મિત્રો આપણે નાક દ્વારા જે શ્વાસ અંદર લઈએ છીએ તે ફેફસાની અંદર ગળાઈને આપણા શરીરને મળે છે. માટે આપણે ફેફસાને સ્વચ્છ રાખવા એ પોતાની જવાબદારી છે. ફેફસા એ આપણા શરીર નુ અગત્ય નુ અંગ છે. ફેફસા ને સ્વચ્છ ન રાખીએ તો આપણા શરીરમાં ઘણા બધા રોગો પ્રવેશી શકે છે. ફેફસાને મજબૂત રાખવા કઈ ૧૦ વસ્તુઓ વધુ ખાવી જોઈએ. ચાલો તેના વિશે જોઈએ.
૧- લસણ: લસણ એક એવી વસ્તુ છે જે તમારા હૃદય અને ફેફસાંને એકદમ સ્ટોંગ અને ચોખ્ખા બનાવી રાખે છે. લસણ ની અંદર રહેલા તત્વો ફેફસાના કેન્સરથી બચાવી શકે છે. ૨-ઈલાયચી:- જો તમે જમ્યા બાદ રોજ એક નાની ઈલાયચી ખાઈ લો તો તમને ક્યારેય પણ ફેફસાં ને સંબંધિત બીમારી નહીં થાય.ઈલાયચી આપણી પાચનશક્તિને પણ મજબૂત કરે છે.
૩-આદુ: આદુ આપણા શરીરના વાયુ માર્ગ ને શુદ્ધ કરવા માટેની સૌથી બેસ્ટ વસ્તુ છે. જે ફેફસાં સાફ કરવા ઉપરાંત પેટને પણ સ્વચ્છ રાખે છે. ગેસ પણ નથી થવા દેતું અને શરદી પણ ભગાવે છે.૪- ગાજર: દોસ્તો એવા ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ગાજર માં રહેલી કેરોટીન તત્વ ફેફસાના કેન્સરને રોકે છે તે ફેફસાંને સાફ કરે છે. માટે જ્યારે ગાજર મળે ત્યારે ગાજર અવશ્ય ખાવું જોઈએ.
૫- સફરજન: મિત્રો એક એવી કહેવત છે કે “જે રોજ એક સફરજન ખાય તે ક્યારેય વેદને ત્યાં ન જાય” આ વાત સાચી છે. સફરજન ખાવાથી આપણા ફેફસા સ્વચ્છ બને છે અને શરીરમાં નવી ઉર્જા નવું લોહી બને છે. ૬- હળદળ:– હળદર માં કરક્યુમિન નામનું એક તત્ત્વ રહેલું છે જે ફેફ્સાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.માટે રોજ રાત્રે હળદરવાળું પાણી કે હળદર વાળું દૂધ અવશ્ય પીને સૂવું જોઈએ.
૭- જમરૂખ:- શિયાળામાં સૌથી વધુ જોવા મળતા જમરૂખ વિટામિન સીથી ભરપૂર હોય છે. જમરૂખ માં એવા એન્ટી વાયરલ ગુણોને રહેલા છે જે ગમે તેવા ખરાબ થયેલા ફેફસાને એકાદ મહિનામાં જ શુદ્ધ કરી દે છે.૮- મેથી: મેથી તમારા ફેફસામાં જામેલા કફને તોડવા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. ફેફસાંને એકદમ ચોખ્ખા બનાવવા મેથી અવશ્ય ખાવી જોઈએ. તમે મેથીવાળી ચા પણ પી શકો છો અથવા મેથી નું પાણી પણ પી શકો છો.
૯- ટામેટા: લાઈકોપીન નામના તત્વથી ભરપૂર એવા ટામેટા આપણા ફેફસાને મજબૂત કરવા અને ફેફસાના કેન્સરથી બચવા માટે ખૂબ જ જરૂરી છે. લાઈકોપીન ટામેટાં ઉપરાંત ગાજર તરબૂચ અને પપૈયા જેવી વસ્તુઓમાં મળી આવે છે. ૧૦- કોબી:- કોબી રોજ ખાવાથી કે સલાડ બનાવી ખાવાથી ફેફસાં શુદ્ધ થાય છે. ફેફસાની શુદ્ધિ માટે લીલી શાકભાજી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.