Farali Chevdo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફરાળી ચિવડા એ ખૂબ પ્રખ્યાત વાનગી છે જે કોઈપણ ભારતીય ઉપવાસના દિવસોમાં બનાવવામાં આવે છે.  ફરાળી ચિવડા રેસીપી બટાટા વિના બનાવવામાં આવી છે તેથી તેને જૈન ચિવડા તરીકે પણ કહી શકાય.આ ચિવડાને ચાના નાસ્તા તરીકે ગરમ મસાલા ચાથી અજમાવો અથવા તમે આ ઉપાયના દિવસોમાં પણ આ રેસીપી બનાવી શકો છો.

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ રાજગરો લેવો
  • ૧૦૦ ગ્રામ સીંગદાણા લેવ
  • ૫૦ ગ્રામ તળેલા સાબુદાણા લેવ
  • ૧૫૦ ગ્રામ ખમણ પત્રી
  • તળવા માટે તેલ લેવુ
  • મીઠુ, મરી, લાલમરચૂ, દળેલી ખાંડ (પ્રમાણસર લેવી)

 Farali Rajgara Chevdo

બનાવવાની રીત

સૌ પ્રથમ રાજગરાના લોટમાં પ્રમાણસર મીઠુ, મરી નાખી તેણે હલાવી લો. ત્યારબાદ તેમાં થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ સેવ પાડી શકાય તેવો બહુ ઢીલો પણ નહી અનેે બહુ કઠણ પણ નહી એવો માફકસર લોટ બાંધી લો. હવે સેવ પાડવાના સંચામાં તેને ભરી ઝીણી સેવ પાડી ઉકળતા તેલ માં તેણે તળી લો.

ત્યારબાદ એક પ્લેટ માં માંડવીના દાણા તથા ખમણ પત્રી તળીને અલગ રાખો. હવે તળેલી રાજગરાની સેવ પર આ તળેલા માંડવીના દાણા, પત્રી તથા તળેલા સાબુદાણા નાંખો. હવે આ મિશ્રણમાં થોડુ મીઠું, લાલ મરચું, તથા દળેલી ખાંડ ભભરાવો. (દળેલી ખાંડ  વધારે નાંખવી.) આમ રીતે આપણો રાજગરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે જે તમે ઉપવાસ મા એકટાણામાં લઈ શકો છો.