ઉનાળા ની સીઝન માં આપને જુદા જુદા પ્રકાર ની વેફર, કાતરી, પાપડ જેવી ઘણી રેસિપી બનાવતાં હોઈએ છીએ. તો આજે આપણે એવીજ એક રેસિપી ફરાળી પાપડ(Farali Papad) બનાવતાં જોઈશું.તો આ રેસિપી જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.
- સામગ્રી:-
- ૧૦૦ ગ્રામ સામો
- ૧૦૦ ગ્રામ બટાકા
- ૧ ચમચી જીરું
- ૧ ચમચી કાળા મરી
- સ્વાદ પ્રમાણ મીઠું
- તેલ
ફરાળી પાપડ બનાવવાની રીત : સૌ પહેલા સામો અને બટાકા માં મીઠું નાખી ને બાફી લો,(અહિયાં સામો અને બટેટા સરખા પ્રમાણ માં લેવા.). હવે એક ઘઉં નાં ચાયણા માં બંને ને મેશ કરી માવો કરી તૈયાર કરી લો. સસ્તા વડે એક મરી નાં બે ભાગ કરી લો. ત્યારબાદ તૈયાર થઈ ગયેલા માવા માં જીરું, મરી, મીઠુ નાખી મિશ્રણ તૈયાર કરી લો.
હવે હાથ ને તેલ વડે ગ્રીસ કરી એકસરખા માપ ના લુવા તૈયાર કરો. ૧ કીલો બટાકા લીધા હસે તો માપમાં ૨૦-૨૫ પાપડ બનશે. હવે પૂરી બનાવવાના મશીન માં પ્લાસ્ટિક થેલીને તેલથી ગ્રીસ કરી લુવા ને મશીન માં પ્રેસ કરીને પાપડ તૈયાર કરી લો. હવે આ પાપડ ને એક પ્લાસ્ટિકમાં એક દિવસ પંખા નીચે સૂકવવા માટે રાખો. ( જો તમારા ઘરે પાપડ નું સ્પેશ્યલ મશીન હોય તો સારા મોટાં પાપડ બને.)
તમારે આ પાપડ બીજે દિવસે તડકાં માં સુકવી લેવાના જેથી બધા પાપડ એકદમ સારી રીતે સુકાઈ જાય. હવે તમારા ફરાળી પાપડ તૈયાર થઈ ગયા હસે. એક કડાઈ તેલ એડ કરી ધીમા તાપે ને પાપડ તળી લો. અહિયાં તમારે ઘ્યાન રાખવાનું કે પાપડ લાલ રંગનાં નાં થઈ જાય. તો તૈયાર છે થઈ ગયા છે આપણા ફરાળી પાપડ. તમે ફરાળી પાપડ ને સુકીભાજી,ચા, અથવા કોઈપણ ફરાળી આઈટમ સાથે ખાઈ શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.