ફરસી પૂરી બનાવવાની: ચા સવારની હોય કે સાંજની પણ તેની સાથે કંઈકના કંઈક ખાવાનું મન થાય છે. આમ તો ચા સાથે ખાવા માટે નાસ્તાની ઘણી બધી આઈટમ છે. પણ ઘણા લોકોને સાંજની ચા જોડે બટાકા ચિપ્સ, પકોડા વગેરે ખાવાની ટેવ હોય છે અને જ્યારે કેટલાક લોકોને હલકો નાસ્તો જેમ કે બિસ્કિટ, ખાખરા, પરાઠા વગેરે ખાવાનું ગમે છે.
જો તમને પણ ચા સાથે કંઈક ખાવાની આદત હોય તો તમે પણ ગરમ ચાની એક ચુસ્કી સાથે ગુજરાતની પ્રખ્યાત ફરસી પુરી ખાઈ શકો છો. તમને જણાવી દઈએ કે ફરસી પુરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે.
જો કે તેને ઘણા લોકો મઠરીના નામથી પણ જાણતા હોય છે. તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી છે, જેને તમે ચા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો જાણીએ કે તમે ઘરે જ કેવી રીતે ફરસી પૂરી બનાવી શકો છો.
આ પુરી બનાવતા 25 મિનિટ જેવો સમય લાગે છે અને તેની તૈયારી કરતા 15 મિનિટ જેવો સમય લાગે છે. અહીંયા આપણે 4 લોકો માટે સર્વ કરી શકાય તે પ્રમાણેના માપ સાથે રેસિપી બતાવા જઈ રહયા છીએ.
સામગ્રી : મૈંદા લોટ 4 કપ, સોજી 2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, જીરું પાવડર અડધી ચમચી, અજમો પાવડર અડધી ચમચી, કાળા મરી 15 (ક્રશ કરેલા), ઘી અથવા તેલ 2 મોટી ચમચી, તેલ તળવા માટે, પાણી જરૂર મુજબ
ફરસી પૂરી બનાવવાની રીત : ફરસી પૂરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો અને તેમાં લોટને સારી રીતે ચાળી લો. પછી તેમાં બાકીની બધી સામગ્રી જેમ કે સોજી, મીઠું, ઘી, જીરું વગેરે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે લોટમાં પાણી ઉમેરીને બરાબર મસળી લો પછી 20 મિનિટ માટે તેને બાજુ પર રાખો.
જ્યારે કણક સારી રીતે સેટ થઈ જાય પછી કણકના સરખા આકારના ગુલ્લાં બનાવી લો. હવે આ ગુલ્લાં ને ગોળાકાર પુરીના આકારમાં વણી લો અને તેને એક બાજુ રાખો. પછી છરી અથવા ફોગ ની મદદથી પુરીમાં નાના -નાના છિદ્રો બનાવો. હવે કડાઈમાં તેલ નાખીને તેને ગરમ કરવા રાખો.
હવે કઢાઈમાં એક પછી એક રોલ કરેલી પુરીઓ નાખો અને તેને સારી રીતે તળી લો. જ્યારે બધી પુરી તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં બહાર કાઢી લો. તો તમારી ફરસી પુરી તૈયાર છે. તો તમે તેને ચા અને કોફી સાથે સર્વ કરી શકો છો. આમ તો ઘણી જગ્યાએ ગુજરાતમાં આ પુરીઓ કેરીના અથાણા સાથે પીરસવામાં આવે છે.