પરિવારમાં લડાઈ અને ઝગડો થવો સામાન્ય વાત છે પરંતુ જો આ બધું તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરવા લાગે તો તે તમારા માટે સારું નથી. ક્યારેક તમારા ઘરમાં લડાઈ અને ઝઘડા થાય છે, પરંતુ તેની પાછળનું કારણ શોધવું મુશ્કેલ હોય છે. આ બધું ઘરની કોઈપણ વાસ્તુ દોષને કારણે પણ આવું થઈ શકે છે.
જો કે આ ઝઘડાઓ પાછળ બીજા ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ પરિવારમાં સંવાદિતા જાળવવા માટે, કોઈપણ ઝઘડાને દૂર કરવું વધુ સારું હોય છે. કેટલાક સરળ વાસ્તુ ઉપાયો અજમાવીને તમે રોજિંદા ઝઘડાઓથી છુટકારો મેળવી શકો છો અને ઘરમાં શાંતિવાળું વાતાવરણ બનાવી શકો છો. ચાલો તે ઉપાયો વિશે આ લેખમાં જાણીએ.
ભગવાન બુદ્ધની મૂર્તિ મૂકો
ભગવાન બુદ્ધ શાંતિ અને સદ્ભાવનું પ્રતિનિધિત્વ કરે છે અને આ એક કારણ છે કે ઘણા લોકો તેમના ઘરની અંદર તેમની મૂર્તિ પણ રાખે છે. તમારા ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે ભગવાન બુદ્ધની મૂર્તિ સ્થાપિત કરો. તમે તેને તમારી બાલ્કની અથવા લિવિંગ એરિયામાં રાખી શકો છો. ભગવાન બુદ્ધની મૂર્તિને યોગ્ય દિશામાં રાખવી જરૂરી છે. ભગવાન બુદ્ધની પ્રતિમા તમારા ઘરમાં ઘણી સકારાત્મકતા અને શાંતિ લાવશે.
યોગ્ય જગ્યાએ અરીસો લગાવો
અરીસો જાદુઈ રીતે તમારા અંગત જીવનને બદલી શકે છે. તમારે તમારા ઘરની અંદર વધુને વધુ અરીસાઓ લગાવવા જોઈએ. આ તમારા ઘરને સુંદર તો બનાવશે જ પરંતુ તમારા ઘરમાં સારી ઉર્જા પણ લાવવામાં ખુબ જ મદદ કરશે.
એવું માનવામાં આવે છે કે અરીસો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાના મુક્ત પ્રવાહને વધારે છે, જેનાથી પરિવારના સભ્યોને ફાયદો થાય છે અને લડાઈ ઝગડાઓ ઓછી થાય છે. જો કે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે અરીસો હંમેશા ઉત્તર ખૂણામાં લગાવવો જોઈએ.
આ જરૂર વાંચો : ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ લગાવેલો છે તો, ખાસ જાણી લેજો કે તમે આ ભૂલો નથી કરતા ને
ઘરના અમુક ભાગમાં સેંધા મીઠું રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું કોઈપણ નકારાત્મકતાને દૂર કરનાર માનવામાં આવે છે. તમે તમારા દરેક રૂમના એક ખૂણામાં સેંધા મીઠુંનો ટુકડો રાખી શકો છો. તેનાથી ઘરના કલેશ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે અને ઘરના દરેક વ્યક્તિમાં સકારાત્મકતા રહે છે.
તમે આ મીઠુંને એક એક મહિના પછી ત્યાંથી દૂર કરો અને ત્યાં એક નવા મીઠાનો ટુકડો મુકો. તેનાથી તમારા પરિવારમાં શાંતિ રહેશે, પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ ઓછા થશે.
આ બાબતો ધ્યાનમાં રાખો
ઘરમાં ઝઘડાની સ્થિતિમાં હંમેશા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. તે તમારા ઘરમાં સકારાત્મકતા અને સદભાવને પ્રોત્સાહન આપે છે. બેડરૂમમાં અરીસો રાખવાનું ટાળો કારણ કે તેનાથી કપલ વચ્ચે દલીલો અને ગેરસમજ થઈ શકે છે, જે મોટા ઝઘડા તરફ દોરી શકે છે.
ખાતરી કરો કે રસોડું તમારા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત છે, તે વાસ્તુ મુજબ શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. ઘરમાં, ખાસ કરીને લિવિંગ રૂમમાં તીક્ષ્ણ ધારવાળા ફર્નીચર અથવા વસ્તુઓ રાખવાનું ટાળો, કારણ કે તે નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે.
ખાતરી કરો કે ઘરના દરવાજા ઠીક છે અને તેને ખોલવામાં કે બંધ કરવામાં કોઈ અવાજ ન આવે.
તમારા ઘરના આંતરિક ભાગમાં વાદળી, લીલો અથવા સફેદ જેવા સુખદ રંગોનો ઉપયોગ કરો કારણ કે તે શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન આપે છે.
ખાતરી કરો કે ઘરમાં પૂરતો પ્રકાશ છે કારણ કે સારી રીતે પ્રકાશિત ઘર સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને ઊંચ નીચને ઘટાડે છે. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં શૌચાલય અથવા બાથરૂમ રાખવાનું ટાળો, કારણ કે તેનાથી વિવાદ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
જો તમારા ઘરમાં પણ બિનજરૂરી ઝઘડાઓ થતા હોય તો તમારે અહીં જણાવેલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો ફેસબુક પર શેર કરો અને લાઇક કરો. આવા વધુ લેખો વાંચવા માટે, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.