આજે આપણે જોઈશું ,બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત. તમારી સાથે અમુક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેનાથી દર વખતે તમારા ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે.
એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ ને ક્રિસ્પી બનાવવા માટે 3 લાલ બટેટા લીધેલા છે. જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછુ હોવાને લીધે ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ ક્રિસ્પી બને છે. આ બટેટા મોટી માર્કેટ કે શાકમાર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. જો તમને લાલ બટેટા ના મળે તો તમે તેની જગ્યાએ જે બટેટાની સ્કિન એકદમ પાતળી હોય છે તેનો ઉપયોગ કરી શકો છો.
સૌ પ્રથમ બટેટાની છાલ ને કાઢી લો. તો હવે બટાકા ને ફ્રેન્ચ ફ્રાઈઝના શેપ માં કટીંગ કરવા માટે છરી ની મદદ થી બટેટાની સ્લાઈસ કરી લો. હવે સ્લાઈસ ને પાણીમાં રાખી અને સારી રીતે ધોઈ લો. ધોવાથી બટેટાની ઉપર રહેલો સ્ટાર નો ભાગ પાણીમાં નીકળી જાય છે.
હવે મીડીયમ ગેસ પર પાણી ગરમ કરવા માટે મુકો. પાણી ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરો. હવે ફ્રાઈસ ને એડ કરો. આ ફ્રાઈસ ને ગરમ પાણીમાં ફક્ત ત્રણ જ મિનિટ માટે બોઈલ કરી લો. રેસ્ટોરન્ટમાં ફ્રાઈસ ને બોઈલ કરતી વખતે ગરમ પાણીમાં વિનેગર નાખવામાં આવે છે. પણ ઘરે આપણે આ પ્રોસેસ મીઠાથી પણ કરી શકીએ છીએ.
ત્રણ મિનિટ પછી ફ્રાઈસ બોઈલ થઇ ગયા પછી (વધુ પડતી બાફવાની નથી) હવે ફ્રાઈસ ને ગરમ પાણી માંથી કાઢી કોટન ના કપડા ઉપર કાઢી લો. આ પ્રોસેસથી ફ્રાઈસ ઉપર રહેલું બધું જ પાણી કપડા માં શોષાઈ જાય છે અને ફ્રાઈસ ડ્રાય થઈ જાય છે.
હવે આ ફ્રાઈસને કોઈપણ ડબ્બામાં કે કોઈપણ જીપ બેગમાં ભરી લો. આ ફ્રાઈસને ફ્રીઝરમાં એટલે કે બરફ રાખતા હોઇએ ત્યાં એક કલાક માટે રાખી દો. આમ કરવાથી ફ્રાઈસ માં રહેલું પાણી આઈસ બની જશે અને જેનાથી તળતી વખતે ફ્રેન્ચ ફ્રાઈસ ક્રિસ્પી બને છે. એક કલાક પછી ફ્રીઝરમાંથી ફ્રાઈસ ને થાળીમાં કાઢી લો.
હવે તળવા માટે મિડિયમ ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ફ્રાઈસને તેમાં એડ કરો. રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે તેને બે વાર તળવામાં આવે છે. તેમાં પહેલીવાર તને મીડીયમ ટુ લો ગેસ પર તળીને અંદરથી કુક કરવામાં આવે છે. આ પ્રોસેસમાં આપણે ફ્રાઈસને એકદમ બ્રાઉન અને ક્રિસ્પી નથી કરવાની. હવે ફ્રાઈસને કોઈ પણ કાણાંવાળા વાસણમાં કાઢી લો.
જેથી તેમાં રહેલું વધારાનું તેલ નીકળી જાય અને ઠંડી થવા મુકો (ટીશ્યુ પેપર પર નથી લેવાની). જો તમારે બાળકો માટે વધુ પ્રમાણમાં બનાવીને તેને સ્ટોર કરવી હોય તો, આ રીતથી એક વાર તળાયેલી ફ્રેન્ચ ફ્રાઈસને ઝીપલોક બેગમાં ભરી શકો છો અને તેને ફ્રીઝરમાં રાખી, એક મહિના સુધી સ્ટોર કરી શકો છો.
પછી જ્યારે બાળકો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનું કહે ત્યારે ફટાફટ તળી અને સર્વ કરી શકો છો. ફ્રાઈસ ઠંડી થઇ અગમ્ય પછી બીજી વાર તળવાની છે તો, ગેસ પર ફૂલ ફ્લેમ પર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ફ્રાઈસને એડ કરો. બીજી વાર ફૂલ ફ્લેમ પર તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી બને છે.
ક્રિસ્પી થઇ જાય એટલે જારા ની મદદ થી એક બાઉલમાં કાઢી લો.ઉપર થી મીઠું સ્પ્રિંકલ કરી લો. તમે લાલ મરચું પાઉડર, મરી પાઉડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. રેસ્ટોરન્ટ જેવી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવા માટે 2 વાર તળવું પડશે. હવે મીઠાને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈસ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.