શરીરના કોઈ પણ કાર્યમાં પરિવર્તન આવે છે, તો આપણે જાણી શકીએ છીએ કે શરીરના કયા ભાગમાં સમસ્યા છે, પરંતુ શું ફેફસાંની પણ આ જ સ્થિતિ છે? ફક્ત આપણા ફેફસાંનો સીધો સંબંધ આપણા શ્વાસ સાથે સંકળાયેલ છે. જે આપણા શરીરનું લોહી ધમનીઓમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે.
જો તમને ખૂબ જલ્દીથી ખાસી, શરદી કે તાવ, છીંકો આવે છે, તમને શ્વાસ લેવામાં તકલીફ છે અથવા તમને શ્વાસ લેવામાં તકલીફ જેવુ લાગે છે, તમે બરાબર કામ કરી શકતા નથી, તમે સીડી ચઢતા થકી જાઓ છો અથવા તમને શ્વાસ ચઢે છે. તો આવી બધી સમસ્યા માટે તમારા ફેફસાં જવાબદાર હોઈ શકે છે એટલે કે તમારા ફેફસાં બરાબર કામ નથી કરી રહ્યા.
અત્યારે દૂષિત વાતાવરણ અને દૂષિત પાણીની સમસ્યા એટલી વધી રહી છે કે જેથી તમારા ફેફસાં ની સંભાળ લેવાની જવાબદારી તમારી બની જાય છે. તો તમારા માટે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેથી ફકત ૧૫ જ કલાક મા તેની અસર જોવા મળશે અને તમારા ફેફસાં ને લીધે થતી સમસ્યા માંથી છુટકારો મેળવી શકાશે.
૧ લીટર પાણી લેવું. તેમાં ૧ ચમચી સુંઠ પાઉડર એટલે કે આદુ માંથી બનાવેલ પાઉડર લેવો. ૧-૨ ચમચી સૂંઠ પાઉડર પાણીમાં એડ કરવો. પછી તેમાં ૧-૨ ચમચી હળદળ પાઉડર એડ કરવો. એક નાની ડુંગળી લઇ તેના નાનાં નાનાં ટુકડાં કરી લેવા.
અહિયાં સુંઠ પાઉડર ફેફસામા રહેલા કચરાને દૂર છે. હળદળ પાઉડર જે સિગારેટ અને પ્રદૂષણ થી બચાવવા હળદળ ખુબજ લાભદાયી છે. તે ફેફસામા જામેલા કફ ને દુર કરે છે. કડાઈ મા આ ચાર વસ્તુનું મિશ્રણ લઈ ગરમ કરવા મૂકવું. મિશ્રણ ત્યા સુધી ધીમા ગેસ પર થવા દો જ્યાં સુધી મિશ્રણ નું પાણી અડધું નાં થઈ જાય.
મિશ્રણ અડધું થયા પછી તેને ઠંડું થવા દો. હવે જાણી લો કેવી રીતે મિશ્રણ ને તમારે ઉપયોગ મા લેવાનુ છે. આ મિશ્રણ તમારે બે ભાગ માં લેવાનુ છે. એટલે કે ૨ વાર થોડું થોડુ લેવાનુ છે. આ મિશ્રણ ને તમે જ્યારે લો તેના ૧૫ કલાક પછી તમારે આ મિશ્રણ ને ફરીથી લેવાનુ છે. એટલે કે ૧૫ કલાક નો વચ્ચે સમય રાખવાનો છે. આ મિશ્રણ જ્યારે લેવાનુ હોય ત્યારે તેને થોડું ગરમ કરીને લેવુ. ઠંડું લેવાનુ નથી.
તમારે એ પણ ધ્યાન રાખવાનુ છે કે દિવસ માં વધુ માં વધુ પાણી પીવાથી પણ આપણા ફેફસાં સાફ રહે છે. પાણી ની સાથે આ રીતે તમે મિશ્રણ નો ઉપયોગ કરશો તો તમારા ફેફસામા રહેલો બધો કચરો દૂર થઈ જસે અને તમારા શરીર માં આવતી બધી સમસ્યા દૂર થઈ જસે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.