વજન ઘટાડવું આજના યુગમાં મોટી સમસ્યા બની ગઈ છે. બહુ ઓછા લોકો હશે જેઓ તેમનું વજન વધારવા માંગતા હશે. સ્થૂળતા એટલે શરીરમાં ગંભીર રોગ થવાનું ઉદ્ભવ સ્થાન. ભલે લોકો તેમની જીવનશૈલી સુધારવા માટે પોતાને સમય નથી આપી શકતા પરંતુ તે લોકો વારંવાર વજન ઘટાડવાની રીતો શોધતા રહે છે.
આ રીતે વધતા વજનને વધતા રોકવું એ બહુ મોટું કામ છે. આ કામ કરવા માટે તમારે સંપૂર્ણ સમર્પિત હોવું જોઈએ અને પછી વજન ઉતારવા માટે મક્કમ રહેવું જોઈએ. જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન થઇ રહયા છો તો આ લેખમાં જણાવેલી ટિપ્સને અવશ્ય અનુસરો.
જો તમે આ 5 ટિપ્સને ફોલો કરશો તો એક અઠવાડિયાની અંદર તમને તમારા શરીરમાં ચોક્કસ થોડો ફરક જોવા મળશે. આ માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે અને તમારે તમારી કેટલીક રોજબરોજની આદતોને પણ સુધારવી પડશે.
1. કેલરી : તમારા શરીરમાં કેલરીની માત્રાનું ખાસ ધ્યાન રાખો. તેથી તમારે તમારું બપોરનું ભોજન સારું ખાવું જોઈએ જેથી તમે દિવસમાં લગભગ અડધી કેલરીનો વપરાશ કરી શકો અને તે જ સમયે રાત્રિભોજનમાં કેલરી ખુબ ઓછી હોવી જોઈએ અને ખૂબ જ હળવું હોવું જોઈએ.
2. મેથી પાવડર : મેથી ખૂબ જ અસરકારક છે. રોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ચમચી મેથીનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે લો. મેથી તમારા શરીરની ચરબી ઓગાળવામાં મદદ કરશે જેના કારણે તમારું વજન ઝડપથી ઘટશે. તમે મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન પણ કરી શકો છો.
3. ત્રિફળા : જો તમે વજન ઘટાડવા માટે ડાયટમાં ફેરફાર કરી રહયા છો તો ત્રિફળાનો સમાવેશ કરો. ત્રિફળા તમારા પાચનતંત્રને મજબૂત રાખે છે અને તે તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વોને પણ દૂર કરે છે. તેને દરરોજ રાત્રે જમ્યા પછી હુંફાળા પાણી સાથે લો.
4. તળેલી વસ્તુઓ ખાવાની ટાળો : તળેલી વસ્તુઓ ખાવાથી ચરબી વધે છે. જો તમે પણ દરરોજ આવી વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરમાં ચરબી જમા થવા લાગશે. તેથી રીફાઇન્ડ અને કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો. આ સાથે ફાસ્ટ ફૂડથી પણ દૂર રહો.
5. આદુનો પાવડર : સૂંઠ પાવડરમાં ઘણા ઘટકો હોય છે અને આયુર્વેદમાં પણ તેનું ઘણું મહત્વ જણાવવામાં આવેલું છે. સૂકા આદુના પાઉડરનું સેવન કરવાથી ચરબી ઘટાડી શકાય છે. તેમાં જિનિક એજન્ટ હોય છે જે વજન ઘટાડે છે. જો તમે નવશેકા પાણી સાથે સૂંઠ પાવડરનું સેવન કરો છો તો તમારું મેટાબોલિઝમ પણ તેજ થાય છે.