જો તમે દૂધને સારી રીતે સ્ટોર કરતા નથી તો તેનો સ્વાદ બગડી જાય છે અથવા તે ફાટી જાય છે. ફાટી ગયેલા દૂધમાંથી મોટેભાગે પનીર બનાવવામાં આવે છે. જો કે, મોટાભાગની મહિલાઓ પનીર કાઢ્યા પછી જે પાણી બચે છે તેને ખરાબ સમજીને ફેંકી દે છે, પરંતુ આ પાણી ખરાબ નથી.
તમે આ પાણીનો ઉપયોગ રસોઈમાં કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે ફાટેલા દૂધમાંથી વધતું પાણી ખાવાનો સ્વાદ તો વધારે છે પણ તેને પૌષ્ટિક પણ બનાવે છે. તેથી આજે અમે તમને રસોઈ કરતી વખતે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરવાની કેટલીક સરળ રીતો જણાવીશું.
કણક ગૂંથવા માટે ઉપયોગી થઈ શકે છે : સામાન્ય રીતે મહિલાઓ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરે જ છે. કેટલાક ઘરોમાં દૂધ અને દહીં સાથે લોટ બાંધવામાં આવે છે. પણ કણક ગૂંદતી વખતે તમે સાદા પાણીને બદલે ફાટેલા દૂધના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
આમ કરવાથી તમારી રોટલી એકદમ સોફ્ટ બનશે. આ સાથે રોટલીનો સ્વાદ પણ બમણો થઇ જશે. એટલું જ નહીં, આ પાણીમાં રહેલા પૌષક તત્વો પણ લોટમાં આવી જાય છે, જેના કારણે રોટલી વધુ હેલ્દી બને છે.
શાક બનાવવા માટે વાપરી શકાય છે : દૂધ ફાટી ગયું છે અને તમે તેમાંથી પનીર કાઢીને પાણી અલગ કરી દીધું છે, તેથી વધેલા પાણીને ફેંકશો નહીં. તમે તેનો ઉપયોગ શાકની ગ્રેવી બનાવવા માટે કરી શકો છો.
આ તમારા શાકમાં સ્વાદની સાથે ઘટ્ટ પણ બનાવશે. તમે આ રીતે દાળ બનાવતી વખતે પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી દાળ સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનશે. જો તમે ઇચ્છો તો, તમે તમારા જ્યુસમાં ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ જ્યુસને વધુ પૌષ્ટિકે બનાવવાનું કામ કરે છે.
ભાત રાંધવા માટે ઉપયોગ કરો : તમે ભાતને રાંધવા માટે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો. જો ફાટેલા દૂધનું પાણી વધુ નથી તો તમે તેમાં સાદું પાણી ઉમેરીને ભાત રાંધી શકો છો. ભાતને રાંધ્યા પછી, તેનો સ્વાદ સારો રહેશે, સાથે જ કાર્બોહાઇડ્રેટ્સની સાથે પ્રોટીનની માત્રા પણ ભાતમાં ભળી જશે. તમે નૂડલ્સ અને પાસ્તાને ઉકાળવા માટે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો.
ફાટેલા દૂધના પાણીના ફાયદા : જો દૂધ ફાટી જાય છે તો તેના પાણીને ખરાબ સમજવાની ભૂલ ન કરો. તેમાં પ્રોટીન અને લૈક્ટિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેના ઉપયોગથી તમારા માંસપેશીઓ મજબૂત થાય છે. તે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
આ વખતે, જ્યારે દૂધ ફાટી જાય છે તો ત્યારે પનીર કાઢવાની સાથે રાંધતી વખતે તેના પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આવી જ વધુ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.