અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
શું તમે સ્ટ્રીટ સ્ટાઇલ આલૂ કોર્ન ચીઝ રોલ ફ્રેન્કી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને એક સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે સ્ટ્રીટ સ્ટાઇલ આલૂ કોર્ન ચીઝ રોલ ફ્રેન્કી બનાવી શકશો.
કણક માટે સામગ્રી
- મૈંદાનો લોટ – 2 કપ
- ઘઉંનો લોટ – 1/2 કપ
- મીઠું – 1 ચમચી
- પાણી
- તેલ – 1 ચમચી
આલુ કોર્ન ચીઝ રોલ ફ્રેન્કી માટે
- તેલ – 1
- સમારેલી ડુંગળી – 2
- સમારેલા લીલા મરચા – 2
- આદુ અને લસણની પેસ્ટ – 1/2 ચમચી
- સમારેલા કેપ્સીકમ – 2 ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- હળદર – 1/4 ચમચી
- ધાણા પાવડર – 1/2 ચમચી
- ગરમ મસાલો – 1/2 ચમચી
- ટોમેટો કેચઅપ – 2 ચમચી
- લાલ મરચાની ચટણી – 1 ચમચી
- છીણેલા બાફેલા બટેટા – 1
- બાફેલી સ્વીટ કોર્ન – 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- સમારેલી કોથમીર
- મેયોનેઝ
- ચિલી સોસ
- છીણેલું ચીઝ
વેજ ફ્રેન્કી રોલ રેસીપી
- સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ફ્રેન્કી રોલ બનાવવા માટે, એક બાઉલ લો અને તેમાં 2 કપ મૈંદા લોટ , 1/2 કપ ઘઉંનો
- લોટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
- થોડું થોડું પાણી ઉમેરીને નરમ કણક બાંધી લો.
- કણક ઉપર 1 ચમચી તેલ ઉમેરો અને ફરીથી મસળી લો અને 10 મિનિટ સેટ થવા માટે રાખો.
- 4-10 મિનિટ પછી, લોટને તપાસો અને તેને સારી રીતે મસળી લો.
- કણકનો એક નાનો ભાગ લો અને તેમાંથી એક ગોળ ગુલ્લુ તૈયાર કરો.
- ગુલ્લુ લઈને વેલણની મદદથી મધ્યમ જાડી રોટલી તૈયાર કરો.
- બાકીના કણકમાંથી આ રીતે રોટલી તૈયાર કરી લો.
આલૂ કોર્ન ચીઝ રોલ બનાવવાની રીત
- આલૂ કોર્ન ચીઝ રોલ બનાવવા માટે, ગેસ પર એક પેન મૂકો, તેમાં 1 ચમચી તેલ ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો.
- તેલ ગરમ થાય પછી, તેમાં 2 ચમચી સમારેલી ડુંગળી, 2 સમારેલા લીલા મરચાં, 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીને થોડી ફ્રાય કરો.
- થોડી વાર પછી તેમાં 2 ચમચી સમારેલા કેપ્સીકમ નાખીને થોડું ફ્રાય કરો.
- 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ટોમેટો કેચપ, 1 ચમચી લાલ મરચું પાવડર, ચિલી સોસ ઉમેરો, અને બધું બરાબર મિક્સ કરો.
- 30 સેકન્ડ પછી, એક બાફેલું અને છીણેલું બટાકા, 2 ચમચી બાફેલી સ્વીટ કોર્ન ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
- સ્વાદ મુજબ મીઠું, બારીક સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો.
આ પણ વાંચો: 1 મહિના સુધી સ્ટોર કરી શકાય, તેવી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાળિયેળની ચટણી બનાવવાની રીત
- ગેસ પર એક તવો મૂકો, તવા પર તૈયાર રોટલી મૂકો અને તેને સારી રીતે શેકી લો.
- થોડા સમય પછી, રોટલી પર માખણ/ઘી લગાવો અને તેને બંને બાજુથી સારી રીતે પકાવો.
- રોટલી લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેને પ્લેટમાં કાઢી લો.
- હવે રોટલી લો અને તેના પર મેયોનેઝ અને ટોમેટો કેચપ લગાવો.
- તૈયાર સ્ટફિંગ, બારીક સમારેલા લીલા મરચાં, સમારેલી ડુંગળી, છીણેલું ચીઝ અને ચાટ મસાલો છાંટો
તમારો આલુ કોર્ન ચીઝ રોલને રોલ કરો અને તેને બટર પેપરથી લપેટો. - હવે, તમારી સ્ટ્રીટ સ્ટાઇલ આલૂ કોર્ન ચીઝ રોલ તૈયાર છે. હવે પરિવાર સાથે બેસીને તેનો આનંદ માણો.
જો તમને અમારી આજની અમારી આલૂ કોર્ન ચીઝ રોલ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.