દહીં, સુકી ભાજી અથવા તો ફરાળી કઢી સાથે સર્વ કરી શકો છો અને એમનેમ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે પણ આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે ધન્યવાદ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.