ફટકડી વિષે બધા લોકો જાણતા હોય છે. ફટકડી એક એવી વસ્તુ છે જે પાણી ને સાફ કરવાથી લઈને ત્વચા ને નિખારવામાં વપરાય છે. આજે આ માહિતીમાં તમને ફટકડીના પ્રકાર, તેના કેટલા ફાયદા અને તેના ઉપચાર વિષે જણાવીશું. તો ચાલો જાણીએ ફટકડી વિષેની માહિતી.
બધા લોકો ફટકડીનો સામાન્ય રીતે શેવિંગ પછી ઉપયોગમાં લેવામાં આવતી હોય છે તે વિષે જ જાણતા હોય છે પરંતુ તમને જણાવીએ કે ફટકડી ના બીજા પણ ઘણા બધા લાભો પણ છે જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે.
સૌ પ્રથમ જાણીએ કે ફટકડીના કેટલા પ્રકાર આવે છે: ફટકડી કુલ 2 પ્રકારની આવે છે જેમાં લાલ ફટકડી અને સફેદ ફટકડી નો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો ઘરમાં લગભગ સફેદ ફટકડી જ વાપરતા હોય છે. ફટકડીના 6 પ્રકારો પોટેશિયમ એલમ, એમોનિયમ એલમ, સોડીયમ એલમ, ક્રોમ એલમ, એલ્યુમીનીયમ સલ્ફેટ અને સેલેનેટ એલમ નો સમાવેશ થાય છે.
હવે જાણીએ ફટકડીના ફાયદા અને ઉપયોગ વિષે: ફાટકડીનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં ત્વચાની દેખભાળ થી લઈને અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના નિવારણમાં કરવા આવે છે. ફટકડી પાણીમાં રહેલી અશુધ્ધિઓ ને દૂર કરીને પાણી ને ફિલ્ટર કરવાનું કામ કરે છે જે બધા લોકો જાણતા હશે, પરંતુ આ સિવાય તેના અન્ય બીજા ઘણા બધા ફાયદાઓ છે તો ચાલો જાણીએ તે વિષે.
ઘાવ-ઝખમ: જયારે પણ કઈ વાગે અને ઘાવ – ઝખમ થાય ત્યારે ફટકડી નો ઉપયોગ કરીને રાહત મેળવી શકાય છે કારણકે ફટકડી માં લોહીને વહેતું અટકાવવાનો ગુણ રહેલો છે. જયારે પણ ઘાવ થાય ત્યારે ફટકડી ના ભુક્કા ને હળદર ની જેમ લગાવવાથી લોહી વહેતું બંધ થઇ જાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે તમને થયેલો ઘાવ બહુ જ ઊંડો ન હોય.
ત્વચા: આજના સમયમાં ઘણા બધા લોકોમાં ત્વચા સબંધી સમસ્યાઓ જોવા મળે છે પરંતુ જો ફટકડી નો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા સબંધી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે. જો શરીરના કોઈ પણ ભાગ પર દાદર હોય, ત્વચા પર ખંજવાળ આવે, દાગ ધબ્બા થઇ ગયા હોય તો ફટકડી ના પાણી વડે તેને વારંવાર ધોવાથી ફાયદો થાય છે.
ડાઘા : જો કોઢ ના ડાઘા દૂર કરવા હોય તો 100 ગ્રામ ફટકડીને પીસીને તેની ભસ્મ બનાવી લેવી અને તેમાંથી 25 મિલી ફટકડી અને એક ચમચી મધ અને ગાજર ના રસમાં મિલાવીને નિયમિત સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
100 ગ્રામ પીસેલી ફટકડી ને લીમડા ના રસમાં ભેળવીને તેમાં સરસીયું તેલ નાખીને થોડીવાર સુધી ઉકાળવું અને આ તેલની વાગ્યા જખમ પર લેપ કરવો. ત્યારબાદ 3 થી 4 કલાક પછી તેને લીમડાના પાણી વડે ધોઈ લેવું અને તો શક્ય હોય તો ફટકડી ના પાણી વડે જ સ્નાન કરવું. આ રીતે થોડાક દિવસ કરવાથી કોઢના ડાઘા ઓછા થઇ જશે.
દાતમાંથી લોહી નીકળવું: દાતમાંથી લોહી નીકળે તો ફટકડીનો ઉપયોગ ફાયદારૂપ છે. જયારે પણ દાત માં લોહી નીકળે ત્યારે 5 ગ્રામ ફટકડી નું ચૂર્ણ બનાવીને તેમાં જશે.
સુકી ઉધરસ : જયારે પણ ઉધરસની સમસ્યા થાય ત્યારે 10 ગ્રામ ફટકડી માં 25 ગ્રામ સાકર નાખીને પીસી લો. તેમાંથી 1 ગ્રામ ચૂર્ણ ને નવશેકા દૂધ સાથે લેવાથી સુકી ઉધરસ મટી જાય છે.
બ્લેક હેડ્સ : ત્વચા પર બ્લેક હેડ્સ થઇ ગયા હોય તો તમારે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે ગુલાબજળમાં ફટકડી નો ભુક્કો મિક્સ કરીને બ્લેકહેડ્સ પર લગાવી દેવું અને જયારે સુકાઈ જાય એટલે એકદમ હળવે હાથે ધોઈ લો. આમ કરવાથી તમને બ્લેકહેડ્સ માંથી છુટકારો મળી જશે.
ફટકડી ના નુકસાન : કોઈ પણ વસ્તુનું અતિથિ વધુ સેવન નુકશાનકારક સાબિત થાય છે તેજ રીતે ફટકડી નું સેવન લાંબા સમય સુધી હિતાવહ નથી કારણકે તેનાથી કેન્સર અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થવાની સંભાવનાઓ રહેલી છે. આ સાથે વધારે પડતો ઉપયોગ વિવિધ સમસ્યાઓ જેવીકે પેચીશ, ડ્રાય સ્કીન વગેરે પેદા કરી શકે છે.
જે લોકોની સ્કીન સેન્સીટીવ છે તેવા લોકોએ ત્વચા પર ફટકડી નો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી બની જાય છે, કારણ કે તેનાથી તમારી ત્વચા પર લાલ ચકામાં, ફોડલીઓ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરુર લો અને પછી ઉપયોગ કરો.
જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.